કોલકાતા: કોલકાતા હાઈકોર્ટના ન્યાયાધીશ રાજશેખર મંથાએ વિદ્યાર્થીના મૃત્યુ મામલે IIT ખડગપુરના ડિરેક્ટરને ઠપકો આપ્યો હતો. જજે IIT ખડગપુરના ડાયરેક્ટર વીરેન્દ્ર કુમાર તિવારીને પૂછ્યું કે, 'તમારા ઘરમાં કોઈ દીકરો કે દીકરી નથી! તમારી પ્રાથમિકતા શું છે, વિદેશ જવું કે વિદ્યાર્થીના મૃત્યુની તપાસ કરવી?' IIT-ખડગપુરના ત્રીજા વર્ષના વિદ્યાર્થી ફૈઝાન અહેમદનું 3 નવેમ્બરના રોજ IITમાં શંકાસ્પદ મોત થયું હતું.
પરિવારે કર્યો રેગિંગનો આક્ષેપ: આ સમગ્ર મામલે કોલકાતા હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં, પોલીસ તેને આત્મહત્યા હોવાનું માને છે, પરંતુ આસામથી ફૈઝાનનો પરિવાર તેનો મૃતદેહ લેવા આવ્યો હતો અને રેગિંગને ફૈઝાનના મૃત્યુનું કારણ બતાવ્યું હતું. આ પહેલા કેસની સુનાવણી બાદ કોર્ટે ખડગપુર આઈઆઈટીના ડાયરેક્ટર અને પોલીસ પાસેથી લેખિત રિપોર્ટ મંગાવ્યો હતો. રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટ એક કરતા વધુ વખત જાણવા માંગતી હતી કે ડિરેક્ટરે આ અંગે શું પગલાં લીધાં છે. IIT અધિકારીઓ તેમના જવાબોથી કોર્ટને સંતુષ્ટ કરી શક્યા ન હતા. અંતે ગુસ્સે ભરાયેલા ન્યાયાધીશે નિર્દેશક વીરેન્દ્ર કુમાર તિવારીને કોર્ટમાં બોલાવ્યા, જે શુક્રવારે હાજર થયા.
આ પણ વાંચો: વડોદરા સુમનદીપ વિદ્યાપીઠ રેગિંગ મામલામાં એન્ટી રેગિંગ કમિટી સમક્ષ ફરિયાદ
ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના: તિવારીના વકીલ અનિન્દ્ય મિત્રાએ કહ્યું, 'ઘટના બાદ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી હતી. ત્યારપછી શિસ્ત સમિતિએ અહેવાલ આપ્યો હતો. તે પછી, એક ઉચ્ચ સત્તા સમિતિની રચના કરવામાં આવી હતી. વકીલનું નિવેદન સાંભળીને જસ્ટિસ મંથાએ તરત જ પૂછ્યું, 'વિદ્યાર્થીના આ પ્રકારનું મોતનો પ્રયાસ ગંભીર ચિંતાનો વિષય છે.' પછી ન્યાયાધીશે નિર્દેશક તરફ ધ્યાન આપ્યું અને પૂછ્યું, ' દીકરો છે કે દીકરી? જો તમે તેમના વિશે વિચારશો, તો તમે તે માતાપિતાના દર્દને સમજી શકશો, જેઓ આર્થિક તંગીના કારણે ગુવાહાટીથી આવી શકતા નથી.
આ પણ વાંચો: કોલેજોમાં રેગિંગ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓ મોટો હાથ ધરી
IIT ખડગપુરના ડિરેક્ટરને લગાવી ફટકાર: આગળ ન્યાયાધીશે કહ્યું, 'તમારા માટે કયું મહત્ત્વનું છે? કોર્ટના સમન્સ કે ટોક્યો જવાનું? તમે રેગિંગની ઘટનાને આટલી હળવાશથી કેમ લઈ રહ્યા છો? કોર્ટ ઈચ્છે છે કે ડાયરેક્ટર આ મામલે સક્રિય બને. ન્યાયાધીશે આદેશમાં કહ્યું કે, IIT ખડગપુર જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં આવી ઘટના થવી ખૂબ જ દુ:ખદ છે. જેના કારણે વિદ્યાર્થીઓ માનસિક બિમારીનો શિકાર બની શકે છે. ડાયરેક્ટરે પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટની તપાસ કર્યા બાદ વાદીના વકીલ પોતાનો વાંધો નોંધાવશે. આ કેસની આગામી સુનાવણી 6 ફેબ્રુઆરીના રોજ નક્કી કરવામાં આવી છે.