- અફઘાનિસ્તાનના 83 કૈડે્સના ભવિષ્યય ખતરામાં
- દેહેરાદૂન IMAમાં લઈ રહ્યા છે ટ્રેનિંગ
- રાબેતા મુજબ ચાલી રહી છે તેમની તાલિમ
દેહેરાદૂન: રાજધાના કાબૂલ સમેત આખા અફઘાનિસ્તાન પર તાલિબાનીઓએ પોતાનો કબ્જો કરી લીધો છે.હાલમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનની હુકુમત છે. એવામાં દેહેરાદૂનમાં આવેલા ઈન્ડીય મિલિટ્રી એકેડમીમાં પ્રશિક્ષણ લઈ રહેલા અફઘાનિસ્તાનના 83 કૈડેટ્સનુ ભવિષ્ય જોખમાયું છે, કારણ કે અફઘાનિસ્તાનની સેના પોતે જ તાલિબાન સામે સરેન્ડર કરી ચૂકી છે. એટલે હવે આ કૈડેટ્સને ખબર નથી પડી રહી કે તેમને ક્યા જવું.
18 મિત્રો દેશના કૈટેટ્સ આવે છે તાલિમ લેવા
દર વર્ષે 18 મિત્ર દેશોના મોટી માત્રામાં કૈડેટ્સ દેહેરાદૂન IMAમાં ટ્રેનિંગ લેવા માટે આવે છે. અહીંથી પાસ આઉટ થયા બાદ તે પોતાના દેશની સેનામાં અધિકારી બનીને તેનું નેતૃત્વ કરે છે. આમાં મોટી માત્રામાં અફઘાની સૈનિકો પણ હોચ છે. દરેક દેશનો કોટા નક્કી હોય છે. પાછલા કેટલાક વર્ષોમાં અફઘાનિસ્તાનનો કોટા વધારવામાં આવ્યો છે.
આ પણ વાંચો : તાલિબાનના ટોપ કમાન્ડરે IMA દહેરાદૂનમાં લીધી હતી તાલીમ, જાણો કોણ છે?
અંધકારમાં ભવિષ્ય
હાલમાં 83 કૈડેટ્સ ટ્રેનિંગ IMF દેહેરાદૂનમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. એમાંથી 40 કૈડેટ્સ ડિસેમ્બરમાં થવા વાળી પાસિંગ આઉટ પરેડમાં અધિકારી બનીને પોતાના દેશની સેનાનું નેતૃત્વ કરતા પણ તે પહેલા અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબ્જો કરી લીધો હતો. અફઘાનિસ્તાનમાં હાલમાં તાલિબાની હુકુમત છે. અફઘાનિસ્તાનની સેનાએ તાલિબાનીઓ આગળ સરેન્ડર કરી ચૂકી છે. એવામાં 82 કૈડેટ્સનું ભવિષ્ય ખતરામાં છે.
રોજે ચાલી રહી છે ટ્રેનિંગ
IMAના જનસંપર્ક અધિકારી લેફ્ટનેંટ કર્નલ હિમાની પંતએ જણાવ્યું કે એકડમીમાં 18 રાષ્ટ્રના જેન્ટલમેન દર વર્ષ અહી અધીકારી બનવાની ટ્રેનિંગ લે છે. અફઘાની કૈડે્સ પણ અંહીયા તાલિમ લઈ રહ્યા છે. હાલમાં તેમની ટ્રેનિંગ દરરોજની જેમ ચાલી રહી છે. અફઘાનિસ્તાનની પરિસ્થિતિના કારણે તેમની તાલિમ પર કોઈ અસર નથી પડ્યો. હિમાની પંતે જણાવ્યું કે, આગામી ડિસેમ્બરમાં થવા વાળી POPમાં અફઘાનિસ્તાનના 43 જેન્ટલમેન પાસ થશે અને જૂન 2022માં 40 અફઘાનિ જેન્ટમેન પાસ આઉટ થશે. હાલમાં આ જેન્ટમેનને લઈને ભારત સરકાર કે અફઘાનિસ્તાનથી કોઈ સંદેશો નથી આવ્યો. ભવિષ્યમાં રક્ષામંત્રાલય જે રીતના દિશા-નિર્દેશ બહાર પાડશે, IMA તે રીતે કામ કરશે.
આ પણ વાંચો : દરેક અમેરિકન નાગરિકને અફઘાનિસ્તાનની બહાર કાઢ્યા બાદ જ પરત ફરશે અમારા સૈનિકો : જો બાઇડન
તાલિબાનના હાથમાં ભવિષ્ય
શોર્ય ચક્ર વિજેતા નિવૃત કર્નલ રાકેશ સિંહ કુકરેતીએ જણાવ્યું કે હાલમાં તાલિબાનને રૂસ, પાકિસ્તાન, ,ચીને માન્યતા આપી છે. જો અન્ય દેશો તરફથી પણ તાલિબાનને માન્યતા મળશે તે તાલિબાન સરકારની જરૂરીયાત પ્રમાણે IMAથી પાસ આઉટ થયેલા અફઘાન કૈડે્સને પરત તેમના દેશે મોકલવામાં આવશે