ETV Bharat / bharat

પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર - Income tax

હાલમાં આધાર કાર્ડ હોવું ખૂબ જ જરૂરી બન્યું છે અને તેને ફોન નંબરથી માંડીને બેન્ક સાથે લિંક કરવુ પણ ફરજીયાત બન્યું છે. આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવું પણ ફરજીયાત છે.સરકાર દ્વારા આધાર લિંક માટે સરળ સુવિધા આપી છે, જેના દ્વારા લોકો સરળતાથી પોતાનુ આધાર પાનકાર્ડ સાથે લિંક કરી શકે.

PAN Card
પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર
author img

By

Published : Aug 19, 2021, 1:48 PM IST

  • પાનકાર્ડ આધારકાર્ડ સાથે જોડવું ફરજીયાત
  • લિંક કરવાની છેલ્લી તારીખ 30 સ્પટેમ્બર 2021
  • ઘરે બેઠા લીંક કરી શકો છો પાનકાર્ડને આધાર સાથે

ન્યુઝ ડેસ્ક: ઈન્કમ ટેક્સ અને અન્ય જરૂરી કામકાજ માટે હવે આધાર કાર્ડ(Aadhar Card) હોવું ફરજિયાત છે. આધાર કાર્ડ માટેના નિયમો પણ સરકાર કડક બનાવી રહી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ(Income Tax Department)ના જણાવ્યા અનુસાર પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31મી માર્ચ, 2021 નક્કી કરી છે. જો આ તારીખ સુધી આધાર-પાન લિંક નહીં થયું નહી હોય તો પાનકાર્ડ સસપેન્ડ થઈ શકે છે. અગાઉ આ તારીખ 30 જુન, 2020 હતી, પરંતુ કોરોના મહામારીને પગલે આ તારીખ લંબાવીને 31મી માર્ચ, 2021 કરવામાં આવી હતી, પણ કોરોનાની બીજી લહેરના કારણે આ તારીખ ફરી એકવાર લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે.

સારી સુવિધા

અંતિમ સમયની ડેડલાઈન અને ઓનલાઈન પોર્ટલ પર લોડ વધતા ઈન્કમ ટેક્સ વિભાગે કરદાતાઓને એક અનોખી સરળ સુવિધા આપી છે. હવે પાનકાર્ડને SMS થકી પણ આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો.

આ પણ વાંચો : ભારતે તાલિબાન સાથે સાર્વજનિક સંબધ સ્થાપવા જોઈતા હતા: પૂર્વ વિદેશ પ્રધાન નટવર સિંહ

કેવી રીતે કરવું લીંક

સૌપ્રથમ તમારે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 567638 અથવા 56161 પર એસએમએસ કરવો પડશે. મેસેજમાં તમારે UIDPAN લખીને સ્પેસ છોડો અને 12-અંકનો આધાર નંબર લખો. ફરી સ્પેસ છોડીને 10 અંકનો પાન નંબર લખો અને મેસેજ 567678 પર મોકલો.

આ પણ વાંચો : બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસાની તપાસ કરશે સીબીઆઈ, હાઈકોર્ટનો નિર્ણય

ઓનલાઈન કરી રીતે લિંક કરવા?

ઓનલાઈન લિંક કરવા માટે સત્તાવાર વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in ઓપન કરો. ત્યાં તમને Link Aadhar(લિંક આધાર)નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરશો એટલે એક નવું ટેબ ખુલશે. તેમાં તમારે આધાર નંબર, પાન નંબર, નામ, કેપ્ચા કોડ(Captcha Code) દાખલ કરવો પડશે. આ પછી લિંક આધાર(Link Aadhaar) પર ક્લિક કરો. Error ન બતાવે અને Sucessfulનો મેસેજ આવશે, એટલે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક થઈ જશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.