નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ મંગળવારથી તેની બંધારણીય બેંચની કાર્યવાહીનું જીવંત પ્રસારણ (Live Telecast of Constitution Bench Hearing in SC) શરૂ કર્યું, જેને 'webcast.gov.inscindia' (https://webcast.gov.in/scindia/) પર ઍક્સેસ કરી શકાય છે. સર્વોચ્ચ અદાલત ત્રણ અલગ-અલગ પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચનું જીવંત પ્રસારણ કરશે. મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિત નોકરીઓ અને શિક્ષણમાં આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે 10 ટકા ક્વોટાની માન્યતાને પડકારતી અરજીઓની સુનાવણી ચાલુ રાખશે.
બંધારણીય કેસોની કાર્યવાહીનું લાઇવ સ્ટ્રીમિંગ: જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ દિલ્હી અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદમાં સેવાઓના નિયંત્રણને લગતા મામલાની સુનાવણી કરશે. ઉપરાંત, જસ્ટિસ સંજય કિશન કૌલની આગેવાની હેઠળની પાંચ જજોની બેંચ ઓલ ઈન્ડિયા બાર પરીક્ષાની માન્યતા અંગે સુનાવણી કરશે. તાજેતરમાં, વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સર્વોચ્ચ અદાલતના અન્ય ન્યાયાધીશોને જાહેર અને બંધારણીય મહત્વના કેસોની કાર્યવાહીનું લાઇવ સ્ટ્રીમિંગ (Live Telecast of Constitution Bench Hearing in SC) શરૂ કરવા અને તમામ પક્ષકારોના વકીલ દ્વારા દલીલોનો કાયમી રેકોર્ડ રાખવા માટે પત્ર લખ્યો હતો.
કયા મુદ્દાઓ પર સુનવણી: જયસિંગે જણાવ્યું હતું કે, EWS ક્વોટા, હિજાબ પ્રતિબંધ, નાગરિકતા સુધારણા અધિનિયમને પડકારતી અરજીઓ સહિત રાષ્ટ્રીય મહત્વના અનેક મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવી રહી છે અને તેણે તેના 2018ના ચુકાદા મુજબ કેસના લાઇવ સ્ટ્રીમિંગને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.