ETV Bharat / bharat

ટેક્સ કલેક્શન વધીને 27.07 લાખ કરોડ રુપિયાના રેકોર્ડ પર પહોંચ્યો, ટેક્સ GDP રેશિયો 23 વર્ષની ટોચે - ભારતમાં કર સંગ્રહ

ગત નાણાકીય વર્ષ 2021-22માં દેશમાં કુલ ટેક્સ કલેક્શન (Tax collection in india) 34 ટકા વધીને 27.07 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ પર પહોંચી ગયું છે. પ્રત્યક્ષ અને પરોક્ષ કર વસૂલાતમાં ઉછાળાને કારણે કુલ વસૂલાતમાં વધારો થયો છે. આનાથી ટેક્સ GDP (Tax GDP Ratio) 23 વર્ષની ટોચે પહોંચી ગયો.

ટેક્સ કલેક્શન વધીને 27.07 લાખ કરોડ રુપિયાના રેકોર્ડ પર પહોંચ્યો, ટેક્સ GDP રેશિયો 23 વર્ષની ટોચે

author img

By

Published : Apr 9, 2022, 1:54 PM IST

Updated : Apr 9, 2022, 2:26 PM IST

નવી દિલ્હી: દેશમાં કુલ ટેક્સ કલેક્શન (Tax collection in india) 34 ટકા વધીને વિક્રમી રુપિયા 27.07 લાખ કરોડ (34 ટકાથી રુપિયા 27.07 લાખ કરોડ) પર ગયા નાણાકીય વર્ષ 2021-22માં નોંધાયું છે. પ્રત્યક્ષ અને પરોક્ષ કર વસૂલાતમાં ઉછાળાને કારણે કુલ વસૂલાતમાં વધારો થયો છે. આનાથી ટેક્સ GDP રેશિયો 23 વર્ષની ટોચે પહોંચી ગયો. રેવન્યુ સેક્રેટરી તરુણ બજાજે શુક્રવારે આ માહિતી આપી હતી. ટેક્સ GDP રેશિયો (Tax GDP Ration in India) વધીને 11.7 ટકા થયો છે. આ 1999 પછી સૌથી વધુ છે. આ રેશિયો 2020-21માં 10.3 ટકા હતો.

આ પણ વાંચો: Share Market India: રોકાણકારોમાં ખુશી, સેન્સેક્સ 431 નિફ્ટી 161 પોઈન્ટ ઉછળ્યો

GDP વૃદ્ધિ દર કરતાં બમણી થઈ : GDPમાં ફેરફાર અને સરકારની આવક વૃદ્ધિમાં ફેરફાર (કર ઉછાળો) લગભગ બે છે. એટલે કે, કર વસૂલાતમાં વૃદ્ધિ બજાર કિંમતો પર GDP (Gross Domestic Product) વૃદ્ધિ દર કરતાં બમણી થઈ છે. બજાજે પત્રકારોને જણાવ્યું હતું કે, ઘણી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. GST ડેટાને આવકવેરા ડેટા સાથે મેચ કરવામાં આવી રહ્યો છે અને તેનું પાલન સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. આનાથી પ્રત્યક્ષ અને પરોક્ષ બંને મોરચે બહેતર અનુપાલન અને સારી આવક સુનિશ્ચિત થઈ છે.

ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રુપિયા 14.10 લાખ કરોડ થયું : એપ્રિલ 2021 થી માર્ચ 2022 સુધીમાં કુલ ટેક્સ કલેક્શન રુપિયા 27.07 લાખ કરોડ હતું. બજેટમાં દર્શાવવામાં આવેલા રુપિયા 22.17 લાખ કરોડના અંદાજ કરતાં આ રુપિયા 5 લાખ કરોડ વધુ છે. 2021-22માં કુલ ટેક્સ કલેક્શન અગાઉના નાણાકીય વર્ષમાં રુપિયા 20.27 લાખ કરોડની સરખામણીએ 34 ટકા વધુ છે. આ સમયગાળા દરમિયાન ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 49 ટકા વધીને રુપિયા 14.10 લાખ કરોડ થયું છે. પર્સનલ ઇન્કમ ટેક્સ અને કંપની ટેક્સ ડાયરેક્ટ ટેક્સ હેઠળ આવે છે. બજાજે કહ્યું કે ડાયરેક્ટ ટેક્સમાં આ વધારો કદાચ લાંબા સમયથી સૌથી વધુ છે.

આવકવેરાનું કલેક્શન રુપિયા 7.49 લાખ કરોડ થયું : ડાયરેક્ટ ટેક્સ હેડમાં કંપની ટેક્સ 56.1 ટકા વધીને રુપિયા 8.58 લાખ કરોડ થયો હતો, જ્યારે વ્યક્તિગત આવકવેરાનું કલેક્શન 43 ટકા વધીને રુપિયા 7.49 લાખ કરોડ થયું હતું. નાણાકીય વર્ષ દરમિયાન 2.43 એકમોને 2.24 લાખ કરોડનો આવકવેરો રિફંડ કરવામાં આવ્યો. 2021-2માં એક્સાઈઝ ડ્યુટી અને કસ્ટમ ડ્યુટી સહિત પરોક્ષ કર સંગ્રહ 20 ટકા વધીને રુપિયા 12.90 લાખ કરોડ થયો છે.

આ પણ વાંચો: રેપો રેટ સતત 11મી વખત યથાવત, ફુગાવો વધ્યો

એક્સાઈઝ ડ્યુટી કલેક્શન રુપિયા 3.90 લાખ કરોડ થયું : બજેટમાં પરોક્ષ કર વસૂલાત 11.02 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ હતો. 2021-22માં પરોક્ષ કર હેડ હેઠળ કસ્ટમ્સ ડ્યુટી કલેક્શન 48 ટકા વધીને રુપિયા 1.99 લાખ કરોડથી વધુ થયું છે. સેન્ટ્રલ જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) અને સેસ 30 ટકા વધીને રુપિયા 6.95 લાખ કરોડ થયો છે. એક્સાઈઝ ડ્યુટી કલેક્શન 0.2 ટકા ઘટીને રુપિયા 3.90 લાખ કરોડ થયું છે. બજાજના મતે, છેલ્લા નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પરોક્ષ કર કરતાં વધુ રહ્યું છે અને મને આશા છે કે આ સ્થિતિ ચાલુ રહેશે.

Last Updated : Apr 9, 2022, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.