- પરિવારના સભ્યોમાંથી કોઈએ માસ્ક પહેર્યુ ન હતું
- ધારાસભ્ય મહેશ લાંડગેની પુત્રીનો હલ્દી સમારોહ 30મી મેના રોજ પિંપરીના ભોસરી વિસ્તારમાં યોજાયો
- ધારાસભ્ય મહેશ લાંડગેની પુત્રી સાક્ષી લાંડગેના લગ્ન 6 જૂને છે
મહારાષ્ટ્રઃ કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ ત્રીજી લહેરનું જોખમ અહીં હજું પણ છે. આ હોવા છતાં, રાજકારણીઓ નિયમો તોડવાથી પાછળ પડતા નથી. પુણેને અડીને આવેલા પિંપરી ચિંચવાડમાં, ભાજપે તેમની પુત્રીના હળદર સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી જોરદાર ડાન્સ કર્યો. આ સમયગાળા દરમિયાન તેણે કે તેના પરિવારના સભ્યોમાંથી કોઈએ માસ્ક પહેર્યુ ન હતું.
આ પણ વાંચોઃ violating of corona guidelines -લોક ગાયિકા સહિત 3 લોકો સામે ફરિયાદ, સાંસદ સામે કોઇ કાર્યવાહી નહીં
પોલીસ અધિનિયમની કલમનો કેસ નોંધવામાં આવ્યો
ધારાસભ્યના ડાન્સનો વીડિયો સામે આવ્યા પછી, તેમની સામે મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમની કલમ 37(1)(3), આઈપીસીની કલમ 188, 269 અને 135 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
લગ્નમાં ફક્ત 25 લોકો માટે પરવાનગીની જોગવાઈ છે
પિંપરી ચિંચવાડ ભાજપના શહેર પ્રમુખ અને ભોસરી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મહેશ લાંડગેની પુત્રીનો હલ્દી સમારોહ 30મી મેના રોજ પિંપરીના ભોસરી વિસ્તારમાં યોજાયો હતો. લગ્નમાં ફક્ત 25 લોકો માટે પરવાનગીની જોગવાઈ છે, જ્યારે આ હલ્દી સમારોહ દરમિયાન 100થી વધુ લોકો ધારાસભ્યના ઘરે એકઠા થયા હતા અને નિયમનો ભંગ કર્યો હતો.
ધારાસભ્યો તેમના સમર્થકના ખભા પર ડાન્સ કરતા જોવા મળ્યા
હલ્દી સમારોહ દરમિયાન ત્યાં હાજર લોકોએ માસ્ક અને સામાજિક અંતર વિના ડીજેની ધૂન પર જોરદાર ડાન્સ કર્યો. એક નજારો તો એવો પણ નજર આવ્યો, જ્યારે ધારાસભ્યો તેમના સમર્થકના ખભા પર ડાન્સ કરતા જોવા મળ્યા. આ સમારોહમાં શહેરના પૂર્વ મેયર અને ભાજપના કેટલાક મોટા સ્થાનિક નેતાઓ પણ હાજર હતા, પરંતુ કોઈએ તેમને અટકાવ્યા કે રોક્યા પણ નહીં.
નિયમો તોડીને નાચતા ધારાસભ્ય સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી
ધારાસભ્ય મહેશ લાંડગેની પુત્રી સાક્ષી લાંડગેના લગ્ન 6 જૂને છે. આ લગ્નની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. નિયમો તોડીને નાચતા ધારાસભ્ય સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે. લોકો સોશિયલ મીડિયામાં પૂછે છે કે, શું આ દેશમાં વીઆઈપી લોકો માટે એક અલગ કાયદો છે?
આ પણ વાંચોઃ રાજકોટની માર્કેટમાં ખુલ્લેઆમ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
કોન છે મહેશ લાંડગે?
- મહેશ લાંડગે પિંપરી ચિંચવાડના ભાજપ શહેર પ્રમુખ અને ભોસરી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય છે.
- 2017માં રાકાંપાથી રાજકારણ શરૂ કરનાર મહેશ પિંપરી ચિંચવાડ મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર હતા.
- મહેશ લાંડગે વિધાનસભાની ચૂંટણી પહેલા એનસીપી છોડીને ભાજપમાં જોડાયા હતા.