ETV Bharat / bharat

ટૂંક સમયમાં મોદી કેબિનેટનું થઈ શકે છે વિસ્તરણ, આ ચહેરાઓને મળી શકે છે સ્થાન

author img

By

Published : Jun 20, 2021, 9:37 AM IST

કેન્દ્રીય મત્રીમંડળ(Central Cabinet)ના વિસ્તરણને લઈને ચર્ચાઓ વધી છે. દરેક રાજ્યમાં ચૂંટણી જ્ઞાતિ અને સહિયોગિતાઓનું ગણિત જોઈને મોદી (PM Modi)ની ટીમના વિસ્તરણ પર મંથન ચાલી રહ્યુ છે. આવી સ્થિતિમાં ઘણા ચહેરાઓ છે જે કેન્દ્રીય મંત્રીમંડળની રેસમાં સામેલ છે. આ રેસમાં કયા રાજ્ય અને કયા પક્ષના ચહેરાઓ છે, તે જાણવા માટે વાંચો સંપૂર્ણ સમાચાર....

the-modi-cabinet-may-soon-be-expanded-
ટૂંક સમયમાં મોદી કેબિનેટનું થઈ શકે છે વિસ્તરણ

  • ટૂંક સમયમાં મોદી કેબિનેટનું થઈ શકે છે વિસ્તરણ
  • અલગ-અલગ રાજ્યના આ ચહેરાઓને મળી શકે છે સ્થાન
  • ગુજરાતના ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના નામના સમાવેશ

હૈદરાબાદ: હાલ કેન્દ્રીય મંત્રીમંડળ(Central Cabinet)ના વિસ્તરણની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જો કે, મોદી સરકાર (Modi Goverment)ના બીજા કાર્યકાળના પ્રથમ કેબિનેટ વિસ્તરણ કેન્દ્ર સરકાર(central goverment) માટે મુશ્કેલ કાર્ય સાબિત થઈ શકે છે. હાલમાં મોદી સરકારમાં 60 પ્રધાનો છે, વિસ્તરણ પછી મંત્રીઓની સંખ્યા 80 સુધી પહોંચી શકે છે. હાલમાં ઘણા પ્રધાનોની જવાબદારી બેથી ત્રણ મોટા મંત્રાલયોની છે. મોદી કેબિનેટમાં વિસ્તરણ થયા પછી મંત્રીઓનો ભાર ઓછો થશે. આગામી કેબિનેટ વિસ્તરણમાં ચૂંટણીના રાજ્યો સાથેના રાજકીય સહયોગીઓ અને જાતિના સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવશે. વિસ્તરણની અટકળો વચ્ચે ઘણા સાંસદો આ દોડમાં સામેલ છે. BJP ઉપરાંત NDAના અન્ય પક્ષોના સાંસદો પણ લોટરી લગવાની એટલે કે કેબિનેટમાં સ્થાન મળવાની રાહ જોઇ રહ્યા છે. ચાલો અમે તમને જણાવીએ કે, વડાપ્રધાન મોદીના કેબિનેટ પ્રધાનમંડળમાં પ્રધાન બનવાની દોડમાં કયા રાજ્યના કયા ચહેરાઓ છે.

  • ગુજરાત
    ગુજરાતના ચહેરાઓ
    ગુજરાતના ચહેરાઓ

C.R.પાટિલ- ગુજરાતમાં નવસારીના લોકસભા સાંસદ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત રઘુનાથ પાટિલ પણ વડાપ્રધાન મોદીની ટીમમાં જોડાવાના દાવેદારોમાં સામેલ છે. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યના કેટલાક અન્ય ચહેરાઓ પણ આ રેસમાં સામેલ છે.

કિરીટ સોલંકી- સતત ત્રણ ટર્મથી અમદાવાદ પશ્ચિમ બેઠકના સાંસદ છે. સંસદમાં 100 ટકા હાજરીની ચર્ચામાં રહેલા સોલંકીને સર્વશ્રેષ્ઠ સંસદસભર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. હાલમાં તેઓ અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણ માટેની સંસદીય સમિતિના અધ્યક્ષ છે.

  • બિહાર
    બિહારમાંથી
    બિહારમાંથી

આરસીપી સિંઘ- JDUના નંબર બે નેતા રામચંદ્ર પ્રસાદ સિંહ રાજ્યસભાના સાંસદ અને બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારના નજીકના વિશ્વાસુ છે. યુપી કેડરના IAS અધિકારી રાજકારણી બન્યા RCP સિંહ હાલમાં JDUના પ્રમુખ છે. નીતીશ કુમારનો ગૃહ જિલ્લો નાલંદાના છે અને નીતીશ કુમારની જેમ કુર્મી જાતિના છે. નીતીશ જ્યારે રેલ્વે મંત્રી બન્યા ત્યારે RCP સિંહ તેમના વિશેષ સચિવ હતા, જ્યારે નીતીશ કુમાર મુખ્યપ્રધાન (Bihar CM) બન્યા ત્યારે તેમને મુખ્ય સચિવની જવાબદારી મળી હતી. પછી પાર્ટીમાં અકાળ નિવૃત્તિ અને એન્ટ્રી થઈ.

રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ- બિહારની ઉચ્ચ જાતિ સાથે જોડાયેલા રાજીવ રંજન સિંહ મુંગેરથી લોકસભાના સાંસદ છે અને પાર્ટી સંસદીય પક્ષના નેતા છે. તેમને નીતીશ કુમારની નજીક માનવામાં આવે છે. 2014 માં લોકસભાની ચૂંટણીમાં હાર્યા બાદ, તેમને એમએલસી બનાવીને બિહારના પ્રધાનમંડળમાં શામેલ કરવામાં આવ્યા હતા.

રામનાથ ઠાકુર- હાલમાં રાજ્યસભાના સાંસદ રામનાથ ઠાકુર બિહારના પૂર્વ મુખ્યપ્રધાન કરપૂરી ઠાકુરના પુત્ર છે. તેઓ બિહાર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે અને પહેલા પણ જેડીયુ વતી સંસદના ઉપલા ગૃહમાં પહોંચી ચૂક્યા છે. રામનાથ ઠાકુર અત્યંત પછાત વર્ગના છે, બિહારમાં અતિ પછાત વર્ગનો હિસ્સો 30 ટકા છે. બિહારમાં લોકસભાની ચૂંટણીથી લઈને વિધાનસભાની ચૂંટણી સુધી દરેક જણ આ વોટબેંક પર નજર રાખી રહી છે. અત્યંત પછાત વર્ગને મોદી કેબિનેટમાં મોકલીને સંદેશ આપી શકાય છે.

સંતોષ કુમાર - બિહારની પૂર્ણિયા લોકસભા બેઠકના સાંસદ છે. તેઓ રાજ્યના આવા ત્રીજા સાંસદ છે કે જેમણે 6 લાખથી વધુ મત મેળવ્યા હતા. બીજી વખત લોકસભામાં પહોંચેલા સંતોષ કુમાર કુશવાહ જાતિના છે, જેડીયુ ક્વોટાથી જે બે-ત્રણ નામોની ખૂબ ચર્ચા થાય છે, તેમાં સંતોષ કુમારનું નામ પણ છે.

પશુપતિ કુમાર પારસ- LJPમાં ચાલી રહેલા હંગામા વચ્ચે પશુપતિ કુમાર પારસ પણ કેન્દ્રીય મંત્રીમંડળમાં પ્રવેશ મેળવી શકે છે. તેઓ એલજેપીના ભૂતપૂર્વ પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનના સૌથી નાના ભાઈ છે. તે હાજીપુરના વર્તમાન લોકસભા સાંસદ છે, 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને નીતીશ કુમારની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

  • ઉત્તર પ્રદેશ
    ઉત્તરપ્રદેશના ચહેરાઓ
    ઉત્તરપ્રદેશના ચહેરાઓ

અનીલ જૈન- રાજ્યસભાના સાંસદ અનિલ જૈને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવથી લઈ રાષ્ટ્રીય કારોબારીના સભ્યની જવાબદારી સંભાળી ચુક્યા છે. તેઓ હરિયાણા અને છત્તીસગઢના પ્રભારી પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેમણે ઘણા રાજ્યોના સહ પ્રભારી સહિતના સંગઠનમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.

વરૂણ ગાંધી- સતત ત્રીજી વખત સાંસદ બનનારા વરૂણ ગાંધી પણ કેબિનેટની રેસમાં માનવામાં આવી રહ્યા છે. આવતા વર્ષે યોજાનારી યુપી વિધાનસભાની ચૂંટણી(UP Assembly elections)જોતા તેમને યુવા ચહેરા તરીકે કેન્દ્રીય કેબિનટેમાં સ્થાન મળી શકે છે. આ પહેલા પણ કેબિનેટ વિસ્તરણમાં તેમનું નામ ચર્ચામાં રહ્યું છે.

અનુપ્રિયા પટેલ- અપના દળના પ્રમુખ અનુપ્રિયા પટેલ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરથી લોકસભા સાંસદ છે, તે મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં કેન્દ્રીય આરોગ્ય રાજ્ય પ્રધાન રહી ચૂકી છે. યુપીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને મંત્રી પદની રેસમાં પણ માનવામાં આવી રહ્યા છે.

સ્વતંત્ર દેવ સિંહ- ઉત્તર પ્રદેશ ભાજપ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ યુપી સરકાર (UP Goverment)માં મંત્રી રહી ચૂક્યા છે. ABVPથી લઈને RSS અને હવે ભાજપમાં મહત્વની ભૂમિકા નિભાવનારા સ્વતંત્ર દેવ સિંહ પણ મોદી કેબિનેટની રેસમાં સ્થાન મેળવી શકે છે. બુંદેલખંડનું પ્રતિનિધિત્વ કરનારા સ્વતંત્ર દેવસિંહની આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા રહેશે.

પંકજ ચૌધરીઃ મહારાજગંજ લોકસભા બેઠક પરથી સાંસદ છે. છઠ્ઠી વખત સાંસદ બનેલા પંકજ ચૌધરીને આ વખતે મોદી કેબિનેટમાં જોડાવાની તક મળી શકે છે.

  • રાજસ્થાન
    રાજસ્થાનના ચહેરાઓ
    રાજસ્થાનના ચહેરાઓ

ભૂપેન્દ્ર યાદવ- રાજ્યસભાના સાંસદ ભૂપેન્દ્ર યાદવને સંગઠનના નિષ્ણાંત ખેલાડી માનવામાં આવે છે. શાહ અને નડ્ડાના નજીકના સાથી ભૂપેન્દ્ર યાદવે રાજસ્થાનથી લઈને ગુજરાત અને યુપીથી બિહાર સુધીની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભૂપેન્દ્ર યાદવ માટે એવું કહેવામાં આવે છે કે, જે રાજ્યમાં તેમને જવાબદારી સોંપવામાં આવી હતી, તેમણે તે પૂર્ણ કર્યું અને પાર્ટીને જીતની ભેટ આપીને પાછા ફર્યા છે. આવી સ્થિતિમાં તેમને મોદી પ્રધાનમંડળનો ભાગ માનવા માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. યુપી વિધાનસભાની ચૂંટણી ટૂક સમયમાં યોજાશે, જ્યાં યાદવ વોટબેંકને ધ્યાનમાં રાખીને ભૂપેન્દ્ર યાદવને મોદીના મંત્રીમંડળની ટીમમાં સ્થાન મળી શકે છે.

રાજ્યવર્ધન સિંહ રાઠોડ- ઓલિમ્પિક પદક વિજેતા રાજ્યવર્ધન સિંહ રાઠોડ, જેણે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાની જવાબદારી નિભાવી છે, તેઓને ફરી એકવાર મંત્રી પદના દાવેદાર માનવામાં આવી રહ્યા છે. રાઠોડ સતત બીજી વખત જયપુર ગ્રામીણ લોકસભા બેઠક પરથી સંસદ પહોંચ્યા છે અને મોદી સરકાર પાર્ટ -1 માં રમત પ્રધાનની જવાબદારી નિભાવી ચુક્યા છે.

દીયા કુમારી- રાજસમંદની લોકસભા સાંસદ દીયા કુમારીને મોદી પ્રધાનમંડળમાં મહિલા પ્રધાન તરીકે દાખલ કરી શકાય છે. રાજવી પરિવાર સાથે જોડાયેલી દીયા કુમારી સવાઈ માધોપુરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.

રાહુલ કસવાન- રાજસ્થાનના ચુરુથી ભાજપના સાંસદ રાહુલ કસવાન સતત બીજી વખત લોકસભા પહોંચ્યા છે. રાજસ્થાનમાંથી સૌથી યુવા સાંસદ ચૂંટાયા છે.

  • મધ્યપ્રદેશ

જ્યોતિરાદિત્ય સિંધિયા- કોંગ્રેસનો હાથ છોડીને કમળ હાથમાં લેનારા જ્યોતિરાદિત્ય સિંધિયા હાલમાં ભાજપના રાજ્યસભા સાંસદ છે. કોંગ્રેસની ટિકિટ પર ગુનાથી ચાર વખત સાંસદ રહી ચૂકેલા સિંધિયા મનમોહન સિંઘ કેબિનેટમાં પણ પ્રધાન રહી ચૂક્યા છે. મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારને પછાડવામાં અને શિવરાજ ચૌહાણની સરકાર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર જ્યોતિરાદિત્ય સિંધિયાને મંત્રી પદ મળવાનું નિશ્ચિત માનવામાં આવે છે.

કૈલાસ વિજયવર્ગીય- ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય કોઈ પણ ચૂંટણી હાર્યા વગર સતત 6 વાર વિધાનસભા પહોંચ્યા છે. રાજ્ય સરકારમાં પ્રધાન હોવા ઉપરાંત તેમને રાજ્યોના પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી હતી. હરિયાણામાં બીજેપીની પહેલી સરકાર બનાવવામાં અને લોકસભાની ચૂંટણીઓ દરમિયાન બંગાળની 18 બેઠકો પર કમળ ખીલવવામાં તેમનો મુખ્ય ફાળો છે.

  • આસામ
    આસામના ચહેરાઓ
    આસામના ચહેરાઓ

સર્વાનંદ સોનોવાલ- આસામના પૂર્વ મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ પણ મોદી પ્રધાનમંડળમાં પ્રવેશ કરી શકે છે. વર્ષ 2016 માં આસામમાં પહેલું કમળ ખીલવ્યા બાદ આ વર્ષે સતત બીજી વખત આસામમાં બીજેપીની સરકાર બનાવવામાં સોનોવાલનું મહત્વનું યોગદાન રહ્યું છે. સોનોવાલને વર્ષ 2016 માં ભાજપ દ્વારા મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા પરંતુ આ વખતે આ જવાબદારી હેમંત બિસ્વા સરમાને આપવામાં આવી છે. આવી સ્થિતિમાં તેમને મંત્રી પદની ભેટ મળી શકે છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં આસામની લોકસભાની 14 બેઠકોમાંથી ભાજપને સાત અને 2019 માં નવ બેઠકો મળી હતી. આમાં સર્વાનંદ સોનોવાલની ભૂમિકા પણ મહત્વની હતી. સોનોવાલે મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં બે વખતના લોકસભા સાંસદ અને રમત પ્રધાન તરીકે પણ કામ કર્યું છે.

  • પશ્ચિમ બંગાળ

દિનેશ ત્રિવેદી- તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અને તે પછી ટીએમસી ક્વોટાથી કેન્દ્રમાં પ્રધાન રહી ચૂક્યા છે. રેલ્વે મંત્રીની જવાબદારી સંભાળ દિનેશ ત્રિવેદી હવે ભાજપ સાથે છે. આવી સ્થિતિમાં તેઓ મોદી કેબિનેટમાં પ્રવેશ પણ મેળવી શકે છે.

  • ઓડિશા

અશ્વિની વૈષ્ણવ- અમલદારશાહીથી રાજકારણી બનેલા અશ્વિની વૈષ્ણવ ઓડિશાના ભાજપના રાજ્યસભા સાંસદ છે. તે બાલાસોર અને ઓડિશાના કટકના કલેક્ટર રહી ચૂક્યા છે. જ્યારે અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન બન્યા ત્યારે તેમને PMOમાં નાયબ સચિવની જવાબદારી મળી હતી. બાદમાં તેમને અટલ બિહારી વાજપેયીના અંગત સચિવ બનાવવામાં આવ્યા.

બૈજયંત પાંડા- બૈજયંત પાંડા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રવક્તા છે. બૈજુ લોકસભાના સાંસદ અને જનતા દળના રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. પરંતુ વર્ષ 2018 માં પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓના આરોપસર તેમને પાર્ટીની બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. જે પછી તેઓ વર્ષ 2019 માં ભાજપમાં જોડાયા હતા.

  • મહારાષ્ટ્ર
    મહારાષ્ટ્રના ચહેરાઓ
    મહારાષ્ટ્રના ચહેરાઓ

નારાયણ રાણે- મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન નારાયણ રાણે ભાજપના રાજ્યસભા સાંસદ છે. શિવસેના પછી કોંગ્રેસની રચના કરી અને પછી પોતાનો પક્ષ બનાવ્યા પછી તેઓ ભાજપમાં જોડાયા. મહારાષ્ટ્રમાં તે 6 વખત ધારાસભ્ય, વિપક્ષી નેતા સહિત કેબિનેટ મંત્રીની અનેક જવાબદારીઓ નિભાવી છે.

પ્રીતમ મુંડે- પૂર્વ કેન્દ્રીય પ્રધાન ગોપીનાથ મુંડેની પુત્રી પ્રીતમ મુંડે તેમના પિતાનો રાજકીય વારસો આગળ ધપાવી રહી છે. તેઓ સતત બીજી વખત મહારાષ્ટ્રના બીડના લોકસભા સાંસદ છે. 2014 માં તેના પિતાના અવસાન પછી પાર્ટીએ તેમને ટિકિટ આપી હતી.

  • હરિયાણા

સુનિતા દુગ્ગલ- IRS અધિકારી સુનિતા દુગ્ગલે વર્ષ 2014માં નોકરી છોડી અને ભાજપમાં જોડાયા હતા. 2014માં હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા બાદ પાર્ટીએ તેમને 2019માં લોકસભાની ચૂંટણીમાં ઉતાર્યા હતા. તેમણે સિરસા લોકસભાની ચૂંટણી જીતી હતી.

  • દિલ્હી

મીનાક્ષી લેખી- નવી દિલ્હી લોકસભા બેઠક પરથી સતત બીજી વખત સાંસદ છે. વ્યવસાયે વકીલ મીનાક્ષી લેખી એક ધારદાર પ્રવક્તા છે. મીનાક્ષી લેખી જે ભાજપ મહિલા મોરચાના વાઇસ પ્રેસિડેન્ટ હતા, તેઓ મોદી કેબિનેટમાં મહિલા ચહેરાના અભાવને ભરી શકે છે.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના નેતાઓની ઓગસ્ટ-2019 પછી પહેલી વાર વડાપ્રધાન મોદીના અધ્યક્ષતામાં યોજાશે બેઠક

ઉપરાંત અન્ય રાજ્યના ભાજપના આ ચહેરાઓને પણ મળી શકે છે સ્થાન

આ ઉપરાંત લદ્દાખના ભાજપના સાંસદ જમ્યાંગ ત્રેસિંગ નમગ્યાલ, કર્ણાટકના રાજ્યસભા સાંસદ રાજીવ ચંદ્રશેખર, પૂર્વ કેન્દ્રીય રાજ્ય પ્રધાન પી.પી.ચૌધરી, રાજસ્થાનમાં સીકરના સાંસદ સ્વામી સુમેદાનંદ સરસ્વતી પણ મોદી કેબિનેટમાં શામેલ થઈ શકે છે. જોકે કેબિનેટ વિસ્તરણ દરમિયાન ચૂંટણીલક્ષી રાજ્યોની માંગ ઉંચી હોઈ શકે છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેબિનેટમાં જાતિના સમીકરણો અને સહયોગિયોએ પણ ધ્યાન રાખવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.