- લખીમપુર ખીરી હિંસા મામલે ફરી એક વાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
- યુપી સરકાર તરફથી કેસને હરીશ સાલ્વે હાજર રહ્યા હતા.
- સુનાવણી દરમિયાન સીજેઆઈએ યુપી સરકાર પર સવાલ કર્યા હતા.
નવી દિલ્હી : લખીમપુર ખીરી હિંસા મામલે ફરી એક વાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સીજેઆઈએ કહ્યું કે, આરોપ હત્યાનો છે. આરોપી સાથે એવો જ વ્યવહાર થાય જેવો અન્ય લોકો સાથે થાય છે. અમે જવાબદાર સરકાર અને પોલીસની આશા કરીએ છીએ. આરોપ બહુ ગંભીર છે. જેમાં બંદૂકની ગોળીથી નિશાન પણ છે. તેમણે પૂછ્યું- આપ શું મેસેજ મોકલી રહ્યા છો. સામાન્ય પરિસ્થિતીઓમાં પોલીસ તાત્કાલિક ધરપકડ નહીં કરે છે. એ રીતે આગળ ન વધ્યા, જે રીતે એક્શન લેવે જોઈએ. આ ફક્ત વાતો લાગે છે એક્શન નહીં. અમે એસઆઈટીનું વિવરણ જોયું છે. આપની પાસે ડીઆઈજી, એસપી અને અધિકારી છે. આ બધા સ્થાનિક લોકો છે. આવા ત્યારે થાય જ્યારે બધા લોકો સ્થાનિક લોકો હોય છે. સીબીઆઈને પણ આ મામલો ન આપી શકાય. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, જે પણ આમા શામેલ હોય, તેના વિરુદ્ધ કાયદાએ પોતાનું કામ કરવું જોઈએ. મામલામાં આગામી સુનાવણી 20 ઓક્ટોબરે થશે.
આ પણ વાંચો : lakhimpur Kheri Violence : રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ લખીમપુર ખેરી પહોંચ્યા
મુખ્ય આરોપી વિરુદ્ધ ગંભીર ગુનો : CJI
આ કેસમાં યુપી સરકાર તરફથી હાજર થયેલા વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, આપે નોટિસ આપી હતી. તેના પર સીજેઆઈએ કહ્યું કે, અમે નોટિસ આપી નહોતી. અમે સ્ટેટસ રિપોર્ટ માગ્યો હતો. જેના પર હરીશ સાલ્વેએ કહ્યું કે, સરાકરે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરી દીધો છે. સીજેઆઈએ કહ્યું કે, મુખ્ય આરોપી વિરુદ્ધ ગંભીર ગુનો છે. સાલ્વેએ કહ્યું કે, અમે તેને ફરી વાર નોટિસ મોકલી આવતીકાલે 11 કલાકે હાજર થવા જણાવ્યું છે. જો તે હાજર નહીં થાય તો કાયદો કાયદાનું કામ કરશે. તેમણે કહ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઈ બૂલેટની ઈજા નથી થઈ. એટલા માટે આરોપીને નોટિસ આપવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે યુપી સરકારની તપાસથી સંતુષ્ટ નથી. રાજ્ય સરકારે પગલા લેવા પડશે. સુપ્રીમ કોર્ટે આ સાથે અન્ય કોઈ તપાસ એજન્સીને કેસ સોંપવાનો સંકેતો આપ્યા અને પૂછ્યુ કઈ એજન્સી તપાસ કરી શકશે. આ મામલે સંભવત: દશેરાની રજા બાદ સુનાવણી થઈ શકે છે.
આ પણ વાંચો : Lakhimpur Kheri : ETV BHARAT પર બોલ્યા અખિલેશ યાદવ - હિટલરના શાસનમાં પણ આટલી સરમુખત્યારશાહી નહોતી
સીબીઆઈની તપાસ પણ કોઈ યોગ્ય ઉપાય નથી
સીજેઆઈએ કહ્યું કે, અમે જવાબદાર સરકાર અને જવાબદાર પોલીસ જોવા માગીએ છીએ. તમામ કેસમાં આરોપીઓ સાથે એક જેવો જ વ્યવહાર થવો જોઈએ. મામલાની ગંભીરતા જોતા હાલમાં અમે કોઈ ટિપ્પણી કરી શકતા નથી. સીબીઆઈની તપાસ પણ કોઈ યોગ્ય ઉપાય નથી. આપ જાણો જ છો શા માટે ?