નવી દિલ્હીઃ ગુજરાતના પૂર્વ આઈપીએસ અધિકારીએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ડ્રગ્સ કબ્જે કરવાના મામલે સંજીવ ભટ્ટની 3 અરજીઓ ફગાવી દીધી છે.સુપ્રીમ કોર્ટે પ્રતિ અરજી 1 લાખ એટલે કે કુલ 3 લાખનો દંડ પણ ફટકાર્યો છે. ન્યાયાધીશ વિક્રમ નાથ અને રાજેશ બિંદલની સંયુક્ત બેન્ચે આ ચુકાદો આપ્યો છે. બેન્ચે દંડની રકમ ગુજરાત હાઈ કોર્ટના અધિવક્તા સંઘમાં આ રકમ જમા કરાવવાનો આદેશ કર્યો છે.
ગુજરાત હાઈ કોર્ટના ચુકાદાને પડકારાયોઃ સંજીવ ભટ્ટની અરજીમાં નીચલી કોર્ટના ન્યાયાધીશ પર ખોટો ચુકાદો આપ્યો હોવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો અને સુનાવણી અન્ય કોર્ટમાં સ્થળાંતરીત કરવાની માંગણી કરવામાં આવી હતી. અગાઉ પર અનેકવાર સુપ્રીમ કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની અરજી ફગાવી ચૂકી છે. આ અરજીમાં ડ્રગ્સ કબ્જે કરવા મુદ્દે ગુજરાત હાઈ કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. તે સમયે સંજીવ ભટ્ટ પર 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
કસ્ટોડિયલ ડેથ કેસઃ સંજીવ ભટ્ટે આ સમયે ગુજરાત હાઈ કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. ગુજરાત હાઈ કોર્ટે સંજીવ ભટ્ટને ડ્રગ્સ મુદ્દે સમયસર સુનાવણી પૂર્ણ કરવાના આદેશ કર્યા હતા. જૂન 2019માં ગુજરાતની અદાલતે કસ્ટોડિયલ ડેથ મુદ્દે સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી હતી. 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની એ અરજી ફગાવી હતી,જેમાં કસ્ટોડિયલ ડેથ મામલે પોતાને થયેલી સજાને પડકારી હતી. ન્યાયાધીશ એમ આર શાહ અને સી. ટી. રવિકુમારની સંયુક્ત બેન્ચે સંજીવ ભટ્ટની અરજી ફગાવી દીધી હતી.
3 સાક્ષીઓની જૂબાનીઃ સંજીવ ભટ્ટના વકીલે 3 સાક્ષી કે જેઓ ડૉક્ટર હતા તેમના આધારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ 3 સાક્ષીઓની જુબાનીને ટ્રાયલ કોર્ટે પૂરેપૂરી ધ્યાને લઈને ચૂકાદો આપ્યો હતો. હાઈ કોર્ટે આ 3 સાક્ષીની જુબાની પર ફરીથી વિચાર કરવા અને વિવેચન કરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટના ચૂકાદાને ભારતના બંધારણના પેરેગ્રાફ 136 અંતર્ગત શક્તિ પ્રદર્શનમાં હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ ન હોવાનું જણાવ્યું છે. આ ત્રણેય સાક્ષીઓની જુબાની પર આ કોર્ટ કોઈ પણ ટીપ્પણી કરતી નથી કારણ કે તે પક્ષના કોઈપણ મુદ્દાને અસર કરી શકે છે. જેના પર હાઈ કોર્ટ તરફથી વિચાર કરવામાં આવે. તેથી ખાસ પરવાનગી માંગતી આ અરજીઓ ફગાવવામાં આવે છે. (ANI)