ETV Bharat / bharat

Supreme court : મલયાલમ ન્યૂઝ ચેનલ મીડિયાવન પરનો પ્રતિબંધ રદ કરતી સુપ્રીમ કોર્ટ - malayalam news channel mediaone

સુપ્રીમ કોર્ટે આપેલા મહત્ત્વના આદેશમાં આજે મલયાલમ ન્યૂઝ ચેનલ મીડિયાવન પરનો પ્રતિબંધ રદ કરી મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ચેનલ પર કેન્દ્ર સરકાર દ્વારા લગાવાયેલા પ્રતિબંધને ફગાવી દીધો છે.

Supreme court : મલયાલમ ન્યૂઝ ચેનલ મીડિયાવન પરનો પ્રતિબંધ રદ કરતી સુપ્રીમ કોર્ટ

author img

By

Published : Apr 5, 2023, 2:50 PM IST

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મલયાલમ સમાચાર સંસ્થા ચેનલ મીડિયાવનને સુરક્ષા સંબંધી મંજૂરી આપવાના કેન્દ્ર સરકારના ઇનકારને બુધવારે ફગાવી દીધો છે. તથ્ય વિનાની હવામાં રાષ્ટ્રીય સુરક્ષા સંબંધી દાવાઓ કરવાને લઇને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સામે નારાજગી પણ દર્શાવી હતી. આ કેસ સંદર્ભે કેરળ હાઇકોર્ટના આદેશને રદ પણ રદ કરવામાં આવ્યો હતો.

કેરળ હાઇકોર્ટનો આદેશ રદ : સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડની આગેવાનીવાળી પીઠે મીડિયાવનના પ્રસારણ પર સુરક્ષાના આધાર પર પ્રતિબંધ લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને બહાલ રાખવા સંબંધી કેરળ હાઇકોર્ટના આદેશને રદ કરી દીધો હતો.

આ પણ વાંચો Supreme Court: તપાસ એજન્સીઓની કામગીરી સામે કોંગ્રેસ સહિત 14 રાજકીય પક્ષોની અરજી પર 5મીએ સુનાવણી

સ્વતંત્ર પ્રેસ આવશ્યક : સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સરકારની નીતિઓની વિરુદ્ધ મીડિયાવન ચેનલના આલોચનાત્મક વિચારોને સત્તાવિરોધી ન કહી શકાય. કારણ કે મજબૂત લોકતંત્ર માટે સ્વતંત્ર પ્રેસ આવશ્યક છે. પીઠ દ્વારા જણાવાયું કે રાષ્ટ્રીય સુરક્ષાના દાવાઓ હવામાં ન કરી શકાય. તેને સાબિત કરવા માટે નક્કર તથ્ય હોવા જોઇએ.

ચેનલે સુપ્રીમમાં કરી અરજી : કેરળ હાઇકોર્ટે ચેનલના પ્રસારણ પર સુરક્ષા આધાર પર પ્રતિબંધ લગાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને માન્ય રાખ્યો હતો. સમાચાર ચેનલે કેરળ હાઇકોર્ટના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

આ પણ વાંચો SC declines urgent hearing: હાઇકોર્ટના આદેશ સામેની અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

પ્રાકૃતિક ન્યાયનું ઉલ્લંઘન : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની એવી દલીલ પણ ફગાવી દીધી હતી જેમાં કહ્યું હતું કે ચેનલના કાર્યક્રમ રાષ્ટ્રીય સુરક્ષાને પ્રભાવિત કરી રહ્યાં છે. વધુમાં જણાવાયું કે જમીયતે ઉલેમાએ હિંદની સાથે ચેનલની લિંક સાયસન્સ આપવાના ઇનકારનો આધાર ન બની શકે. સંગઠન પર પ્રતિબંધ નથી લાગાવાયો અને તેની સાથે સહાનુભૂતિ રાષ્ટ્રીય સુરક્ષાને પ્રભાવિત નથી કરતી. કેન્દ્ર ા આ વલણ પર કે તે કેલ સીલબંધ પરબીડિયામાં સુપ્રીમ કોર્ટને લાયસન્સ આપવાનો ઇનકાર કરવા માટેના કારણ પાઠવી શકે છે તેની વિશે પણ ટિપપ્ણી કરી હતી કે પ્રાકૃતિક ન્યાયનું ઉલ્લંઘન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.