- સીબીએસઈ (CBSE) બોર્ડની પરીક્ષા રદ કરવાની માગ કરવામાં આવી
- 12માં ધોરણની પરીક્ષા રદ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે (શુક્રવારે) સુનાવણી
- NEET પ્રવેશ પરીક્ષા અને અન્ય કેટલીક પરીક્ષાઓ મુલતવી રાખી હતી
ન્યુ દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)અને ઈન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE) બોર્ડની 12માં ધોરણની પરીક્ષા રદ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે (શુક્રવારે) સુનાવણી થશે. જણાવામાં આવે છે કે, કોવિડ-19ની બીજી લહેરને ધ્યાનમાં રાખીને સીબીએસઈ (CBSE) બોર્ડની પરીક્ષા રદ કરવાની માગ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ એમ.એસ.યુનિવર્સિટી ખાતે વિધાર્થી દ્વારા ઓનલાઈન પરીક્ષા યોજવાની કરાઈ માગ
આ પરીક્ષાઓ 4મેથી 14 જૂન દરમિયાન યોજાવાની હતી
નોંધપાત્ર વાત એ છે કે, 14મી એપ્રિલે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની 12માં ધોરણની બોર્ડની પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી અને 10માં ધોરણની બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પરીક્ષાઓ 4મેથી 14 જૂન દરમિયાન યોજાવાની હતી.
કોવિડ-19ની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષા મુલતવી રખાઇ
કોવિડ-19ની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને, લગભગ તમામ રાજ્ય શિક્ષણ બોર્ડ, સીબીએસઇ(CBSE) અને આઇસીએસઇ(ICSE)એ તેમની 12માં ધોરણની પરીક્ષા 2021ની મુલતવી રાખી છે.
આ પણ વાંચોઃ માર્કશીટની ફી કાપીને બોર્ડ ધોરણ 10ની પરીક્ષા ફી પરત કરશે
વિદ્યાર્થીઓ અને વાલીઓનો મોટો વર્ગ બોર્ડની પરીક્ષાઓ રદ કરવાની માગ કરે છે
વિદ્યાર્થીઓ અને વાલીઓનો મોટો વર્ગ બોર્ડની પરીક્ષાઓ રદ કરવાની માગ કરી રહ્યો છે. જો કે, શાળાઓના આચાર્યો પરીક્ષાના વિકલ્પો વિશે જુદા-જુદા મંતવ્યો ધરાવે છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA)એ મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે NEET પ્રવેશ પરીક્ષા અને અન્ય કેટલીક પરીક્ષાઓ મુલતવી રાખી હતી.