જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળોએ એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદી સહયોગીઓને પકડવામાં સફળતા મેળવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે સોમવારે એક પ્રેસ રિલીઝ દ્વારા આની જાણકારી આપી છે.
-
J&K | Baramulla Police and Army busted a terror module and arrested 2 terrorist associates of LeT, Farooq Ahmad Parra & Saima Bashir, along with arms & ammunition. Case filed under Arms Act: Police
— ANI (@ANI) April 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">J&K | Baramulla Police and Army busted a terror module and arrested 2 terrorist associates of LeT, Farooq Ahmad Parra & Saima Bashir, along with arms & ammunition. Case filed under Arms Act: Police
— ANI (@ANI) April 10, 2023J&K | Baramulla Police and Army busted a terror module and arrested 2 terrorist associates of LeT, Farooq Ahmad Parra & Saima Bashir, along with arms & ammunition. Case filed under Arms Act: Police
— ANI (@ANI) April 10, 2023
આ પણ વાંચોઃ 'સાક્ષી' અખબારને પ્રોત્સાહન આપે છે, તેવા આક્ષેપ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે આંધ્ર હાઈકોર્ટને લગાવી ફટકાર
બે આતંકવાદીઓની ધરપકડઃ પ્રેસ રિલીઝમાં પોલીસે કહ્યું છે કે, લશ્કર-એ-તૈયબા (LeT) સંગઠનના બે આતંકવાદી સહયોગીઓની હથિયારો અને દારૂગોળા સાથે ધરપકડ કરવામાં આવી છે. રિલીઝ અનુસાર, ગુપ્ત માહિતીના આધારે, આતંકવાદીઓની ઓળખ ફારુક અહેમદ પારા અને સાયમા બશીર તરીકે કરવામાં આવી છે. આ ઓપરેશનમાં બારામુલ્લા પોલીસ, આર્મી 29 RR અને 2 Bn SSBના જવાનો સામેલ હતા. સુરક્ષા દળોની સંયુક્ત ટીમે બારામુલ્લા પટ્ટનમાંથી બે આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી એક પિસ્તોલ, બે પિસ્તોલ મેગેઝિન, પિસ્તોલ રાઉન્ડ-પાંચ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ અને રિમોટ કંટ્રોલ્ડ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ મળી આવ્યું હતું, જેનું વજન લગભગ 2 કિલો હતું.
આ પણ વાંચોઃ Video Viral : ગોરખપુરમાં TTEએ એન્જિનિયર પ્રવાસીને માર માર્યો, વીડિયો થયો વાયરલ
બંનેની પૂછપરછમાં મહત્વપૂર્ણ માહિતીઃ પ્રેસ રિલીઝ મુજબ, ધરપકડ કરાયેલા આતંકવાદી સહયોગીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ એક સક્રિય આતંકવાદી આબિદ કયૂમ લોન સાથે આતંકવાદી સહયોગી તરીકે કામ કરતા હતા. આતંકવાદીઓએ ખુલાસો કર્યો હતો કે, તેઓ બંને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સક્રિય આતંકવાદી વુસાન પટ્ટનના આબિદ કયૂમ લોન સાથે આતંકવાદી સહયોગીઓ તરીકે કામ કરતા હતા. આ ઉપરાંત, આર્મ્સ એન્ડ લોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટની કલમો હેઠળ પટ્ટન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલા આતંકવાદી સહયોગીઓની પણ કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. સુરક્ષા દળોનું કહેવું છે કે, બંનેની પૂછપરછમાં મહત્વપૂર્ણ માહિતી મળવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ National Party : AAP બની રાષ્ટ્રીય પાર્ટી, ચૂંટણી પંચે CPI, NCP અને TMCનો દરજ્જો છીનવી લીધો