રાયપુર: છત્તીસગઢમાં આજે (7 નવેમ્બરે) પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે, 9 વાગ્યા સુધીમાં 9.93 ટકા મતદાન નોંધાયું છે. છત્તીસગઢની 90માંથી 20 બેઠકો પર અલગ-અલગ સમયે મતદાન યોજાઈ રહ્યું છે. નક્સલ પ્રભાવિત અને સંવેદનશીલ મતદાન કેન્દ્રોમાં સવારે સાત વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલું રહેશે. પ્રથમ તબક્કાની 20 બેઠકો માંથી ઘણી બેઠકો નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં છે. રાજનાંદગાંવ ડિવિઝન પછી બસ્તર ડિવિઝન સૌથી વધુ નક્સલ પ્રભાવિત વિસ્તાર છે. ચૂંટણી પહેલા બસ્તરના કાંકેર અને નારાયણપુરમાં પણ નક્સલવાદી હિંસા થઈ છે. જેમાં બે સુરક્ષા કર્મીઓ અને બે મતદાન કર્મીઓ ઘાયલ થયા હતા. બસ્તરમાં દરેક ખૂણે-ખૂણે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ઘણા વિસ્તારોમાં, હેલિકોપ્ટર દ્વારા મતદાન કેન્દ્રો પર મતદાન ટીમો મોકલવામાં આવી છે.
-
#WATCH बस्तर: छत्तीसगढ़ विधानसभा चुनाव 2023 के लिए पहले चरण का मतदान शुरू हो गया है। नारायणपुर से भाजपा उम्मीदवार केदार कश्यप ने अपना मतदान किया। pic.twitter.com/qiHqIePN85
— ANI_HindiNews (@AHindinews) November 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH बस्तर: छत्तीसगढ़ विधानसभा चुनाव 2023 के लिए पहले चरण का मतदान शुरू हो गया है। नारायणपुर से भाजपा उम्मीदवार केदार कश्यप ने अपना मतदान किया। pic.twitter.com/qiHqIePN85
— ANI_HindiNews (@AHindinews) November 7, 2023#WATCH बस्तर: छत्तीसगढ़ विधानसभा चुनाव 2023 के लिए पहले चरण का मतदान शुरू हो गया है। नारायणपुर से भाजपा उम्मीदवार केदार कश्यप ने अपना मतदान किया। pic.twitter.com/qiHqIePN85
— ANI_HindiNews (@AHindinews) November 7, 2023
ભાજપની શાખ દાવ પર: પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ભાજપની શાખ દાંવ પર લાગેલી છે. જે 20 બેઠક પર પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે, જેમાંથી માત્ર રાજનાંદગાંવની એક બેઠક પર જ ભાજપ તરફથી પૂર્વ મુખ્યમંત્રી ડૉ. રમન સિંહ ધારાસભ્ય છે. બાકી બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્ય છે.
20 બેઠક પર 233 ઉમેદવારો: પ્રથમ તબક્કાની 20 વિધાનસભા વિસ્તારમાં કુલ 233 ઉમેદવારો ચૂંટણી મેદાન પર છે જેમાં 198 પુરૂષ અને 25 મહિલાઓ છે. પ્રથમ તબક્કા માટે 40 લાખ 78 હજાર 681 મતદાર પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. જેમાં 19 લાખ 93 હજાર 937 પુરૂષ મતદાર, 20 લાખ 84 હજાર 675 મહિલા મતદાર તથા 69 થર્ડ જેન્ડર મતદાર સામેલ છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે કુલ 5,304 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.
ભાજપ-કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો: મહત્વપૂર્ણ છે કે, છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી, જોગી કોંગ્રેસ, બસપા અને ગોંગપા ઉપરાંત સીપીઆઈ પણ ચૂંટણી લડી રહી છે. પરંતુ મુખ્ય લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હોવાનું મનાઈ છે.