ETV Bharat / bharat

Terrorist attacks: દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદી હુમલામાં એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ

બુધવારે સાંજે એટલે કે ગઈ કાલે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા ધોરણ 12 ના વિદ્યાર્થી પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. નજીકના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યાના કલાકો બાદ આ હુમલો થયો હતો.

Class XII student injured in militant attack in Anantnag

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 5, 2023, 9:34 AM IST

અનંતનાગ: દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં બુધવારે સાંજે શંકાસ્પદ આતંકવાદીઓએ ધોરણ 12 ના વિદ્યાર્થી પર ગોળીબાર કર્યો હોવાની વિગતો મળી રહી છે. જેમાંથી એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ આ તપાસમાં સામે આવ્યું છે કે તેની ઉંમર 17 વર્ષ છે, તેનું નામ સાહિલ બશીર છે. આ વિદ્યાર્થી કાશ્મીર જિલ્લાના વાનીહામા વિસ્તારનો રહેવાસી છે. સ્થાનિકોએ આપેલી માહિતી અનુસાર આ યુવકને તેના ગળામાં ગોળી વાગી હતી.

  • #Terrorists fired upon one person namely Sahil Bashir Dar son of Bashir Ah Dar resident of Wanihama in #Anantnag district. The injured person is being shifted to hospital for treatment. Area cordoned off. Further details shall follow.@JmuKmrPolice

    — Kashmir Zone Police (@KashmirPolice) October 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સ્થાનિકોએ આપી માહિતી: સ્થાનિક માહિતી મુજબ યુવકને તેના ગળામાં ગોળી વાગી હતી. હુમલા પછી તરત જ, સ્થાનિક લોકો તેને અનંતનાગની સરકારી મેડિકલ કોલેજમાં લઈ ગયા હતા. જ્યાંથી ડોક્ટરોએ તેની સ્થિતિને જોતા વધુ સારવાર માટે શ્રીનગર રેફર કર્યા હતો. કાશ્મીર ઝોન પોલીસે એક પોસ્ટમાં માહિતી આપી હતી. જેમાં X પર( ટ્વિટર) પર માહિતી આપતા લખવામાં આવ્યું કે જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને હુમલાખોરોને પકડવા માટે મોટા પાયે શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

બે સ્થાનિક આતંકવાદીઓને મારી નાખ્યા: દિવસની શરૂઆતમાં નજીકના કુલગામ જિલ્લામાં, સુરક્ષા દળોએ ગોળીબારમાં બે સ્થાનિક આતંકવાદીઓને મારી નાખ્યા હતા. પોલીસે માર્યા ગયેલા બે આતંકવાદીઓની ઓળખ ફ્રિસલના બાસિત અમીન ભટ્ટ અને કુલગામના હવુરાના સાકિબ અહમદ લોન તરીકે કરી છે. પોલીસે જણાવ્યું કે બંને હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હતા. આ તમામ માહિતી કાશ્મીર ઝોન પોલીસે એડીજીપી કાશ્મીરને ટાંકીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું.

  1. Jammu-Kashmir News: અનંતનાગમાં અનેક આતંકવાદી સ્થળો પર સ્ટેટ ઈન્વેસ્ટિંગ એજન્સી(SIA) દ્વારા રેડ
  2. Terrorist Operations In Kashmir: કાશ્મીર ખીણમાં 71 વિદેશી આતંકવાદીઓ સક્રિય, 100 કોબ્રા કમાન્ડો તૈનાત
  3. Gujarat High Court Contempt Case Against Police: ગુજરાત હાઈ કોર્ટે પોલીસ હાજરીમાં વિધર્મી યુવાનોની મારપીટ થઈ તે બદલ આરોપો નક્કી કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.