ETV Bharat / bharat

કૉંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના ઘર પર પથ્થરમારો, આગ પણ ચાંપવામાં આવી - સનરાઇઝ ઓવર અયોધ્યા

પૂર્વ કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદ (salman khurshid)ના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક 'સનરાઇઝ ઓવર અયોધ્યા' (sunrise over ayodhya) પર વિવાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો. સલમાન ખુર્શીદના નૈનીતાલ (nainital) સ્થિત ઘર પર આગ લગાવવામાં આવી અને પથ્થરમારો થયો છે.

કૉંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના ઘર પર પથ્થરમારો, આગ પણ ચાંપવામાં આવી

author img

By

Published : Nov 15, 2021, 7:50 PM IST

  • અયોધ્યા પર વિવાદાસ્પદ પુસ્તકને કારણે વિવાદ
  • પુસ્તકમાં હિંદુત્વની તુલના ISIS અને બોકો હરામ સાથે કરી
  • ખુર્શીદનો હિંદુ સંગઠનો સાથે જોડાયેલા લોકો વિરોધ કરી રહ્યા છે

નૈનીતાલ: કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ (congress leader salman khurshid)ના નૈનીતાલ સ્થિત ઘર પર આગ લગાવવામાં આવી અને પથ્થરમારો (stone pelting) કરવામાં આવ્યો. આ ઘટનાની જાણકારી કૉંગ્રેસ (congress) નેતાએ ફેસબુક પર શેર કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઉપદ્રવીઓના હાથમાં ભાજપ (bjp)નો ઝંડો હતો અને તેઓ સાંપ્રદાયિક નારા (sectarian slogans) લગાવી રહ્યા હતા.

'સનરાઇઝ ઓવર અયોધ્યા' પર વિવાદ

પૂર્વ કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક 'સનરાઇઝ ઓવર અયોધ્યા' પર વિવાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો. તાજી ઘટના નૈનીતાલના રામગઢ (nainital ramgarh)ની છે, જ્યાં બજરંગ દળ (bajrangdal)ના કાર્યકર્તાઓએ સલમાન ખુર્શીદના નિવાસસ્થાન પર પથ્થરમારો કર્યો અને આગ લગાવી. તો સૂચના મળતા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી.

ખુર્શીદ પર હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

ઉલ્લેખનીય છે કે સલમાન ખુર્શીદના પુસ્તક 'સનરાઇઝ ઓવર અયોધ્યા-નેશનહૂડ ઇન ઑવર ટાઇમ્સ' (sunrise over ayodhya: nationhood in our times)ને લઇને દેશમાં અનેક જગ્યાએ વિવાદ થઈ ચૂક્યો છે. ખુર્શીદ પર હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. આવામાં ઠેરઠેર સલમાન ખુર્શીદનો હિંદુ સંગઠનો સાથે જોડાયેલા લોકો વિરોધ કરી રહ્યા છે. આવામાં સોમવારના બજરંગ દળના કાર્યકર્તા નૈનીતાલના રામગઢ સ્થિત તેમના નિવાસસ્થાન પર પહોંચ્યા. સાથે જ ત્યાં પથ્થરબાજી અને આગ પણ લગાવવામાં આવી.

ખુર્શીદે હિંદુત્વની તુલના ISIS અને બોકો હરામ સાથે કરી

ઉલ્લેખનીય છે કે પૂર્વ વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદ પોતાના પુસ્તક 'સનરાઇઝ ઓવર અયોધ્યા'ને લઇને વિવાદોમાં છે. સલમાન ખુર્શીદે પોતાના પુસ્તકમાં હિંદુત્વની તુલના આતંકવાદી સંગઠન ISIS અને બોકો હરામ સાથે કરી છે અને હિંદુત્વની રાજનીતિને ખતરનાક ગણાવી છે. ફેસબુક પર ઘટનાની તસવીર શેર કરતા સલમાન ખુર્શીદે કહ્યું કે, 'શું હું હજુ પણ ખોટો છું? શું આ હિંદુત્વ હોઈ શકે છે?' સલમાન ખુર્શીદ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, હવે આવી ચર્ચા કરવામાં આવી રહી છે. તેમણે લખ્યું કે, 'શરમ ઘણો અપ્રભાવશાળી શબ્દ છે. આ ઉપરાંત મને હજુ પણ આશા છે કે જો વધારે નહીં તો ઓછામાં ઓછું એક દિવસ એક સાથે તર્ક કરી શકીએ છીએ અને અસંમત થવા પર સંમત થઈ શકીએ છીએ.'

શશિ થરૂરે ખુર્શિદના ઘર પર થયેલા હુમલાની ટીકા કરી

તેમણે કહ્યું કે, 'એવી અપેક્ષા હતી કે હું મારા મિત્રો માટે આ દરવાજા ખોલીશ, જેમણે આ કોલિંગ કાર્ડ છોડી દીધું છે.' ખુર્શીદે પૂછ્યું, 'શું હું હજુ પણ ખોટો છું કે આ હિંદુ ધર્મ ન હોઈ શકે?' ખુર્શીદના ઘરે આગ લગાવવાની ઘટના પર કૉંગ્રેસ સાંસદ શશિ થરૂરે ટીકા કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, આ શરમજનક છે.

આ પણ વાંચો: હબીબગંજથી રાણી કમલાપતિમાં ફેરવાયા પછી કેટલું બદલાઈ ગયું દેશનું પ્રથમ પ્રાઈવેટ રેલવે સ્ટેશન, જુઓ Exclusive photos

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ બિરસા મુંડાના સન્માનમાં મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.