- દેશમાં કોરોના સામે લડવા વધુ એક વેક્સિનનો વધારો
- દેશમાં રશિયાની સ્પૂતનિક વી વેક્સિનનું ઉત્પાદન થશે
- ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝ સ્પૂતનિક વીનું ઉત્પાદન કરી રહી છે
- ભારતમાં સ્પૂતનિક વી વેક્સિનની કિંમત રૂ. 995 હશે
હૈદરાબાદઃ દેશમાં રશિયાની કોરોનાની વેક્સિન સ્પૂતનિક વીનું ઉત્પાદન ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝ કરી રહી છે. ત્યારે દેશમાં હવે આ સ્પૂતનિક વી વેક્સિન 948 + 5 ટકા GST સાથે 995.40 રૂપિયામાં વેક્સિન ઉપલબ્ધ થશે. આ અંગે કંપનીએ જણાવ્યું હતું કે, ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝમાં કસ્ટમ ફાર્મા સર્વિસીઝના ગ્લોબલ હેડ દિપક સપરાને હૈદરાબાદમાં વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ભારતે 'સ્પૂતનિક વી' રસીને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી
પૂરવઠો પધતા વેક્સિનની કિંમત ઘટે તેવી શક્યતા
ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝે આ અંગે જણાવ્યું હતું કે, એક BSE ફાઈલિંગમાં કહેવામાં આવ્યું હતું કે, વેક્સિનની હાલમાં 995 રૂપિયા કિંમત નક્કી કરવામાં આવી છે. આ સાથે જ સ્થાનિક પૂરવઠો શરૂ થવા પર કિંમત ઓછી હોવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ ભારત બાયોટેકે 1 મેથી કોવેક્સિનનો સીધો સપ્લાય શરૂ કરી દીધો
જૂન સુધીમાં વેક્સિનના 5 મિલિયન ડોઝ મળવાની આશા
ઉલ્લેખનીય છે કે, સ્પૂતનિક વી વેક્સિનને ભારતમાં મંજૂરી મળી ચૂકી છે. આવતા મહિનામાં આ વેક્સિનનો અન્ય જથ્થો આવે તેવી આશા છે. આ અંગે મળતી માહિતી અનુસાર, ભારતને જૂન સુધી વેક્સિનના 5 મિલિયન ડોઝ મળવાની આશા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેક્સિનની લગભગ 1,50,000થી 2,00,000નો પૂરવઠો શરૂઆતમાં અને મેના અંત સુધીમાં 30 લાખથી વધારે પૂરવઠો મોકલવામાં આવશે.