ETV Bharat / bharat

J&K: બારામુલ્લામાં દારૂની દુકાન પર ગ્રેનેડ હુમલો, એકનું મૃત્યુ, ત્રણ ઈજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં દારૂની દુકાન પર થયેલા ગ્રેનેડ હુમલામાં (Terrorists Attacked the Vine Shop in Baramulla) એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ત્રણ લોકોઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે.

J&K: બારામુલ્લામાં દારૂની દુકાન પર ગ્રેનેડ હુમલો, એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત

author img

By

Published : May 17, 2022, 10:53 PM IST

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં મંગળવારે નવી ખુલેલી દારૂની દુકાન પર આતંકવાદીઓએ (Terrorists Attacked the Vine Shop in Baramulla) ગ્રેનેડ ફેંકતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ઓછામાં ઓછા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બારામુલ્લા શહેરના દિવાન બાગ વિસ્તારમાં તાજેતરમાં જ એક દારૂની દુકાન ખોલવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ (Baramulla terrorists attacked) કોર્ટ રોડ પર સ્થિત દારૂની દુકાન પર રાત્રે લગભગ 8:30 વાગ્યે ગ્રેનેડ ફેંક્યો હતો. હુમલો કર્યા બાદ આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. હુમલાખોરોને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના આતંકી હુમલામાં સાબરકાંઠાના સપૂત શહીદ

ચારેય શખ્સો દુકાનમાં કામ કરતા હતા: આતંકી હુમલામાં જીવ ગુમાવનાર વ્યક્તિની ઓળખ જમ્મુ ડિવિઝનના રાજૌરી જિલ્લાના રહેવાસી રણજીત સિંહ (52 વર્ષ) તરીકે થઈ છે. ઈજાગ્રસ્તોમાં કઠુઆના રહેવાસી ગોવર્દન સિંહ (35 વર્ષ), રાજૌરીના રહેવાસી ગોવિંદ સિંહ (35 વર્ષ) અને રવિ કુમાર (36 વર્ષ)નો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કેઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં એકનું મોત થયું. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે ચારેય શખ્સો દુકાનમાં કામ કરતા હતા અને જમ્મુ વિભાગના રહેવાસી હતા.

આ પણ વાંચો: અનંતનાગમાં મોતને ઘાટ ઉતારાયેલો આતંકી હિજબુલ મુજાહિદીનનો સદસ્ય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.