- રાફેલની પાંચમી બેચ ભારતમાં પહોંચી
- વાયુસેનાએ ટ્વીટ કરી આપી જાણકારી
- 8 હજારનું અંતર કાપી વિમાન પહોંચ્યા ભારત
નવી દિલ્હી: વાયુસેનાએ બુધવારે જણાવ્યું હતું કે રાફેલ વિમાનની પાંચમી બેચ ફ્રાન્સથી આશરે આઠ હજાર કિલોમીટરનું અંતર કાપીને ભારત પહોંચી છે.વાયુસેનાએ ભારત પહોંચેલા વિમાનોની સંખ્યા આપી નથી, પરંતુ આ બાબત સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું છે કે નવી કન્સાઇનમેન્ટમાં ચાર વિમાન ભારત આવ્યા છે.વાયુસેનાએ જણાવ્યું હતું કે ફ્રાંસ અને સંયુક્ત આરબ અમીરાતના હવાઈ દળોએ આ સફર દરમિયાન વિમાનને બળતણ પૂરું પાડ્યું છે.
વાયુસેનાએ ટ્વિટ કર્યું છે કે, 'રાફેલલ વિમાનોની પાંચમી બેચ ફ્રાન્સના મરીનેક એરપોર્ટથી સીધી ઉડાન ભર્યા પછી 21 એપ્રિલે ભારત પહોંચ્યા છે. આ લડાકુ વિમાનોએ આશરે આઠ હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમીરાતનાં હવાઈ દળોએ આ સફર દરમિયાન વિમાનને બળતણ આપ્યું હતું તે માટે બંન્નેના સૈન્યને આભાર.
આ પણ વાંચો : જામનગરમાં ત્રણ લડાકુ વિમાન રાફેલનું આગમન
રાફેલ વિમાનની ખાસિયત
- વિશ્વના સૌથી શક્તિશાળી લડાકુ વિમાનમાંનું એક રાફેલ એક મિનિટમાં 60 હજાર ફૂટની ઉંચાઈએ પહોંચી શકે છે.
- આ વિમાન એક મિનિટમાં 2500 રાઉન્ડ ફાયરિંગ કરવાની ક્ષમતા રાખે છે.
- તેની મહત્તમ ગતિ 2130 કિમી / કલાકની છે અને તેમાં 3700 કિ.મી. સુધીની મારણ ક્ષમતા છે.
- આ વિમાન એક સમયે 24,500 કિગ્રા જેટલું વજન લઈ શકે છે, જે પાકિસ્તાનના એફ -16 કરતા 5300 કિલો વધારે છે.
- રાફેલ દ્વારા પરમાણુ હુમલો પણ કરી શકાય છે, પાકિસ્તાનના સૌથી શક્તિશાળી ફાઇટર જેટ F-16 અને ચીનના j-20માં પણ આ ખૂૂબી નથી.
- હવાથી લઈને જમીન પર હુમલો કરવામાં સક્ષમ રાફેલમાં 3 પ્રકારની મિસાઇલો લાગશે. હવામાં મારતી મીટિયોર મિસાઇલ, એર-ટુ ગ્રાઉન્ડ સ્કેલ્પ મિસાઇલ અને ત્રીજી હેમર મિસાઇલ છે. આ મિસાઇલોથી સજ્જ થયા બાદ રાફેલ કાળ બની દુશ્મનો પર હુમલો કરશે