ETV Bharat / bharat

Maharashtra News: હોમવર્ક ન કરવા બદલ ટ્યુશન ટીચરે માર માર્યો, છોકરાએ ગુમાવી સાંભળવાની ક્ષમતા - BEATING BY TUITION TEACHER in THANE maharashtra

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં હોમવર્ક ન કરવા બદલ ટ્યુશન શિક્ષકે તેને માર માર્યો હતો. જેમાં એક 12 વર્ષનો છોકરો તેની સાંભળવાની ક્ષમતા ગુમાવી બેઠો હતો. પોલીસે આરોપી ટ્યુશન ટીચર સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Maharashtra News :
Maharashtra News :
author img

By

Published : Apr 7, 2023, 9:43 PM IST

થાણે (મહારાષ્ટ્ર): સોટી વાગે ચમ ચમ, વિદ્યા આવે રમઝમ.. આ કહેવતને અનુરુપ ઘણી વખત વિદ્યાર્થીને સુધારવા શિક્ષકો દ્વારા માર મારવામાં આવતો હોય છે. જેમાં અમુક વખત વિદ્યાથીઓને ગંભીર ઈજાઓ પહોચતી હોય છે. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સામે આવ્યો છે. ટ્યુશન ટીચર દ્વારા માર મારવાને કારણે અહીં એક 12 વર્ષનો છોકરો તેની સાંભળવાની ક્ષમતા ગુમાવી બેઠો હતો.

હોમવર્ક ન કરતાં થપ્પડ મારી: સમગ્ર ઘટના અંગે અધિકારીએ કહ્યું કે કથિત ઘટના 31 માર્ચે બની હતી જ્યારે આરોપી શિક્ષકે છોકરાને હોમવર્ક ન કરવા બદલ તેના કાન પર જોરથી થપ્પડ મારી હતી. છોકરો રડતો રડતો ઘરે પહોંચ્યો અને તેના માતા-પિતાને આ અંગે જણાવ્યું. અધિકારીએ કહ્યું કે છોકરાને અંદરના કાનમાં સોજો આવી ગયો છે અને તે બરાબર સાંભળી શકતો નથી. શિક્ષક સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

આ પણ વાંચો: Bihar Crime: સહરસામાં શાળાના શિક્ષકના મારથી 7 વર્ષના વિદ્યાર્થીનું થયું મૃત્યુ

શિક્ષક સામે કેસ: એક અધિકારીએ જણાવ્યું કે આરોપી શિક્ષક વિરુદ્ધ ભાઈંદર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 323 (સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી) અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Rajkot Crime: રાજકોટમાં ધો.11ના વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ ઢોર માર મારતા પોલીસ ફરિયાદ થઈ

અગાઉ શિક્ષકે માર મારતાં થયું હતું મોત: ગયા મહિને, બિહારના સહરસામાં એક સાત વર્ષના છોકરાનું મૃત્યુ થયું હતું કારણ કે તેને નિયમોનું પાલન ન કરવા બદલ શાળાના ડિરેક્ટર-કમ-શિક્ષક દ્વારા કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. વારંવાર લાકડી વડે માર મારવામાં આવતા કેજીનો વિદ્યાર્થી બેહોશ થઈ ગયો હતો. છોકરાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. છોકરાના પરિવારે શિક્ષક અને સ્કૂલ મેનેજમેન્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

(PTI-ભાષા)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.