- જનરલ બિપિન રાવતનાં આજે કરવામાં આવશે અંતિમ સંસ્કાર
- બિપિન રાવતના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવ્યો
- તેમના નિવાસસ્થાન પર કરાશે અંતિમ સંસ્કાર
દિલ્હી: જનરલ બિપિન રાવતના પાર્થિવ દેહને આજે તેમના નિવાસસ્થાન કેન્ટ બેરાર સ્ક્વાયર ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને અહીં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સૈન્ય સન્માન સાથે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. સવારે 11 વાગ્યે સામાન્ય લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી શકશે, જ્યારે 12:30થી સૈન્ય અધિકારીઓ શ્રદ્ધાંજલિ આપશે.
CDS જનરલ રાવતનાં સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
જનરલ રાવત અને અન્યોના પાર્થિવ દેહને રોડ માર્ગે કોઈમ્બતુર લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાંથી C-130J એરક્રાફ્ટ દ્વારા નવી દિલ્હી લઈ જવામાં આવ્યાં હતાં. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંસદમાં જણાવ્યું હતું કે, ભારતના પ્રથમ CDS જનરલ રાવતને સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને અન્ય સૈન્ય કર્મચારીઓના પણ યોગ્ય સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આ પણ વાંચો : Bipin Rawat Chopper Crash: ભારત અને યુએસ સંરક્ષણ ભાગીદારીના મજબૂત સમર્થક હતા: અમેરિકા
આ પણ વાંચો : CDS General Bipin Rawat: વેલિંગ્ટનમાં CDS જનરલ બિપિન રાવત સહિત શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ