ETV Bharat / bharat

રાજસ્થાનની 3 વિધાનસભા પેટા-ચૂંટણીમાં રચાયો ઈતિહાસ - ભાજપ કોંગ્રેસ

રાજસ્થાનની ત્રણેય સહાડા, રાજસંમદ અને સુઝાનગઢ વિધાનસભા બેઠક માટે થયેલી ઉપ-ચૂંટણીના પરિણામોએ આ વખતે રાજસ્થાનમાં એક નવો ઈતિહાસ બનાવ્યો છે. ત્રણેય બેઠક પર અહીંયા દિગ્વંત થયેલા ધારાસભ્યોના પરિવારજનોને જ જનતાએ જીતનો સ્વાદ ચખાડ્યો છે.

રાજસ્થાનની 3 વિધાનસભા પેટા-ચૂંટણીમાં રચાયો ઈતિહાસ

author img

By

Published : May 2, 2021, 7:19 PM IST

  • રાજસ્થાનની પેટા-ચૂંટણીમાં રચાયો ઈતિહાસ
  • મૃતક ધાસાભ્યોના પરિવારજનની જીત
  • પ્રથમ વખત રાજસ્થાનમાં આવું બન્યું
    રાજસ્થાનની 3 વિધાનસભા પેટા-ચૂંટણીમાં રચાયો ઈતિહાસ

જયપુરઃ રાજ્યમાં થયેલી ઉપ-ચૂંટણીના પરિણામોએ ઈતિહાસ રચ્યો છે. કારણ કે, આ અગાઉ જેટણી પણ ઉપ-ચૂંટણી થઇ તેમાં દિગ્વંત ધારાસભ્યોના પરિવારજન જીત પ્રાપ્ત કરી શક્યા નથી. આ વખતે આ પોલિટિકલ ટ્રેન્ડ ટુટી ગયો છે.

આ પણ વાંચોઃ મોરવા હડફ પેટા ચૂંટણીમાં ભાજપની જીત

રાજસંમદમાં દીપ્તિ, સુઝાનગઢમાં મનોજ, સહાડામાં ગાયત્રી દેવીની જીત

ઉપ-ચૂંટણીમાં રાજસમંદ બેઠક પર ભાજપના દિગ્વંત ધારાસભ્ય કિરણ માહેશ્વરીની દિકરી અને ભાજપની હાલની ઉમેદવાર દીપ્તી માહેશ્વરીની જીત થઇ છે. સુઝાનગઢમાં દિગ્વંત કોંગ્રેસ ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં કેબિનેટ પ્રધાન રહેલા માસ્ટર ભંવરલાલના દિકરા અને કોંગ્રેસ ઉમેદવાર મનોજ મેઘવાલને જીત મળી છે.

પૂર્વમાં આ ત્રણેય બેઠકો પર જો રાજકીય કબ્જાની વાત કરવામાં આવે તો રાજસંમદ પર ભાજપનો કબ્જો હતો. સહાડા અને સુઝાનગઢ વિધાનસભા બેઠક પર ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો કબ્જો હતો. જે ઉપ-ચૂંટણીમાં યથાવત રહ્યો છે.

આ અગાઉની ઉપ-ચૂંટણીનો રાજકીય ટ્રેન્ડ

રાજસ્થાનમાં અત્યારસુધી વિધાનસભા અથવા સામાન્ય ચૂંટણીમાં ધારાસભ્યના અવસાનના કારણે 20 વખત ઉપ-ચૂંટણી યોજાઈ છે. જેમાં 9 વખત કોંગ્રેસે બેઠક મેળવી છે, જ્યારે ભાજપે 8 વખત ચૂંટણી જીતી છે. 2 વખત જનતા પાર્ટી અને 1 વખત NCJ પાર્ટીના ધારાસભ્ય બન્યા છે. જેમાં ખાસ વાત છે કે, 20 વખતની ચૂંટણીમાં દિગ્વંત ધારાસભ્યોના પરિવારજનોને ટિકિટ મળવા છતાં જીત મળી નથી.

  • વર્ષ 1965માં રાજાખેડાના ધારાસભ્ય પ્રતાપ સિંહના અવસાન પછી, તેમના પુત્ર એમ સિંહે ચૂંટણી લડી હતી પણ તે હાર્યા હતા.
  • વર્ષ 1978માં રૂપવાસના ધારાસભ્ય તારાચંદના અવસાન પછી, તેમના પુત્ર ચૂંટણી લડ્યા, તે પણ ચૂંટણી હારી ગયા.
  • વર્ષ 1988માં ખેતડીના ધારાસભ્ય માલારામના અવસાન પછી, તેમના પુત્ર એચ.લાલને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ તે પણ ચૂંટણીમાં હાર્યા હતા.
  • વર્ષ 1995માં બયાના વિધાનસભામાંથી ધારાસભ્ય બ્રિજરાજ સિંહના અવસાન પછી, તેમના પુત્ર શિવચરણ સિંહને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ તે પણ ચૂંટણી હારી ગયા હતા.
  • વર્ષ 1995માં બાંસવાડા વિધાનસભાના ધારાસભ્ય પૂર્વ મુખ્યપ્રધાન હરદેવ જોશીના અવસાન પછી, જ્યારે તેમના પુત્ર દિનેશ જોશીને પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ તેઓ આ બેઠક બચાવી શક્યા નહોતા.
  • વર્ષ 2000માં જ્યારે લુણકરણસરના ધારાસભ્ય ભીમસેનના મૃત્યુ પછી તેમના પુત્ર વિરેન્દ્રને ટિકિટ આપવામાં આવી હતી, ત્યારે તેમની પણ હાર થઇ હતી.
  • વર્ષ 2002માં સાગવાડાના ધારાસભ્ય ભીખાભાઇના અવસાન પછી, તેમના પુત્ર સુરેન્દ્રકુમારને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ તે હાર્યા હતા.
  • વર્ષ 2005માં લુણીના ધારાસભ્ય રામસિંહ વિષ્ણોઇના અવસાન પછી, તેમના પુત્ર મલખાન વિશ્નોઇ પણ જીતવામાં નિષ્ફળ ગયા હતા.

આવી સ્થિતિમાં કોઈ પણ પક્ષને આજદિન સુધી ધારાસભ્યના અવસાન પર તેમના પરિવારોને ટિકિટ આપવામાં કોઈ સહાનુભૂતિનો લાભ મળ્યો નહોતો, પરંતુ આ પેટા-ચૂંટણીમાં જુનો ઇતિહાસ પુનરાવર્તિત થયો નથી અને એક નવો ઇતિહાસ રચાયો હતો. જેમાં ત્રણેય બેઠક પર મૃતક ધારાસભ્યના પરિવારજનોની જીત થઇ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.