ETV Bharat / bharat

કોરોના મહામારીના કારણે લોકોમાં ઓનલાઈન રહેવાની આદત વધી, એક અભ્યાસમાં થયો ખૂલાસો

author img

By

Published : Aug 25, 2021, 2:01 PM IST

કોરોના મહામારીના (Corona epidemic) કારણે વધુને વધુ લોકો ઘરમાં રહેવા મજબૂર થયા છે. તો કેટલાક લોકોને ઘરમાં બેઠા બેઠા આખો દિવસ સોશિયલ મીડિયા સાઈટ્સ (Social media sites) પર ઓનલાઈન રહેવાની આદત પડી ગઈ છે. ત્યારે સાઈબર સિક્યોરિટી કંપની નોર્ટનલાઈફલોકે (cyber security company nortonlifelock) આ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના મહામારીના કારણે લોકોમાં ઓનલાઈન રહેવાની આદત બની ગઈ છે.

કોરોના મહામારીના કારણે લોકોમાં ઓનલાઈન રહેવાની આદત વધી, એક અભ્યાસમાં થયો ખૂલાસો
કોરોના મહામારીના કારણે લોકોમાં ઓનલાઈન રહેવાની આદત વધી, એક અભ્યાસમાં થયો ખૂલાસો
  • કોરોના મહામારીના (Corona epidemic) કારણે લોકોમાં ઓનલાઈન (Online) રહેવાની આદત વધીઃ રિપોર્ટ
  • સાઈબર સિક્યોરિટી કંપની નોર્ટનલાઈફલોકે (cyber security company nortonlifelock) આ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો
  • કોરોનાના કારણે માત્ર ડિજિટલ કાર્ય (Digital Work) રોજીંદા જીવનનો મહત્ત્વનો ભાગ નથી બન્યો, પરંતુ કેટલાક લોકોને આ દરમિયાન ઓનલાઈન રહેવાની આદત બની ગઈ છે

નવી દિલ્હીઃ કોરોના મહામારીના કારણે ડિજિટલ કાર્ય રોજીંદા જીવનનો મહત્ત્વનો ભાગ બની ગયું છે, પરંતુ કેટલાક લોકોને તે દરમિયાન ઓનલાઈન રહેવાની આદતથી બની ગઈ છે. એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ SPIPA માં હવે સીએમ ડેશબોર્ડનો કરાવવામાં આવશે અભ્યાસ, રાજ્ય સરકારે કર્યો નિર્ણય

મહામારીના કારણે ઓનલાઈન રહેવાની આદતનો શિકાર બન્યા હોવાનો ભારતીયોનો સ્વીકાર

સાઈબર સિક્યોરિટી કંપની નોર્ટનલાઈફલોકે ગ્રાહકોના ઘર પર રહેતા ઓનલાઈન વ્યવહારની સમીક્ષા માટે એક નવો વૈશ્વિક અભ્યાસ કર્યો છે. અભ્યાસના ભારતીય ખંડથી મળેલા નિષ્કર્ષ અનુસાર, સર્વેક્ષણમાં શામેલ દર 3માંથી 2 ભારતીય (66 ટકા)એ કહ્યું કે, તેઓ મહામારીના કારણે ઓનલાઈન રહેવાની આદતનો શિકાર થયા છે.

આ પણ વાંચોઃ 'લાઇક' અને 'શેર' લોકોને ઓનલાઈન વધુ ગુસ્સો વ્યક્ત કરવાનું શીખવે છે: અભ્યાસ

શિક્ષણ અને કાર્યના કારણે ડિજિટલ સ્ક્રિન સામે પસાર કરાતો સમય વધ્યો

ધ હૈરિસ પોલ દ્વારા કરવામાં આવેલા આ ઓનલાઈ અભ્યાસમાં 1,000થી વધુ ભારતીય વયસ્કોએ ભાગ લીધો હતો. તેમાંથી દર 10માંથી 8 (82 ટકા) લોકોએ કહ્યું કે, શિક્ષણ અને કાર્ય માટે ઉપયોગના અન્ય ડિજિટલ સ્ક્રિન સામે પસાર કરાતો સમય મહામારીના કારણે વધી ગયો છે. સરેરાશ ભારતમાં એક વયસ્ક વ્યવસાયિક કામ કે શિક્ષણ કાર્યોથી વધુ સ્ક્રિનની સામે દેરક દિવસે 4.4 કલાક પસાર કરે છે. સર્વેક્ષણમાં સામેલ ભારતીયોએ કહ્યું હતું કે, સ્માર્ટ ફોન એ સામાન્ય ઉપકરણ છે, જેના ઉપયોગમાં તે ઘણો વધુ સમય (84 ટકા) પસાર કરે છે.

ઓનલાઈન રહેવાથી શારીરિક આરોગ્ય પર નકારાત્મક અસર પડે છેઃ ભારતીયો

અધ્યયનમાં શામેલ મોટા ભાગના ભારતીયોનું (74 ટકા) માન્યું કે, તેઓ સ્ક્રિનની સામે જેટલો સમય વિતાવે છે. તેનાથી તેમના શારીરિક આરોગ્ય પર નકારાત્મક અસર પડે છે. જ્યારે અડધાથી વધુએ (55 ટકા) કહ્યું હતું કે, તે તેમના માનસિક આરોગ્ય પર નકારાત્મક અસર પાડે છે. લગભગ 76 ટકા લોકોએ કહ્યું હતું કે, તેઓ મિત્રોની સાથે સમય વિતાવવા જેવી ગતિવિધિઓમાં શામેલ થઈને સ્ક્રિનની સામે વિતાવનારા પોતાના સમયને સિમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

'ઓફલાઈન થનારી ગતિવિધિઓ પણ ઓનલાઈન થવા લાગી'

નોર્ટનલાઈફલોકમાં ભારત અને શાર્ક દેશોના વેચાણ અને માર્કેટિંગ નિર્દેશક રિતેશ ચોપરાએ કહ્યું હતું કે, એ સમજમાં નથી આવતું કે મહામારીએ તે ગતિવિધિઓ માટે સ્ક્રિન પર અમારી નિર્ભરતા વધારી દીધી છે, જે અન્યથા ઓફલાઈન કરી શકાતી હતી. જોકે, દરેક વ્યક્તિ માટે પોતાના ઓનસ્ક્રિન અને ઓફસ્ક્રિન સમયની વચ્ચે એક સ્વસ્થ સંતુલન બનાવવું મહત્ત્વપૂર્ણ છે, જેથી તેમનું આરોગ્ય અને તેમનાથી વધુ મહત્ત્વપૂર્ણ છે કે, તેમના બાળકોના આરોગ્ય પર પ્રતિકૂળ અસર ન પડે.

સુવિધા સુરક્ષાથી પર ન હોવી જોઈએ

તેમણે વધુમાં કહ્યું હતું કે, ઓનલાઈન દ્રશ્યમાં સાઈબર જોખમની સંખ્યા અને પ્રકારોમાં વૃદ્ધિ થઈ છે. ચોપરાએ કહ્યું હતું કે, ઉપયોગકર્તાઓને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, તેઓ પોતાના કનેક્ટેડ ઉપકરણોનો ઉપયોગ કઈ રીતે અને ક્યાં કરે છે. સુવિધા સુરક્ષાની પર ન હોવી જોઈએ. વ્યક્તિગત કે ગોપનીય અધિકારીના નુકસાનના ખૂબ જ ગંભીર પરિણામ હોઈ શકે છે. આ સાથે જ માતાપિતા માટે એ વાતને જાણવી અને તેમના બાળકોને સાઈબર સુરક્ષાની આવશ્યકતા અંગે શિક્ષિત કરવું મહત્ત્વપૂર્ણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.