ETV Bharat / bharat

પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીએ લાશનો ફોટો વોટ્સએપ સ્ટેટસ પર કર્યો અપલોડ, પોલીસે ઝડપી લીધો - નર્સિંગની વિદ્યાર્થીની

ક્રોમપેટ પોલીસે એક નર્સિંગ વિદ્યાર્થીનીની હત્યાના આરોપમાં કેરળના 20 વર્ષીય યુવકની ધરપકડ કરી. તાંબરમ પોલીસના સીનિયર ઓફિસર અનુસાર આ પ્રેમી તેની પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો. વાંચો સમગ્ર ઘટનાકમ્ર વિગતવાર. Man killed Girlfriend Posts pic of dead body as WhatsApp Status

પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીએ લાશનો ફોટો વોટ્સએપ સ્ટેટસ પર કર્યો અપલોડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 2, 2023, 4:48 PM IST

ચેન્નાઈઃ શુક્રવારે એક નર્સિંગ વિદ્યાર્થીની લાશનો ફોટો તેના પ્રેમીના વોટ્સએપ સ્ટેટસ પર દેખાતા પરિચીતોમાં સનસનાટી મચી ગઈ. લોકોએ ક્રોમપેટ પોલીસને જાણ કરી. પોલીસ સત્વરે શહેરની દરેક હોટલ અને લોજમાં તપાસ શરુ કરી દીધી. ક્રોમપેટમાં સીએલસી વર્ક્સ રોડ પર એક હોટલમાં આ વિદ્યાર્થીનીનો મૃતદેહ મળ્યો હતો. હોટલ કર્મચારીઓએ જણાવ્યું કે કેરળના કોલ્લમના ફૌસિયા અને આશિક(પ્રેમીનું નામ) બંને એ સવારે 10.30 કલાકે ચેકઈન કર્યુ હતું.

પોલીસે સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને હોટલ પાસેના એક ભોજનાલયમાંથી હત્યારા પ્રેમી 'આશિક'ની ધરપકડ કરી લીધી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને પાંચ વર્ષથી રીલેશનશિપમાં હતા. બંનેએ ચોરી છુપે લગ્ન પણ કરી લીધા હતા. આ લગ્નને પરિણામ આ યુગલને એક બાળક પણ જનમ્યું હતું. આ યુગલે બાળકને ચિકમંગલૂરના એક અનાથાશ્રમમાં છોડી દીધું હતું. યુવતી ક્રોમપેટની એક નર્સિંગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે ન્યૂ કોલોની સ્થિત એક હોસ્ટેલમાં રહેતી હતી. જો કે છેલ્લા ત્રણ દિવસથી તે કોલેજ આવી નહતી.

તપાસમાં જાણવા મળ્યું કે આ યુગલે હોટલમાં ચેકઈન કર્યુ ત્યારબાદ તરત જ તેમની વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. પ્રેમિકાને તેના પ્રેમીના ફોનમાં અન્ય મહિલા સાથેના ફોટોઝ મળ્યા હતા. તેણીએ આ બાબતે પ્રેમીને પુછ્યું હતું. પ્રેમિકના સવાલથી આશિક ગુસ્સે થઈ ગયો હતો. તેણે પોતાની ટી-શર્ટનો ફંદો બનાવીને પ્રેમિકાનું ગળું દબાવી દીધું હતું. આશિકે હત્યા કર્યા બાદ પ્રેમિકાની લાશનો ફોટો વ્હોટસએપ સ્ટેટસ પર અપલોડ કર્યો હતો. મૃતકના કેટલાક મિત્રો પાસે આશિકનો નંબર હતો તેથી તેમણે આ સ્ટેટસ જોયું. જોતા વેત જ પોલીસને ખબર કરી દીધી.

પોલીસ અનુસાર 2 વર્ષ અગાઉ જ પ્રેમિકાને તેના પ્રેમીના અન્ય મહિલા સાથેના સંબંધની ખબર પડી ગઈ હતી. ત્યારબાદ તેઓ અલગ થઈ ગયા હતા. પ્રેમિકા ફૌસિયાએ તેના પ્રેમી આશિક વિરુદ્ધ કેરળ પોલીસમાં પોક્સો અંતર્ગત ગુનો પણ દાખલ કરાવ્યો હતો.

આ ગુનામાં પ્રેમીને જેલના સળિયા પણ ગણવા પડ્યા હતા. ત્યારબાદ બંનેએ સમાધાન કરી લીધું હતું. આ સમાધાન બાદ બંનેના સંબંધ ફરીથી વિક્સ્યા હતા. અત્યારે પોલીસે પ્રેમિકા ફૌસિયાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યું છે. પોલીસ હત્યા પાછળ પ્રેમીના અન્ય મોટિવની પણ તપાસ કરી રહી છે.

  1. Youth killed girlfriend: પ્રેમીએ પ્રેમિકાની હત્યા, પછી લાશના ટુકડા કર્યા
  2. Uttar Pradesh Crime News : પ્રેમિકાની પ્રેમીએ કરી હત્યા, જાણો મૃતદેહને આવી રીતે ઠેકાણે પાડ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.