નવી દિલ્હી: પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કર્યા પછી છ મહિનાની રાહ જોતા અસંતુષ્ટ યુગલોને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણની કલમ 143 હેઠળ આપવામાં આવેલી વિશેષ સત્તાઓનો ઉપયોગ કરીને આવા લગ્નોને કોર્ટ દ્વારા તોડી શકાય છે.
કોર્ટને લગ્ન રદ કરવાનો અધિકાર: કોર્ટે કહ્યું હતું કે જો દંપતીનાં લગ્ન સંપૂર્ણપણે તૂટી ગયાં હોય અને સંબંધોમાં કોઈ સુધારો થવાની શક્યતા નથી તો કોર્ટને લગ્ન રદ કરવાનો અધિકાર હશે. કોર્ટના આ વિશેષાધિકારથી જાહેર નીતિના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન થશે નહીં. કોર્ટ એ પણ સુનિશ્ચિત કરશે કે પતિ-પત્ની વચ્ચે કેવી રીતે સમાનતા રહેશે. આમાં ભરણપોષણ અને બાળકોની કસ્ટડીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Isudan Gadhvi: AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સામે વિવાદિત ટ્વીટ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ
છ મહિના સુધી રાહ જોવી નહીં પડે: જસ્ટિસ એસકે કૌલની આગેવાની હેઠળની પાંચ જજની બેંચે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટને બંધારણની કલમ 142 હેઠળ સંપૂર્ણ રીતે ન્યાય કરવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું હતું કે કલમ 143 હેઠળ આપવામાં આવેલી વિશેષ સત્તાનો ઉપયોગ કરીને પતિ-પત્નીની પરસ્પર સંમતિથી કોર્ટ તેમનાં લગ્ન રદ કરી શકે છે. બેન્ચે કહ્યું હતું કે હવે આ દંપતીએ સંબંધનો અંત લાવવા માટે છ મહિના સુધી રાહ જોવી નહીં પડે.
આ પણ વાંચો: Gujarat Day 2023: CM ગેરહાજર, ઋષિકેશ પટેલે કહ્યું પડકારો છતાં PMએ ગુજરાતને અડીખમ રાખ્યું
શરતોને આધિન છૂટાછેડા: હિંદુ મેરેજ એક્ટની કલમ 13B હેઠળ પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે ફરજિયાત કરવામાં આવેલા 6 મહિનાના સમયગાળાને દૂર કરી શકાય કે નહીં. જોકે સુનાવણી દરમિયાન બંધારણીય બેન્ચે કહ્યું છે કે જો લગ્ન સંપૂર્ણપણે તૂટી ગયાં હોય તો દંપતીના છૂટાછેડાના અગાઉના નિર્ણયમાં જે પણ શરતો રાખવામાં આવી છે, જો એ પૂરી થાય તો પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માટે 6 મહિના રાહ જોવી નહિ પડે.