- તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરતા સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય
- આગામી દિવસોમાં ભારતીય બજારમાં ડ્રાયફ્રુટ્સની કિંમતોમાં તેજી આવવાની સંભાવના
- દેશમાં 85 ટકા ડ્રાયફ્રૂટ્સની આયાત-નિકાસ અફઘાનિસ્તાનથી થાય છે
ન્યૂઝ ડેસ્કઃ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લેતા જ ભારત સાથે વેપાર રોકી દીધો છે. હવે ન તો કાબુલમાં કોઈ નિકાસ કરી શકાય અને ન તો ત્યાંથી કોઈ વસ્તુની આયાત સંભવ છે. આ તમામની વચ્ચે હવે બજારમાં ડ્રાયફ્રૂટ્સ પણ મોંઘા થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. ભારતીય નિકાસ સંગઠન મહાસંઘ (FIEO)ના મહાનિદેશક ડો. અજય સહાયે કહ્યું હતું કે, અમે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. ભારત માટે આયાત પાકિસ્તાનના ટ્રાન્ઝિટ માર્ગથી થાય છે.
આ પણ વાંચોઃ હું કાબૂલમાં રહ્યો હોત તો કત્લેઆમ થઇ જાત: અશરફ ગની
વર્ચ્યૂઅલી આયાત પર પણ પ્રતિબંધ
તાલિબાને અત્યારે પાકિસ્તાન જતા તમામ કાર્ગો પર રોક લગાવી દીધી છે. આ માટે વર્ચ્યૂઅલી આયાત પણ રોકાઈ ગઈ છે. સહાયે કહ્યું હતું કે, કેટલાક ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ ટ્રાન્સપોર્ટ કોરિડોરના માધ્યમથી મોકલવામાં આવે છે, જે હજી પણ કામ કરી રહ્યા છે. દુબઈના રસ્તે મોકલવામાં આવતી ઉત્પાદનોનો રસ્તો પણ અત્યારે બંધ કરી દેવાયો છે. FIEO ડીજીએ અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાઈ રહેલી સ્થિતિ સિવાય ભારતના વ્યવસાયિક સંબંધ ટકાવી રાખવાની આશા બતાવી છે.
આ પણ વાંચોઃ "મારા બધા જ સપનાઓ મારી નજર સામે ટુટી ગયા" : કાબુલ એરપોર્ટ પર વિમાનની રાહે બેઠેલી યુવતી
ભારત અફઘાનિસ્તાનને આ વસ્તુનો સપ્લાય કરે છે
FIEO ડીજીએ કહ્યું હતું કે, ભારત અત્યારે અફઘાનિસ્તાનને ચીની, દવાઓ, કપડાં, ચા, કોફી, મસાલા અને ટ્રાન્સમિશન ટાવરનો સપ્લાય કરે છે. જ્યારે ત્યાંથી આવનારી મોટા ભાગની આયાત ડ્રાયફ્રૂટ્સની જ છે. અમે થોડી ડુંગળી અને ગુંદર પણ ત્યાંથી આયાત કરીએ છીએ.
ભારત-અફઘાનિસ્તાન વચ્ચેના વેપાર પર નજર કરીએ
- વર્ષ 2021માં બંને દેશ વચ્ચે 83.5 કરોડ ડોલર રૂપિયાનો દ્વિપક્ષીય વેપાર થયો છે
- ભારતે અફઘાનિસ્તાથી 51 કરોડ ડોલર રૂપિયાની વસ્તુઓની આયાત કરી
- ભારતે અફઘાનિસ્તાન પર 3 અબજ ડોલર રૂપિયાનું રોકાણ કર્યું છે
- 400 પ્રોજેક્ટમાં લાગ્યા છે પૈસા, જેમાં કેટલીક અત્યારે કાર્યરત છે