થેની: તમિલનાડુના ઉથમપાલયમના વતની થંગમુથુએ પોંગલ તહેવારની ઉજવણી માટે મરઘાના પગમાં બ્લેડ બાંધ્યા વિના લડવા (Tamil nadu Cock Fight)ની પરવાનગી માંગતી મદુરાઈ હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ ઇવેન્ટમાં તમિલનાડુ સરકાર દ્વારા નિર્ધારિત તમામ નિયમો અને સાવચેતીઓનું પાલન કરવામાં આવશે.
16 જાન્યુઆરીએ કોક ફાઈટનું આયોજન
આ સાથે અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, 16 જાન્યુઆરીએ કોક ફાઈટનું આયોજન કરવા માટે સંબંધિત અધિકારીઓ પાસેથી પરવાનગી માંગવામાં આવી છે. અરજદારે કહ્યું કે, કોક ફાઈટ માટે કોર્ટનો આદેશ ફરજિયાત છે, તેથી કૃપા કરીને અમને 16મી જાન્યુઆરીએ ઉથમપાલયમ ખાતે પોંગલ તહેવારની ઉજવણી માટે કોક ફાઈટનું આયોજન કરવાની મંજૂરી (Tamil Nadu court allows Cock Fight ) આપો.
17 જાન્યુઆરીએ કોકફાઇટ યોજવાની છૂટ
મળતી માહિતી મુજબ, આ અરજી જજ જીઆર સ્વામીનાથન સમક્ષ પૂછપરછમાં આવી હતી. સુનાવણી દરમિયાન ન્યાયાધીશે કહ્યું કે, મરઘાના પગમાં કોઈ બ્લેડ કે, છરી ન બાંધવી જોઈએ. કોઈ પણ કૂકડાને મારવા માટે લડાઈ ન કરવી જોઈએ. ન્યાયાધીશે કહ્યું કે, 16 જાન્યુઆરીએ રવિવાર હોવાથી, જેને સંપૂર્ણ લોકડાઉન તરીકે જાહેર કરવામાં આવ્યો છે, તેથી બીજા દિવસે, 17 જાન્યુઆરીએ કોકફાઇટ યોજવાની છૂટ છે.
આ પણ વાંચો:
Nagpur High Alert: કાશ્મીરી યુવકોએ નાગપુરમાં રેકી કરતા એલર્ટ