ETV Bharat / bharat

સૂર્ય રાશી પરિવર્તન 2021: 16 નવેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, જાણો તમામ 12 રાશિઓ પર તેની અસર અને રાશીફળ

author img

By

Published : Nov 15, 2021, 6:04 PM IST

ભગવાન સૂર્ય તેમની નીચ રાશિની તુલા રાશિની યાત્રા પૂર્ણ કરીને 16 નવેમ્બરે બપોરે 12:59 વાગ્યે વૃશ્ચિક રાશિમાં(surya rashi parivartan 2021) પ્રવેશ કરી રહ્યા છે. આ રાશિ પર, તેઓ 16 ડિસેમ્બરની મધ્યરાત્રિ પછી 3.40 વાગ્યા સુધી ગોચર કરશે, ત્યારબાદ તેઓ ધનુ રાશિમાં પ્રવેશ કરશે.

સૂર્ય રાશી પરિવર્તન 2021
સૂર્ય રાશી પરિવર્તન 2021

મેષ રાશિ: સૂર્ય હવે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ(surya rashi parivartan 2021) કરશે. એક મહિના સુધી મેષ રાશિના જાતકોને ખર્ચા વધવાની શક્યતા છે. આ સમય દરમિયાન તમારા પ્રવાસના યોગ બની રહ્યા છે. તમારા હોદ્દા અને સન્માનમાં વધારો થશે. જોકે, તમારે ઉતાવળે કોઈ પણ કામ કરવાથી બચવું પડશે. ઉપાય – તમારે ગોળનું દાન કરવું જોઇએ.

વૃષભ રાશિ: સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ભ્રમણ થવાથી વૃષભ રાશિના લોકોને જીવનસાથી તરફથી ખૂબ જ સારો સહયોગ મળશે. આ સમય દરમિયાન સંતાનોના સ્વાસ્થ્યની ચિંતા તમને થોડા પરેશાન રાખશે. જે લોકો પાર્ટનરશીપમાં કામ કરે છે તેમને પોતાની વાણી પર નિયંત્રણ રાખવું પડશે. એક મહિના દરમિયાન તમને કોર્ટ-કચેરીના કાર્યોમાં ફાયદો થઇ શકે છે. ઉપાય – દરરોજ સૂર્યના કોઇ એક મંત્રનો જાપ જરૂર કરવો.

મિથુન રાશિ: આજે સૂર્યનું રાશિ પરિવર્તન થશે અને હવે એક મહિના સુધી વૃશ્ચિક રાશિમાં સૂર્ય ભ્રમણ કરશે. આ સમય મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઇ શકે છે. આ સમય દરમિયાન તમારા શત્રુઓ નબળા પડશે. તમારા અટકેલા કાર્યો પાર પડશે. કોઇ નવું મકાન અથવા વાહન ખરીદવાની તમે યોજના બનાવી શકો છો. ઉપાય – ભગવાન સૂર્યનારાયણને કંકુ મિશ્રિત પાણીથી અર્ઘ્ય આપવું.

કર્ક રાશિ: સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર કર્ક રાશિના લોકો માટે સામાન્ય ફળદાયી રહેશે. આ સમય દરમિયાન તમારે પોતાની વાણી પર અંકુશ રાખવાનો રહેશે. વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ તબક્કો કહી શકાય. તમારા સંશોધન અને ઊંડા અભ્યાસના કાર્યો આગળ વધશે. આ સમય દરમિયાન તમને કેટલીક માનસિક ચિંતાઓ થઇ શકે છે. ઉપાય – ગાયત્રી મંત્રની એક માળાનો જાપ કરવો.

સિંહ રાશિ: સૂર્યના વૃશ્ચિક રાશિમાં ભ્રમણથી તમારી આવક અને ખર્ચનું સંતુલન જળવાઇ રહેશે. આ સમય દરમિયાન બિઝનેસમાં જોડાયેલા લોકોને વિશેષ ફાયદો થઇ શકે છે. જોકે, તમારે પોતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી પડશે. ઉપાય- જરૂરિયાતમંદ લોકોને લાલ વસ્ત્રો દાન કરવાથી સૂર્યની કૃપા મેળવી શકશો.

કન્યા રાશિ: સૂર્ય તમારી રાશિથી ત્રીજા સ્થાનમાં એક મહિના સુધી ભ્રમણ કરશે. આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. જોકે, તમારાથી નાના ભાઇ-બહેનો સાથે અહંકારથી વાત કરવાનું ટાળવું પડશે. આ સમય દરમિયાન ગળામાં દુખાવાની ફરિયાદ થઇ શકે છે. ઉપાય – દરરોજ સવારે સૂર્યના દર્શન કરવાથી તમારા દિવસની શરૂઆત શુભ થશે.

તુલા રાશિ: વૃશ્ચિક રાશિમાં સૂર્યના ભ્રમણ હેઠળ તમારા માટે આ સમય મધ્યમ ફળદાયી રહેશે. આ સમય દરમિયાન તમારે વાણીમાં અહંકાર ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. પરિવાર સાથે વારંવાર વિવાદ થઇ શકે છે. આ સમય દરમિયાન તમારી આવક વધારવા માટે કરેલા પ્રયાસોથી સારું ફળ મળી શકે છે. ઉપાય- દરરોજ ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવું. ભગવાન શિવને જળાભિષેક કરવો.

વૃશ્ચિક રાશિ: સૂર્ય હવે એક મહિના સુધી તમારી પોતાની જ રાશિમાં ભ્રમણ કરશે. આ સમય દરમિયાન તમને સ્વાસ્થ્ય સંબંધિત જે પરેશાનીઓ હતી તેમાંથી મુક્તિ મળશે. સરકારી અને અર્ધ સરકારી કાર્યોમાં તમને સફળતા મળવાની શક્યતા છે. તમને કોઇપણ પ્રકારે કામમાં ઉતાવળ ના કરવાની સલાહ છે. આ સમય દરમિયાન તમારા સ્વભાવમાં અહંકાર વધી શકે છે માટે ધ્યાન રાખવું. ઉપાય- નેત્રહીન લોકોની સેવા કરો અને ભગવાન સૂર્યને ગોળનો ભોગ ધરો.

ધન રાશિ: સૂર્યના વૃશ્ચિક રાશિમાં ગોચરથી ધન રાશિના જાતકોને મધ્યમ ફળની પ્રાપ્તિ થશે. આ સમય દરમિયાન શત્રુ પક્ષ નબળો પડશે. વિદેશ સંબંધિત કાર્યોમાં સારો સમય રહેશે. તમને તણાવ અને બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવાની સલાહ છે. સ્વાસ્થ્ય મામલે બેદરકારી તમારા માટે નુકસાનદાયક પુરવાર થશે. ઉપાય – તમને દરરોજ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાથી ફાયદો થશે.

મકર રાશિ: વૃશ્ચિક રાશિમાં સૂર્યના આગમનથી મકર રાશિના જાતકો માટે વિશેષ ફળદાયી રહેશે. આ સમય દરમિયાન તમારા નેટવર્કમાં વિસ્તરણ થશે. સામાજિક કાર્યોમાં પણ તમને વિશેષ સહયોગ મળશે. તમારી આવકમાં વધારો થઇ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો પૂરવાર થશે. ઉપાય – સૂર્યાષ્ટકનો પાઠ કરવાનું તમારા માટે હિતકારી રહેશે.

કુંભ રાશિ: સૂર્યનું વૃશ્ચિક રાશિમાં આગમન થવાથી તમારા માટે તે શુભ ફળદાયી રહેશે. આ સમય દરમિયાન તમે જે પણ મહેનત કરશો તેનું સારું ફળ મળશે. કાર્યક્ષેત્રમાં પણ તમારું વર્ચસ્વ વધશે. આ સમય દરમિયાન તમારે પિતાના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવાની રહેશે. ઉપાય – ગાયત્રી ચાલીસાનો પાઠ કરવો.

મીન રાશિ: સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ભ્રમણ તમારા માટે થોડુ મુશ્કેલ પુરવાર થઇ શકે છે. આ સમય દરમિયાન તમારે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી પડશે. તમારા પરિવારના સભ્યો સાથે કોઇ બાબતે મતભેદ થઇ શકે છે. ધાર્મિક કાર્યોમાં તમને લાભ થશે. તમે અત્યાર સુધી કરેલી મહેનતનું ફળ ચોક્કસ પ્રાપ્ત થશે. ઉપાય – આ સમય દરમિયાન તમે ભગવાન સૂર્યના કોઇપણ મંત્રનો જાપ અવશ્ય કરો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.