ETV Bharat / bharat

મણિપુરમાં અયોગ્ય જાહેર થયેલા ભાજપના 12 ધારાસભ્યોને સરકાર બચાવી રહી છેઃ કોંગ્રેસ

મણિપુરમાં 12 ધારાસભ્યોને અયોગ્ય જાહેર ન કરવા અંગે કોંગ્રેસે હવે પ્રશ્નો ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતાઓએ રાજ્યપાલ પર ભાજપનો પક્ષ લેવાનો આક્ષેપ પણ મુક્યો છે.

મણિપુરમાં અયોગ્ય જાહેર થયેલા ભાજપના 12 ધારાસભ્યોને સરકાર બચાવી રહી છેઃ કોંગ્રેસ
મણિપુરમાં અયોગ્ય જાહેર થયેલા ભાજપના 12 ધારાસભ્યોને સરકાર બચાવી રહી છેઃ કોંગ્રેસ
author img

By

Published : Mar 3, 2021, 10:05 AM IST

  • કોંગ્રેસ નેતાઓએ રાજ્યપાલ પર પણ ભાજપનો પક્ષ લેવાનો મુક્યો આક્ષેપ
  • ભાજપ રાજ્યમાં ગેરબંધારણીય રીતે સરકાર ચલાવી રહી છેઃ કોંગ્રેસ
  • રાજ્યપાલ અને ચૂંટણી પંચ આ મુદ્દા પર જાણી જોઈને નિર્ણય નથી લેતાઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ કોંગ્રેસે મંગળવારે સરકાર પર મણિપુરમાં 12 ધારાસભ્યોને અયોગ્ય જાહેર ન કરવા પર રાજધર્મનો ત્યાગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ કહ્યું હતું કે, ભાજપ રાજ્યમાં કૃત્રિમ બહુમત બનાવીને ગેરબંધારણીય રીતે સરકાર ચલાવીને લોકતંત્રને વિકૃત કરી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 12 ધારાસભ્યોને લાભના પદ મામલામાં અયોગ્ય જાહેર કરવા જોઈએ, પરંતુ બંધારણીય અધિકારીઓ કોઈ નિર્ણય નથી લઈ રહ્યા અને આમાં વિલંબ કરી રહ્યા છે.

સરકારે હાઈકોર્ટના નિર્ણયને પણ અવગણ્યોઃ કોંગ્રેસ પ્રવક્તા

કોંગ્રેસ પ્રવક્તા અભિષેક સિંઘવીએ જણાવ્યું હતું કે, વર્ષ 2017માં જે 12 ધારાસભ્યો બદલાયા હતા. તેમને મણિપુરમાં સંસદીય સચિવ બનાવવામાં આવ્યા, પરંતુ ત્યારબાદ તેમને હટાવી દેવામાં આવ્યા હતા. કારણ કે તેઓ લાભના પદ પર હતા. સપ્ટેમ્બર 2020માં મણિપુર હાઈકોર્ટના નિર્ણય પછી પણ ધારાસભ્યોને અયોગ્ય જાહેર નહોંતા કરવામાં આવ્યા. આ સાથે જ તેમણે આક્ષેપ કર્યો હતો કે, રાજ્યપાલ અને ચૂંટણી પંચ આ મુદ્દા પર પોતાનો નિર્ણય લેવા પર સમય લગાવી રહી છે.

કોંગ્રેસ પ્રવક્તા સાથે પૂર્વ મુખ્યપ્રધાન પણ ઉપસ્થિત રહ્યા

કોંગ્રેસ પ્રવક્તા અભિષેક સિંઘવીની સાથે પૂર્વ મુખ્યપ્રધાન ઈબોબીસિંહ અને પાર્ટીના અન્ય નેતા અને ધારાસભ્યો પણ ઉપસ્થિત હતા. સિંઘવીએ જણાવ્યું હતું કે, ભાજપના 12 ધારાસભ્યો સામે કાર્યવાહી ન કરીને જાણી જોઈને અને ગેરબંધારણીય રીતે સમય લગાવવામાંં આવી રહ્યો છે. વર્ષ 2017માં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત મળ્યો હતો, પરંતુ માર્ચ 2017માં ખરીદ વેચાણ અને અયોગ્ય ગતિવિધિઓ દ્વારા 28 ધારાસભ્યોવાળા સ્પષ્ટ બહુમતને એક કૃત્રિમ અલ્પમતમાં ફેરવી દેવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.