ભટિંડા-પંજાબઃ ભટિંડા ગામે કોઠા ગુરુ કાના ખેતરમાં પાકિસ્તાનની હિલચાલ (Pakistan movement on Bathinda village) જોવા મળી છે. જ્યાં એક બેનરને બલૂન સાથે બાંધીને બહાર છોડવામાં આવ્યું હતું. આ અંગે માહિતી મળતા જ દયાલપુરા પોલીસ સ્ટેશનની (Dayalpura Police Station) ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ બેનરનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની એક રેલી યોજાઈ હતી. આ બેનર ઉક્ત રેલી સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. આ અંગે SHO હરનેક સિંહે જણાવ્યું છે કે, આ મામલો ગંભીર નથી કારણ કે આ બેનર ઈમરાન ખાનની પાર્ટીનું છે. રેલી દરમિયાન ઈમરાન ખાનના ચાહકોએ આ બેનરોને ફુગ્ગા સાથે બાંધીને છોડી દીધા હશે.
અહીં સુધી કેમ પહોંચ્યાઃ અહીં સુધી પહોંચવા પાછળનું કારણ આપતા અધિકારીએ કહ્યું હતું કે, પવનની દિશા સાથે બલૂન ભારત તરફ આવ્યો અને ઝાકળને કારણે તે કોઠા ગુરુકા ગામના ખેતરમાં પડી ગયો. આ ઘટના એટલા માટે બની કારણ કે પવનની દિશા ભારત તરફ હતી. બેનર પર ભારત વિરોધી કંઈપણ લખવામાં આવ્યું નથી. બેનર પર ઈમરાન ખાનની પાર્ટીનો પ્રચાર કરવામાં આવ્યો છે. બેનરનો કબજો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી છે.