ETV Bharat / bharat

Summit For Democracy 2021: PM મોદીએ કહ્યું- ભારત લોકશાહીનો અનુભવ શેર કરવા તૈયાર, બાઇડેનની પહેલની કરી પ્રશંસા - લોકશાહીનું રાજકારણ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 'સમિટ ફોર ડેમોક્રેસી' (Summit For Democracy 2021)માં પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમણે આ પહેલ માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનની પ્રશંસા કરી અને કહ્યું કે, ભારત લોકશાહીનો અનુભવ (india experience of democracy) વિશ્વસમુદાય સાથે શેર કરવા તૈયાર છે.

Summit For Democracy 2021: PM મોદીએ કહ્યું- ભારત લોકશાહીનો અનુભવ શેર કરવા તૈયાર, બાઇડેનની પહેલની કરી પ્રશંસા

author img

By

Published : Dec 10, 2021, 5:51 PM IST

  • ભારત લોકશાહીના મૂલ્યોને મજબૂત કરવા તેના ભાગીદારો સાથે કામ કરવા તૈયાર
  • બાઇડેને પ્રથમ વર્ચ્યુઅલ 'સમિટ ફોર ડેમોક્રેસી'નું ઉદ્ઘાટન કર્યું
  • PM મોદી સહિત 12 નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું

હૈદરાબાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા દ્વારા આયોજિત સમિટ ફોર ડેમોક્રેસી (Summit For Democracy 2021)માં ભાગ લેવા બદલ ખુશી વ્યક્ત કરી છે. નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટ (pm modi tweets)માં કહ્યું છે કે, રાષ્ટ્રપતિ બાઇડેનના આમંત્રણ પર લોકશાહી સમિટમાં ભાગ લઈને આનંદ થયો. વિશ્વની સૌથી મોટી લોકશાહી (the largest democracy in the world) તરીકે, ભારત બહુપક્ષીય મંચ સહિત વૈશ્વિક સ્તરે લોકતાંત્રિક મૂલ્યોને મજબૂત કરવા તેના ભાગીદારો સાથે કામ કરવા તૈયાર છે.

લોકશાહીનું નવીકરણ કરવું પડશે

યુએસ પ્રમુખ જો બાઇડેને ગુરુવારે વ્હાઇટ હાઉસની પ્રથમ વર્ચ્યુઅલ 'સમિટ ફોર ડેમોક્રેસી' (first virtual summit for democracy)નું ઉદ્ઘાટન કર્યું હતું. જો બાઇડેને તેમના ભાષણમાં કહ્યું કે, આપણે દરેક પેઢી સાથે લોકશાહીનું નવીકરણ (renewal of democracy) કરવું પડશે. તે આપણા સમયનો નિર્ણાયક પડકાર છે. પોતાના ઉદ્ઘાટન સંબોધન પછી, યુએસ પ્રમુખે બંધ રૂમમાં એક સત્રની અધ્યક્ષતા કરી, જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 12 નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

બંધારણીય સિદ્ધાંતનું પાલન કરવું જોઈએ

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશોએ તેમના બંધારણીય સિદ્ધાંતનું પાલન કરવું જોઈએ. આ ઉપરાંત, ટેક્નોલોજી કંપનીઓએ ઓપન સોસાયટીઓને સાચવવામાં મદદ કરવી જોઈએ. તેમણે દાવો કર્યો હતો કે, ભારતની લોકશાહી સરકારના 4 સ્તંભ (pillars of democracy government of india) છે. સંવેદનશીલતા, જવાબદારી, ભાગીદારી અને સુધારણા.

ભારત હંમેશા તેનો અનુભવ શેર કરવા માટે તૈયાર

  • Happy to have participated in the Summit for Democracy at the invitation of President Biden. As the world's largest democracy, India stands ready to work with our partners to strengthen democratic values globally, including in multilateral fora. @POTUS

    — Narendra Modi (@narendramodi) December 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારા (reforms in international organizations)ની હાકલ કરતા વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે, લોકશાહીના સિદ્ધાંતોએ વૈશ્વિક શાસનને પણ માર્ગદર્શન આપવું જોઈએ. તેમના ભાષણમાં નરેન્દ્ર મોદીએ લોકશાહી માટે સમિટનું આયોજન કરવા માટે જો બાઇડેનની પહેલની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ તરીકે ભારત હંમેશા તેનો અનુભવ શેર કરવા માટે તૈયાર છે.

'સમિટ ફોર ડેમોક્રેસી'માં રશિયા અને ચીનને આમંત્રણ નહીં

અમેરિકામાં યોજાનારી વર્ચ્યુઅલ સમિટનું ઉદ્ઘાટન 9 ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને આ સમિટમાં ભાગ લેવા માટે ભારત સહિત વિશ્વના 112 દેશોને આમંત્રણ મોકલ્યું હતું. 'સમિટ ફોર ડેમોક્રેસી'માં રશિયા અને ચીનને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું (russia and china not invited), જેના પર ચીનના વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી છે. ચીનનું કહેવું છે કે, અમેરિકા લોકશાહીનું રાજકારણ (politics of democracy) કરી રહ્યું છે અને તેનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યું છે. યુએસ સમગ્ર વિશ્વમાં લોકશાહી માટે કરાર કરી શકે નહીં. સમિટ ફોર ડેમોક્રેસીનો ઉદ્દેશ્ય વિશ્વને વિભાજીત કરવાનો છે.

પાકિસ્તાને પણ ન લીધો ભાગ

પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે ચીનને આમંત્રણ નહીં આપવાના વિરોધમાં સમિટમાં (pakistan in summit for democracy 2021) ભાગ ન લેવાની જાહેરાત કરી છે. ચીને પણ નેપાળ પર સમિટમાં ભાગ ન લેવા માટે દબાણ કર્યું હતું, પરંતુ ત્યાંના વડાપ્રધાને ચીનની સલાહને અવગણીને તેમાં સામેલ થવાનો નિર્ણય લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સમિટમાં અફઘાનિસ્તાન અને મ્યાનમાર પર ચર્ચા થઈ શકે છે.

આ પણ વાંચો: General Bipin Rawat Tribute : દિલ્હી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અનિલ ચૌધરીએ CDS જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

આ પણ વાંચો: Accident in southern Mexico USA : દક્ષિણ મેક્સિકોમાં ટ્રક અથડામણમાં 53 પરપ્રાંતીયોના મોત, 54 ઈજાગ્રસ્ત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.