ETV Bharat / bharat

AR Rahman response to shah's Comment : શાહના નિવેદન પર રહેમાનનું નિવેદન, 'તમિલ ભાષા પણ તમામ લોકોને જોડવાનું કામ કરે છે' - કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી

લોકપ્રિય સંગીતકાર એઆર રહેમાને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હિન્દી ભાષા અંગેના નિવેદન પર પ્રતિક્રિયા(AR Rahman response to Amit shah's Comment) આપી હતી. તેને જણાવ્યું હતું કે, 'તમિલ ભાષા પણ લોકોને જોડનારી ભાષા(Tamil is Link Language) છે.'

AR Rahman response to shah's Comment
AR Rahman response to shah's Comment
author img

By

Published : Apr 11, 2022, 5:20 PM IST

ચેન્નાઈ : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હિન્દી ભાષા બોલવા પરના નિવેદન(Statement by Amit Shah on language) પર, લોકપ્રિય સંગીતકાર અને ઓસ્કાર એવોર્ડ વિજેતા એઆર રહેમાને કહ્યું કે,(AR Rahman response to shah's Comment) તમિલ ભાષા પણ લોકોને એકમેકને જોડનારી ભાષા છે. રવિવારે ચેન્નાઈના નંદમબક્કમ ખાતે કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (Confederation of Indian Industry) દ્વારા દક્ષિણ ભારત મીડિયા અને મનોરંજન સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એઆર રહેમાનને આઇકોન એવોર્ડ આપવામાં આવ્યો હતો. હિન્દી પર અમિત શાહની ટિપ્પણી પર સંવાદદાતાના પ્રશ્નના જવાબમાં રહેમાને કહ્યું, "તમિલ ભાષા એ પણ લોકોને જોડવાનું કાર્ય કરે(Tamil is Link Language) છે."

આ પણ વાંચો - Amit Shah Lok Sabha constituency: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રોગચાળો અટકાવવા પોતાના મતવિસ્તાર કલોલમાં સૂચનાઓ આપી

રહેમાનનો વળતો જવાબ - રહેમાને એક તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું 'તમિશાનગુ', જે તમિલ ભાષાને સમર્પિત ગીત સૂચવે છે. તસવીરની નીચેની લીટીમાં તમિલ રાષ્ટ્રવાદી કવિ ભારતીદાસનની કવિતાની છે અને તે સૂચવે છે કે તમિલ ભાષા એ તમિલ લોકોના અધિકારોનું મૂળ છે. રહેમાન દ્વારા પોસ્ટ કરાયેલી તસવીરમાં લાલ પૃષ્ઠભૂમિ સામે સફેદ સાડી પહેરેલી એક મહિલા દેખાય છે જે તમિલ ભાષી લોકોની લાગણીઓ અને હિન્દી લાદવાના તેમના વિરોધના સંદર્ભમાં હોવાનું જણાય છે.

આ પણ વાંચો - UP Assembly Election 2022: યોગી આદિત્યનાથ આજે ગોરખપુર સદરથી નામાંકનપત્ર ભરશે, અમિતશાહ પણ રહેશે હાજર

શાહનું નિવેદન - શાહે કહ્યું હતું કે, હિન્દી અંગ્રેજીનો વિકલ્પ બની શકે છે. અમિત શાહે ગુરુવારે કહ્યું હતું કે સ્થાનિક ભાષાઓને બદલે હિન્દીને અંગ્રેજીના વિકલ્પ તરીકે સ્વીકારવી જોઈએ. રાજભાષા અંગેની સંસદીય સમિતિની 37મી બેઠકની અધ્યક્ષતા કરતા શાહે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણય લીધો છે કે સરકાર ચલાવવાનું માધ્યમ અધિકૃત ભાષા છે અને તે ચોક્કસપણે હિન્દીનું મહત્વ વધારશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.