ETV Bharat / bharat

PM મોદી, અમિત શાહ અને નડ્ડા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે સ્વીકારી જાહેર હિંતની અરજી, જાણો શું છે મામલો

અલીગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (prime minister narendra modi), ગૃહ પ્રધાન અમિત શાહ (home minister amit shah), ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા (BJP national president j.p. nadda) અને એક પત્રિકાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે (supreme court) જાહેર હિતની અરજી (public interest litigation) સ્વીકાર કરી છે. એડવોકેટ ખુર્શીદઉર રહેમાન શેરવાનીએ 1 સપ્ટેમ્બર 2021ના રોજ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી.

PM મોદી, અમિત શાહ અને નડ્ડા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે સ્વીકારી જાહેર હિંતની અરજી, જાણો શું છે મામલો
PM મોદી, અમિત શાહ અને નડ્ડા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે સ્વીકારી જાહેર હિંતની અરજી, જાણો શું છે મામલો
author img

By

Published : Nov 22, 2021, 9:28 PM IST

  • નાગરિકતા સંશોધન કાયદા દ્વારા નફરત ફેલાવવાના મામલે જાહેર હિતની અરજી
  • ગૃહ મંત્રાલય, માનવ અધિકાર આયોગને પણ અલીગઢના એડવોકેટે કરી હતી ફરિયાદ
  • કેન્દ્ર સરકાર અને ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ એકસાથે સુનાવણી થશે

અલીગઢ: સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (prime minister narendra modi), ગૃહ પ્રધાન અમિત શાહ (home minister amit shah), ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા (BJP national president j.p. nadda) અને એક પત્રિકાના પ્રકાશકની વિરુદ્ધ નાગરિકતા સંશોધન કાયદા દ્વારા નફરત ફેલાવવાના મામલે એક જાહેર હિતની અરજી સ્વીકારી છે. અલીગઢના એડવોકેટ ખુર્શિદઉર રહેમાન શેરવાનીએ નાગરિકતા સંશોધન (Citizenship Amendment Act, 2019) કાયદા અંગે રાષ્ટ્રપતિ (president), ગૃહ મંત્રાલય (home ministry), નાગરિકતા વિદેશ વિભાગ, માનવ અધિકાર આયોગ વગેરેને ફરિયાદ કરી હતી અને તપાસ અને કાર્યવાહીની માંગ કરી હતી. પરંતુ તમામ એજન્સીઓએ આ મામલે કોઈપણ પ્રકારની તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરી નહોતી.

નાગરિકતા સંશોધન કાયદા દ્વારા નફરત ફેલાવવામાં આવી

આ કારણે એડવોકેટ ખુર્શીદઉર રહેમાન શેરવાનીએ 1 સપ્ટેમ્બર 2021ના રોજ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. એડવોકેટે આરોપ લગાવ્યો છે કે, નાગરિકતા સંશોધન કાયદા દ્વારા નફરત ફેલાવવામાં આવી હતી અને રાષ્ટ્રીય એકતા (national unity)ને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, સંસદ (parliament)માં પસાર કરાયેલા મૂળ કાયદાના મૂળ શબ્દો સાથે વધારાના શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મુખર્જી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત મેગેઝિનમાં નાગરિકતા સુધારા કાયદાના મૂળ કાયદાને વધારે-ચડાવીને લેખો પ્રકાશિત કરવામાં આવ્યા હતા, જેના વિરોધ સ્વરૂપે ધરણા, પ્રદર્શન અને હિંસાનું વાતાવરણ બન્યું, જે એક ગંભીર ગુનાહિત કૃત્યમાં સામેલ છે.

કેન્દ્ર સરકાર અને ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ એકસાથે સુનાવણી

એડવોકેટ ખુર્શીદઉર રહેમાન શેરવાનીએ કહ્યું કે, દેશનો આ પહેલો કેસ છે જેમાં સર્વોચ્ચ અદાલત ચૂંટાયેલી કેન્દ્ર સરકાર અને ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ ફોજદારી કેસની એકસાથે સુનાવણી કરવા જઈ રહી છે. નાગરિકતા સંશોધન કાયદા હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા કાયદામાં, 31 ડિસેમ્બર, 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ, જૈન, શીખોને નાગરિકતા આપવાના સંબંધમાં કાયદો પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ ભાજપ સરકારે ષડયંત્ર રચીને એ એક્ટથી અલગ હટીને ઘણા શબ્દો જોડ્યા છે, જેને આ મેગેઝિનમાં લેખ છાપીને અને કરોડોની સંખ્યામાં વહેંચવામાં આવ્યા હતા અને તેના કાર્યકરોને ઉશ્કેરવામાં આવ્યા હતા.

અલીગઢ SSP અને રાષ્ટ્રપતિને ફરિયાદ કરવામાં આવી હતી

તેમણે કહ્યું કે, આ મેગેઝીનમાં ઉમેરવામાં આવ્યું છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન દેશોમાં સામાજિક, આર્થિક, ધાર્મિક રીતે પ્રતાડિત કરવામાં આવેલા અને પીડિત લોકોને નાગરિકતા આપવામાં આવી રહી છે. આ મામલે અલીગઢ SSP અને રાષ્ટ્રપતિને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી અને આ ફરિયાદ ભારત સરકારના ગૃહ મંત્રાલયને પણ મોકલવામાં આવી હતી, પરંતુ કોઈ જવાબ નહોતો આવ્યો. આ ઉપરાંત વિદેશ વિભાગના સિટીઝનશિપ સેલને પણ ફરિયાદ મોકલવામાં આવી હતી, પરંતુ ત્યાંથી પણ માત્ર એક્ટ પસાર કરવા અને તેના હેતુ વિશે જણાવવામાં આવ્યું હતું. મારા ફરિયાદ પત્ર પર ન તો તપાસ થઈ કે ન કોઈ કાર્યવાહી.

માનવઅધિકાર આયોગને પણ ફરિયાદ

આ મામલે તેમણે માનવઅધિકાર આયોગને પણ ફરિયાદ કરી, જ્યાંથી જવાબ મળ્યો કે, આ ન્યાયિક પ્રકરણનો મામલો છે અને આ અંગે કોઈ પગલાં લઈ શકાય નહીં. ચારે બાજુથી નિરાશ થયા બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને રિટ પિટિશનના રૂપમાં પત્ર મોકલ્યો. સંપૂર્ણ તપાસ પછી સુપ્રીમ કોર્ટે આ ફરિયાદને જાહેર હિતની અરજી તરીકે સ્વીકારી લીધી છે અને ટૂંક સમયમાં તેની સુનાવણી થવાની છે.

આ પણ વાંચો: ગુજરાત સરકાર પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કોરોના મૃત્યુના કેસમાં વળતર મામલે લગાવી ફટકાર

આ પણ વાંચો: સંસદના શિયાળુ સત્ર પહેલા ઓલ પાર્ટી મિટિંગ, PM મોદી પણ થઈ શકે છે સામેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.