- દેશમુખ વિરુદ્ધ લગાવાયેલા ભ્રષ્ટાચારના આરોપોમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યું
- સહાયક પોલીસ નિરીક્ષક વાજે તપાસના દાયરામાં છે
- સિંહ દ્વારા દેશમુખ પર લગાવવામાં આવેલા આરોપોની CBI પ્રાથમિક તપાસ કરી રહી છે
નવી દિલ્હી: ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેખમુખની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે CBIએ બુધવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખને પૂછપરછ માટે બોલાવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, એજન્સીએ તેમને મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાજે દ્વારા દેશમુખ વિરુદ્ધ લગાવાયેલા ભ્રષ્ટાચારના આરોપોમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે.
આ પણ વાંચો: CBIએ અનિલ દેશમુખ વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરૂ
દેશમુખની તપાસમાં શામેલ થવાની નોટિસ ગઈકાલે સોમવારે સવારે CBI દ્વારા જારી કરવામાં આવી
દક્ષિણ મુંબઈના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો સાથે SUV મળી આવવાના મામલે સહાયક પોલીસ નિરીક્ષક વાજે તપાસના દાયરામાં છે. દેશમુખની તપાસમાં શામેલ થવાની નોટિસ સોમવારે સવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા જારી કરવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યું કે, એક દિવસ પહેલા જ તેના બે સાથીઓ સંજીવ પાલાન્ડે અને કુંદનએ એજન્સી સમક્ષ નિવેદનો નોંધ્યા હતા.
આ પણ વાંચો: બોમ્બે હાઈકોર્ટે દેશમુખ વિરૂદ્ધ આપ્યો CBI તપાસનો આદેશ, કહ્યું- બધા આરોપ ગંભીર
બોમ્બે હાઈકોર્ટે દેશમુખ પર લગાવવામાં આવેલા આરોપોની પ્રાથમિક તપાસ કરવા નિર્દેશ આપ્યો
સિંહ દ્વારા દેશમુખ પર લગાવવામાં આવેલા આરોપોની CBI પ્રાથમિક તપાસ કરી રહી છે. આ આરોપો સિંહે મુંબઈ પોલીસ કમિશનર પદેથી હટાવ્યા બાદ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, આક્ષેપો રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની કસ્ટડીમાં રહેલા મિલન વાજે દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. NIA SUV કેસની તપાસ કરી રહી છે. બોમ્બે હાઈકોર્ટે ગયા અઠવાડિયે CBIને સિંહ દ્વારા દેશમુખ પર લગાવવામાં આવેલા આરોપોની પ્રાથમિક તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો. અધિકારીઓએ કહ્યું કે, સિંહે એક પત્ર લખ્યો હતો જેમાં દેશમુખે વાજેને મુંબઈના બાર અને રેસ્ટરન્ટ્સમાંથી 100 કરોડ રૂપિયા વસૂલવા કહ્યું હતું.