નવી દિલ્હી : સર્વોચ્ચ અદાલતે કર્ણાટક હાઈકોર્ટમાંથી હિજાબ વિવાદ સંબંધિત અરજીઓને(Application regarding hijab dispute) સર્વોચ્ચ અદાલતમાં સ્થાનાંતરિત કરવાની માંગ કરતી અરજીઓને તાત્કાલિક સૂચિબદ્ધ કરવાનો ઇનકાર કર્યો(supreme court declines to urgently list hijab row pleas) હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટ આજે આ મામલાની સુનાવણી કરી રહી છે, તો આ સમયે શા માટે દખલ કરવી જોઈએ? આ સાથે સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી માટે તારીખ આપવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. કોંગ્રેસના નેતા અને વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં હિજાબ વિવાદનો પક્ષ રાખીને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. સિબ્બલે કહ્યું કે બે મહિના પછી પરીક્ષાઓ છે, એવા સમયે છોકરીઓને શાળાએ આવવામાં રોકવામાં આવી રહી છે અને તેમના પર પથ્થરો ફેંકવામાં આવી રહ્યા છે.
હિજાબ વિવાદ પર સુનાવણી હાથ ધરવામાં આવી
બુધવારે કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ વિવાદ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે ભલામણ કરી કે આ મામલાની સુનાવણી મોટી બેંચમાં કરવામાં આવે. મોટી બેંચ હવે આ મુદ્દા પર વિચાર કરશે કે શું શાળાઓ અને કોલેજો મુસ્લિમ છોકરીને હિજાબ પહેરવાથી રોકી શકે છે કે નહીં. આ સંબંધમાં કર્ણાટક હાઈકોર્ટની મોટી બેંચ બંધારણીય અને મૂળભૂત અધિકારો સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર પણ વિચાર કરશે.
આ પણ વાંચો : Hijab Controversy Karnataka : હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટ આજે ફરી કરશે સુનાવણી
શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધો
કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પરના પ્રતિબંધને પડકારતી અરજીઓ પર આજે હાઈકોર્ટની ફુલ બેન્ચ સુનાવણી(Larger HC bench formed to hear case on today) કરશે. ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થીએ બુધવારે રાત્રે જસ્ટિસ કૃષ્ણા એસ દીક્ષિત અને જસ્ટિસ કે જે મોહિઉદ્દીનની બનેલી ફુલ બેંચની રચના કરી હતી. આ પહેલા કર્ણાટક હાઈકોર્ટના જજ જસ્ટિસ દીક્ષિતની સિંગલ બેંચ, જે આ મામલાની સુનાવણી કરી રહી હતી, તેણે બુધવારે આ મામલો ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થીને મોકલી આપ્યો હતો.
કલમ 144 હેઠળ પ્રતિબંધો લાદવામાં આવ્યા
બેંગલુરુ પોલીસ કમિશનર કમલ પંતે બુધવારથી 22 ફેબ્રુઆરી સુધી બે અઠવાડિયાના સમયગાળા માટે બેંગલુરુ શહેરમાં શાળાઓ, કોલેજો, ડિગ્રી કોલેજો અથવા અન્ય સમાન શૈક્ષણિક સંસ્થાઓના ગેટથી 200 મીટરની ત્રિજ્યામાં કોઈપણ સભા, આંદોલન અથવા પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. આંદોલન તેમજ પ્રદર્શન કરનારા સામે ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)ની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Karnataka Hijab Controversy: હાઈકોર્ટે કહ્યું, ભાવનાથી નહીં અમે કાયદાથી ચાલીશું
હાઈસ્કૂલ અને કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર
કર્ણાટકના વિવિધ ભાગોમાં હિજાબની તરફેણમાં અને વિરોધમાં ઉગ્ર દેખાવો અને કેટલાક સ્થળોએ હિંસક બન્યા બાદ સરકારે રાજ્યની તમામ હાઈસ્કૂલ અને કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરી હતી. ગયા અઠવાડિયે, કર્ણાટક સરકારે રાજ્યભરની શાળાઓ અને પ્રિ-યુનિવર્સિટી કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે તેમના પોતાના અથવા ખાનગી સંસ્થાઓના મેનેજમેન્ટ દ્વારા નિર્ધારિત ગણવેશ ફરજિયાત બનાવવાનો આદેશ જારી કર્યો હતો.