હૈદરાબાદઃ તેલંગાણાના સોફ્ટવેર એન્જિનિયરનું અમેરિકામાં મોર્નિંગ વોક કરવા જતાં મોત (Indian Murder Case USA) થયું હતું. નાલગોંડા જિલ્લાના સાંઈ ચરણ (26)નું મૃત્યુ થયું હતું જ્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેને ગોળી (Shooting indian shop owner) મારી હતી. આ ઘટના રવિવારે બની હતી. અમેરિકામાં વધી રહેલા ગન કલ્ચેરે ત્યાંના સ્થાનિકો અને ભારતીયોની ચિંતા વધારી છે. ખાસ કરીને ભારતમાંથી વધુ અભ્યાસ હેતું જતા વિદ્યાર્થીઓના માતા પિતાના જીવ સદાય ચપટીમાં હોય છે.
આ પણ વાંચોઃ ધોળા દિવસે ખૂની ખેલ, આ ભયાનક દ્રશ્ય જોઈને આત્મા કંપી જશે
બે વર્ષ પહેલા US ગયો હતોઃ સાંઈ ચરણ બે વર્ષ પહેલા ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયો હતો. એમએસ પૂરું કર્યા પછી તે છ મહિના સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો હતો. તેના પિતાએ કહ્યું કે સાઈચરણે થોડા દિવસ પહેલા કાર ખરીદી હતી અને તે મોર્નિંગ વોક માટે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં લૂંટ થવાનો સિલસિલો હજુ યથાવત, હોસ્પિટલનો કર્મચારી લૂંટાયો
મિત્રનો ફોન આવ્યોઃ ચારણના પિતા નરસિંહે કહ્યું કે, અમને સોમવારે રાત્રે ચરણના મિત્રનો ફોન આવ્યો કે તેની હત્યા થઈ છે. અમે તેની સાથે આ મહિનાની 17મી તારીખે વાત કરી હતી. તેણે અમને કહ્યું કે તે નવેમ્બરમાં ભારત આવશે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારા પુત્રના મૃતદેહને ભારત લાવવામાં આવે.'