ETV Bharat / bharat

રાજ્યસભામાં ટેલીકોમ બિલ 2023ને ધ્વનિ મતથી મંજૂર કરવામાં આવ્યું - 3 વર્ષની જેલ

રાજ્યસભામાં ટેલીકોમ બિલ 2023 મંજૂર થયું. કેન્દ્રિય દૂરસંચાર પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ બિલમાં લાયસન્સ ફાળવણીમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે સિમ્પલ ઓથોરાઈઝેશન સિસ્ટમ લાવવામાં આવી રહી છે. Telecom Bill 2023 Union Communication Minister Ashvini Vaishnav Rajyasabha

રાજ્યસભામાં ટેલીકોમ બિલ 2023ને ધ્વનિ મતથી મંજૂર કરવામાં આવ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 21, 2023, 7:19 PM IST

Updated : Dec 21, 2023, 9:27 PM IST

નવી દિલ્હીઃ રાજ્યસભામાં ગુરુવારે ટેલીકોમ બિલ 2023ને ધ્વનિ મતથી મંજૂરી મળી છે. આ બિલમાં મોબાઈલ દ્વારા ફ્રોડ કરતા અસામાજિક તત્વો માટે 3 વર્ષની જેલ અને 50 રુપિયાના દંડ સુધીની જોગવાઈ છે. આ બિલ પર ચર્ચા કરતી વખતે કેન્દ્રિય દૂરસંચાર પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે દેશમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટ યૂઝર્સની સંખ્યા વધીને 85 કરોડ થઈ ગઈ છે. ઈન્ટરનેટના શરુઆતી દિવસોમાં આ સંખ્યા માત્ર દોઢ કરોડ હતી. કેટલાક લોકો મોબાઈલ ફોનનો દુરઉપયોગ કરીને ફ્રોડ કરતા હતા. આવા લોકો પર લગામ કસવાની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ ખોટા ડોક્યુમેન્ટ આપી મોબાઈલ સિમ ખરીદે અને વાપરશે તો 3 વર્ષની સજા અને રુપિયા 50 લાખનો દંડ કરવામાં આવશે.

દેશભરમાં મોબાઈલ ટાવર્સની સંખ્યા 25 લાખ
દેશભરમાં મોબાઈલ ટાવર્સની સંખ્યા 25 લાખ

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સિમ બોક્ષ નામક પદ્ધતિથી બહુ મોટા ફ્રોડ કરવામાં આવે છે. જેમાં અનેક સિમ એક બોક્સમાં લગાડવામાં આવે છે. આ રીતે ફ્રોડ કરતા આરોપીઓને 3 વર્ષની સજા અને 50 લાખના દંડની જોગવાઈ આ બિલમાં છે. આ રીતે જ સોફ્ટવેરનો ઉપયોગ કરીને અન્ય વ્યક્તિના મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ફ્રોડ કરનારા લોકોને પણ આ જ સજા મળશે.

ટેલીકોમ બિલ 2023માં મોબાઈલ યૂઝર્સની રજૂઆતો, ફરિયાદોને સમાધાન કરવાનું પ્રાવધાન પણ છે. જેને ઓનલાઈન ડિસ્પ્યૂટ રેઝોલ્યૂશન નામ આપવામાં આવ્યું છે. આ બિલમાં લાયસન્સમાં સુધારા વધારા કરવાની વ્યવસ્થા છે. અત્યારે 100થી વધુ પ્રકારના લાયસન્સની જરુર પડે છે. આ પ્રક્રિયા અત્યંત કપરી છે. હવે સિમ્પલ ઓથોરાઈઝેશન સિસ્ટમ લાવવામાં આવી રહી છે. બિલમાં નક્કી કરવામાં આવ્યું છે કે હરાજી દ્વારા જ સ્પેકટ્રમ આપવામાં આવશે. જો કે સેટેલાઈટ કોમ્યૂનિકેશન, પોલીસ, ફાયર, ફોરેસ્ટ જેવા કેટલાક વિભાગોને અલગ પારદર્શક રીતે સ્પેક્ટ્રમની ફાળવણી કરવામાં આવશે.

કેન્દ્રિય દૂરસંચાર પ્રધાન અશ્વિની વૈષ્ણવે આપી માહિતી

કેબિનેટ પ્રધાન અશ્વિની વૈષ્ણવ જણાવે છે કે જેમ ગીતામાં કહ્યું છે કે આત્મા અમર છે તેમજ સ્પેક્ટ્રમ એક એવું સંશાધન છે કે જે કદી ખતમ થાય નહી. તેથી જ સ્પેકટ્રમનો સમાજના હિતમાં યોગ્ય ઉપયોગ કરવો જરુરી છે. જેમાં ડિસ્પ્યૂટ અથવા ભૂલને દંડથી ઉકેલવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. ઓપરેટરથી થયેલ ભૂલ બદલ તેણે દંડ ચૂકવવો પડશે. જો કે તેના માટે કોઈ કોર્ટ કાર્યવાહી કરવાની જરુર નથી.

અગાઉ એપ્રૂવલ લેવામાં જ બહુ સમસ્યા નડતી હતી. હવે 85 ટકા મોબાઈલ ટાવરની પરવાનગી માત્ર કોમ્પ્યૂટરનું બટન દબાવવાથી જ મળી જાય છે. પહેલા આ પ્રક્રિયામાં 230 દિવસ લાગતા હતા હવે આ પ્રક્રિયા માત્ર 10 દિવસમાં જ પૂર્ણ થઈ જાય છે. સમગ્ર વિશ્વમાં ક્યાંય પણ યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ થાય તો પહેલો એટેક ટેલીકોમ નેટવર્ક પર કરવામાં આવે છે. ટેલીકોમ નેટવર્ક કોઈ પણ દેશ માટે બહુ આવશ્યક છે. તેથી બિલમાં કોઈ પણ સ્થિતિમાં ટેલીકોમ નેટવર્કને સુરક્ષિત રાખવાના પ્રાવધાન કરવામાં આવ્યા છે.

ટેલીકોમ નેટવર્કનું ઈન્ટરસેપ્શન સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ અંતર્ગત નક્કી કરવામાં આવેલ ભૂમિકા રાજ્ય અને કેન્દ્રની સરકાર ભજવી રહ્યા છે. જેમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નથી. કેન્દ્ર સરકાર અનુસાર સમગ્ર દેશમાં મોબાઈલ ટાવર્સની સંખ્યા 6 લાખથી વધીને 25 લાખ થઈ ગઈ છે. સમગ્ર વિશ્વમાં 5જી નેટવર્કનો સૌથી તીવ્ર રોલઆઉટ ભારતમાં થયો છે. 5જી રોલઆઉટના મોટાભાગના ઉપરકણો ભારતીય છે.

ટેલીકોમ બિલ 2023 એટ અ ગ્લાન્સ

1. યૂઝર્સની સુરક્ષાને પ્રાધાન્ય

• “ડૂ નોટ ડિસ્ટર્બ" રજિસ્ટર્ડ યૂઝર્સને અનિચ્છનીય કોમર્શિયલ (સ્પામ) મેસેજ અને કૉલ્સથી બચાવવા માટે કાનૂની આદેશ મળે છે

• વપરાશકર્તાઓની ફરિયાદોના નિરાકરણ માટે ઓનલાઈન ફરિયાદ નિવારણ પદ્ધતિ

• અન્ય બીજાના ઓળખ પુરાવાનો ઉપયોગ કરીને છેતરપિંડીથી સિમ મેળવવું સજાને પાત્ર થશે

2. રાઈટ ઓફ વે રિફોર્મ્સ

• રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ વિવાદ નિરાકરણ માળખું. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને ડિસ્ટ્રિક્ટ જજ રાઇટ ઑફ વે મુદ્દાઓનો નિર્ણય કરશે.

• ટેલિકોમ્યૂનિકેશન નેટવર્કની સ્થાપના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં કોમન ડક્ટ્સ સ્થાપિત કરવાની જોગવાઈ

• જો સાર્વજનિક મિલકત હોય, તો પરવાનગી સમયબદ્ધ રીતે આપવામાં આવે

• જો ખાનગી મિલકત હોય, તો માલિક અને વ્યક્તિ વચ્ચે પરસ્પર કરાર જે ટેલિકોમ નેટવર્ક સેટ કરવા માંગે છે.

3. લાઈસન્સમાં સુધારા વધારા

• હાલમાં, લગભગ 100 વિવિધ પ્રકારના લાયસન્સ છે. લાયસન્સ સિવાયના વિવિધ આયામો છે જેમાં રજિસ્ટ્રેશન, પરમિશન અને ઓથેન્ટિસિટી.

• 3 પાસાઓ માટે અધિકૃતતાની સરળ રચનામાં બદલાવ: ટેલિકોમ્યુનિકેશન સેવાઓ પ્રદાન કરવી, ટેલિકોમ્યૂનિકેશન નેટવર્કનું સંચાલન અને વિસ્તરણ અને રેડિયો સાધનો રાખવા. OTT ને બહાર રાખ્યું.

• ડોક્યુમેન્ટેશન વર્તમાનમાં સેંકડો પાનાઓથી ઘટાડીને સંક્ષિપ્ત અને શબ્દોવાળા દસ્તાવેજમાં આવશે

4. સ્પેક્ટ્રમ સુધારા

  • 1885ના કાયદામાં સ્પેક્ટ્રમનો કોઈ ઉલ્લેખ નથી. બિલમાં સ્પેક્ટ્રમની વ્યાખ્યા સ્પષ્ટપણે ઉલ્લેખિત છે.
  • સ્પેક્ટ્રમ આવંટન માટે હરાજીને પસંદગીનું માધ્યમ બનાવવામાં આવશે
  • 3 સ્પષ્ટ રીતે પરિભાષિત હેતુઓ માટે વહીવટી પ્રક્રિયા દ્વારા એસાઈનમેન્ટ:
  • જનહિત: મેટ્રો, કોમ્યુનિટી રેડિયો, બ્રોડકાસ્ટિંગ વગેરે;
  • સરકારી કાર્યો: સંરક્ષણ, રેલવે, પોલીસ વગેરે;
  • એવા કિસ્સાઓ કે જ્યાં ટેકનિકલ અથવા આર્થિક કારણોસર હરાજી એ અસાઇનમેન્ટની પસંદગીની પદ્ધતિ નથી: બેકહોલ, સેટેલાઇટ વગેરે.
  • લાંબા ગાળાના આયોજનને સક્ષમ કરવા માટે રાષ્ટ્રીય આવર્તન ફાળવણી યોજના
  • કાયદેસર રીતે માન્યતા આપીને સ્પેક્ટ્રમના શ્રેષ્ઠ ઉપયોગને સક્ષમ કરવા પર ફોક્સ

5. ડિજિટલ ડિઝાઈન દ્વારા 4- સ્તરીય વિવાદ નિરાકરણ ફ્રેમવર્ક

• સ્વૈચ્છિક બાંયધરી: અસાઇનીઓ અને ટેલિકોમ સેવા/નેટવર્ક પ્રદાતાઓને સ્વૈચ્છિક રીતે ક્ષતિઓ જાહેર કરવા અને અજાણતા થયેલ ઉલ્લંઘનોને સુધારવા માટે સક્ષમ કરાશે

• અસાઇનીઓ અને ટેલિકોમ સેવા/નેટવર્ક પ્રદાતાઓ દ્વારા નિયમો અને શરતોના ઉલ્લંઘનને લગતી બાબતોનો નિર્ણય લેવા માટે નિર્ણાયક અધિકારીઓ અને નિયુક્ત અપીલ સમિતિ ડીજીટલ ઓફિસ તરીકે કાર્ય કરશે

• TDSAT ને અપીલ ટૂ લાઈ - Appeal to lie

6. ટેલિકોમ નેટવર્કના ધોરણો, સાયબર સુરક્ષા અને રક્ષણ માટે લો સ્ટ્રકચર

• કેન્દ્ર સરકાર ટેલિકોમ્યુનિકેશન સેવાઓ, નેટવર્ક વગેરે માટેના ધોરણોને સૂચિત કરી શકે છે

• ટેલિકોમ નેટવર્કને સુરક્ષિત કરવા અને સાયબર સુરક્ષા સુનિશ્ચિત કરવાના પગલાં

• વિશ્વસનીય સોર્સ વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં, યુદ્ધ વગેરેની સ્થિતિમાં ટેલિકોમ નેટવર્કનો કબજો લેવા સહિત જરૂરી પગલાં

7. ઈન્ટરસેપ્શન જોગવાઈઓ અગાઉ જેવી જ છે

• ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર આધાર

• ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત દિશાનિર્દેશકોને અનુરૂપ જવાબદાર તંત્ર પહેલાથી જ ચાલુ છે. આ ચાલુ વ્યવસ્થા ચાલુ રહેશે

8. ડિજિટલ ભારત નિધિ

• દૂરસંચાર સેવાઓ,ટેકનોલોજી અને ઉત્પાદનોના સંશોધન અને વિકાસને સમાવવા માટે USOFનો અવકાશ વિસ્તર્યો

9. નવીનતા અને ટેકનોલોજીનો વિકાસ

• લાઈવ અને પ્રતિબંધિત પરીક્ષણ વાતાવરણમાં નવા ઉત્પાદનો અને સેવાઓનું પરીક્ષણ કરવાની મંજૂરી આપવા માટે નિયમનકારી સેન્ડબોક્સની જોગવાઈ

10. એઝ ઈટ ઈઝ સર્વિસીઝ

• બિલ પહેલાં આપવામાં આવેલી છૂટછાટ, લાઇસન્સ, પરવાનગી,નોંધણી વગેરે ચાલુ રહેશે

  1. શિયાળું સત્ર 2023: સંસદ પરિસરમાં વિપક્ષના સાંસદોનું સરકાર વિરોધી પ્રદર્શન, માર્ચ યોજી કર્યા સુત્રોચ્ચાર
  2. વિપક્ષના સાંસદોનો સસ્પેન્શનને લઇ વિરોધ, કહ્યું કે સરકાર ' વિપક્ષ મુક્ત સંસદ ' ઈચ્છે છે

Last Updated : Dec 21, 2023, 9:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.