ETV Bharat / bharat

તેલંગાણામાં IAF ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ, બે પાઇલોટના મોત - તેલંગાણામાં IAF ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ

તેલંગાણાના મેડકમાં IAF ટ્રેનર એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થતાં બે પાયલોટના મોત થયા હતા. હૈદરાબાદની બહારના વિસ્તારમાં ડુંડીગલ ખાતે એરફોર્સ એકેડેમીથી ઉડાન ભર્યા બાદ આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 4, 2023, 12:52 PM IST

Updated : Dec 4, 2023, 1:17 PM IST

તુપ્રાન (તેલંગાણા): મેડક જિલ્લાના તુપ્રાન મ્યુનિસિપલ વિસ્તારના રાવેલી ઉપનગરમાં એક ટ્રેનર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં બે પાઇલોટના મોતના સમાચાર સામે આવ્યા છે. IAF ટ્રેનર એરક્રાફ્ટ સોમવારે સવારે 8.30 વાગ્યે ક્રેશ થયું હતું. જેનો જોરદાર અવાજ સાંભળી સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

  • A Pilatus PC 7 Mk II aircraft met with an accident today morning during a routine training sortie from AFA, Hyderabad. It is with deep regret that the IAF confirms both pilots onboard the aircraft sustained fatal injuries. No damage to any civil life or property has been…

    — Indian Air Force (@IAF_MCC) December 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બે પાઈલોટના મોત: સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતકોમાં એક ટ્રેનર અને એક ટ્રેઇની પાઇલટનો સમાવેશ થાય છે જે વિમાન ક્રેશ થયું ત્યારે તેની અંદર હતા. અહીં નજીકના ડુંડીગલ ખાતે એરફોર્સ એકેડેમી (AFA)થી ઉડાન ભર્યા બાદ આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સ્થળ પર વિમાનના સળગેલા અવશેષો જોવા મળ્યા હતા. માહિતી અનુસાર પ્લેન ખડકો વચ્ચે ક્રેશ થયું અને આગ લાગી. આ ઘટના આજે સવારે બની હતી. સ્થાનિક લોકોએ અકસ્માત સ્થળે પહોંચી પોલીસને જાણ કરી હતી.

અકસ્માતનું કારણ શોધવા માટે આદેશ: ભારતીય વાયુસેના (IAF) એ જણાવ્યું હતું કે આજે સવારે એક Pilatus PC 7 Mk II એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમાં સવાર બંને પાઇલોટને જીવલેણ ઇજાઓ પહોંચી હતી. IAFએ જણાવ્યું હતું કે, "AFA, હૈદરાબાદથી નિયમિત તાલીમ દરમિયાન આજે સવારે એક Pilatus PC 7 Mk II એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. IAF પુષ્ટિ કરે છે કે વિમાનમાં સવાર બંને પાઇલોટ્સ જીવલેણ ઇજાઓ પહોંચી છે. કોઈપણ નાગરિક જીવન અથવા મિલકતને નુકસાનની જાણ કરવામાં આવી નથી. અકસ્માતનું કારણ શોધવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

  1. આજે તમિલનાડુ-આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે વાવાઝોડું 'મિચોંગ', ચેન્નાઈ જળબંબોળ, 120થી વધુ ટ્રેનો રદ
  2. ચૂંટણી પંચે તેલંગાણાના ડીજીપીને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો

Last Updated : Dec 4, 2023, 1:17 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.