કન્યાકુમારી (તામિલનાડુ): દારૂના નશામાં ધૂત પિતા દ્વારા માર મારવાના ડરથી રબરના બગીચામાં છુપાયેલી 4 વર્ષની બાળકીનું સર્પદંશથી મોત (Child Dies Of Snakebite In Tamil Nadu) થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, સુશ્વિકા મોલે તરીકે ઓળખાતી બાળકી તેની બે બહેનો સુશીન સુજો (12) અને સુજીલીન જો (9) સાથે રબરના બગીચામાં છુપાઈને સૂતી હતી ત્યારે તેણે ઝેરી સાપે ડંખ માર્યો હતો.
આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે 'Google Read Along' એપના ઉપયોગની કરવામાં આવી કલ્પના
સર્પદંશથી 4 વર્ષની બાળકીનું મોત : પોલીસના જણાવ્યા અનુસાર, તેના પિતા સુરેન્દ્રન દારૂના નશામાં તેની પત્ની અને બાળકોને માર મારતો હતો. ગભરાયેલા બાળકો સોમવારે ડરીને ભાગી ગયા હતા અને રબરના બગીચામાં છુપાઈ ગયા હતા જેના કારણે આ ઘટના બની હતી.
આ પણ વાંચો: દારૂબંધી પર ઉમા ભારતીનું કડક વલણ, દુકાન પર ફેક્યું ગાયનું છાણ
સારવાર દરમિયાન થયું હતું મૃત્યુ : સુશ્વિકાને તેના પડોશીઓ નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, તેના પિતા સુરેન્દ્રન દારૂના નશામાં હતો અને દારૂ પીને તેની પત્ની અને બાળકોને માર મારતો હતો. ગભરાયેલા બાળકો સોમવારે ડરીને ભાગી ગયા હતાં અને રબરના બગીચામાં છુપાઈ ગયા હતાં, જેના કારણે આ ઘટના બની હતી, જેની માહિતી મળતા જ તિરુવત્તર પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.