ETV Bharat / bharat

Stock Market Closing Bell : સપ્તાહની શરૂઆતમાં શેરબજાર તૂટ્યું, સતત ચોથા દિવસે રેડ ઝોનમાં બજાર બંધ

સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજાર તૂટ્યું છે. સતત ચોથા દિવસે ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક લાલ રંગમાં બંધ થયા હતા. BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 116 અને 19 પોઈન્ટનો કડાકો બોલાવી બંધ થયા હતા.

Stock Market Closing Bell
Stock Market Closing Bell
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2023, 4:43 PM IST

મુંબઈ : ચાલુ સપ્તાહની શરુઆતથી બજારમાં નબળું વલણ દેખાઈ રહ્યું છે. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty આજે અનુક્રમે 115.81 અને 19 પોઈન્ટ તૂટીને નીચા મથાળે લાલ રંગમાં બંધ થયા હતા. જોકે, આજે બંને ઈન્ડેક્સ નીચા મથાળે ખુલ્યા હતા. ત્યારબાદ પણ બજાર સતત ઘટતું રહ્યું હતું. એશિયાઈ માર્કેટના ખુલતાની સાથે ભારતીય બજારમાં નજીવી રિકવરી નોંધાઈ હતી.

BSE Sensex : આજે 16 ઓક્ટોબર સોમવારના રોજ BSE Sensex ગતરોજના 66,282 બંધની સામે 44 પોઈન્ટ ઘટીને 66,238 ના મથાળે ખુલ્યો હતો. બજાર શરુઆતમાં જ ડાઉન ખુલ્યા બાદ સતત નીચે રહ્યું હતું. BSE Sensex સતત વેચવાલીના પગલે નીચે 66,039 પોઈન્ટ ડાઉન ગયો હતો. એશિયાઈ માર્કેટ ખુલતાની સાથે ભારતીય માર્કેટમાં રિકવરી નોંધાતા સેન્સેક્સ 104 પોઈન્ટની રિકવરી સાથે 66,342 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. આખરે હળવી રિકવરી બાદ BSE Sensex ઈન્ડેક્સ 115.81 પોઈન્ટ તૂટીને 66,166.93 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.17 ટકાનો ઘટાડો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 19 પોઈન્ટ (0.10 %) ઘટીને 19,731 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 14 પોઈન્ટ ઘટીને 19,737 ના મથાળે સપાટ ખુલ્યો હતો. ત્યારબાદ શરુઆતમાં સતત વેચવાલીના પગલે 19,691 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે ઈન્ડેક્સ સતત નીચે રહ્યો હતો. NSE Nifty 19,766 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ઉલ્લેખનિય છે કે, ગત શુક્રવારે NSE Nifty 43 પોઈન્ટ ઘટીને 19,751 પોઈન્ટ પર બંધ થયો હતો.

ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં JSW સ્ટીલ (1.71 %), ટાટા સ્ટીલ (1.60 %), HCL ટેક (1.20 %), એક્સિસ બેંક (1.13 %) અને એમ એન્ડ એમ (0.78 %)નો સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં નેસ્લે (-1.94 %), ટીસીએસ (-1.36 %), એશિયન પેઇન્ટ્સ (-1.17 %), ઇન્ડસઇન્ડ બેંક (-1.14 %) અને સન ફાર્મા (-0.93 %)નો સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝીટીવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1130 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1003 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં HDFC બેંક, ટાટા મોટર્સ, ઇન્ફોસીસ અને રિલાયન્સના સ્ટોક રહ્યા હતા.

  1. Israel Hamas Conflict : FPIsએ ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં શેરબજારમાંથી 9,800 કરોડ ઉપાડી લીધા
  2. Layoff in IT Sectors: આ ટોચની કપંનીઓમાં થવાની છે હજારો કર્મચારીઓની છટણી, જાણો કારણ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.