ઉત્તરપ્રદેશ સહારનપુરના ગંગોહ શહેરમાં તિરંગા રેલી દરમિયાન સ્કૂલના બાળકોએ 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવીને સૌને ચોંકાવી દીધા School children raised slogans of Pakistan Zindabad હતા. કાર સવાર યુવકોએ તિરંગા યાત્રામાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા વિદ્યાર્થીઓનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.
તિરંગા રેલીમાં પાક ના નારા લાગ્યા સહારનપુરના ગંગોહ શહેરમાં સિલ્વર ઓક પબ્લિક સ્કૂલ, સહારનપુર દ્વારા શનિવારે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. તિરંગા યાત્રામાં 350 જેટલા શાળાના બાળકો હાથમાં ત્રિરંગો લઈને નારા લગાવતા આગળ વધી રહ્યા હતા. આ દરમિયાન પીળા શર્ટ પહેરેલા કેટલાક વિદ્યાર્થીઓ 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવતા કેમેરામાં કેદ થયા હતા. કારમાં સવાર કેટલાક યુવકોએ વિદ્યાર્થીઓને ઉગ્ર ઠપકો પણ આપ્યો હતો.
વિદ્યાર્થીઓને કરાયા સસ્પેન્ડ આ અંગે SSP વિપિન ટાડાનું કહેવું છે કે શાળાના વિદ્યાર્થીઓ 'ભારત માતા કી જય', 'હિન્દુસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવી રહ્યા હતા. આ પછી શાળાના 5 થી 6 બાળકોએ 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. રેલીનો વીડિયો સામે આવ્યા બાદ સ્કૂલના સંચાલક ભૂપેન્દ્ર સિંહે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સાથે જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. વીડિયો દ્વારા અજાણ્યાની શોધ કરવામાં આવી રહી છે. શાળા સંચાલકે 6 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા છે.
શાળા સંચાલકનું નિવેદન શાળાના સંચાલક ભૂપેન્દ્ર સિંહનું કહેવું છે કે, રેલીમાં 350 બાળકો અને 35 શિક્ષકો હતા. બાળકોએ મજાકમાં નારા લગાવ્યા હતા. જો કે અવાજ ક્યાંથી આવ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ વીડિયોમાં જે બાળકો દેખાઈ રહ્યા છે. તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.