ETV Bharat / bharat

Stock Market Closing Bell : NSE Nifty ઓલટાઈમ હાઈ, બંને મુખ્ય સૂચકાંક ગ્રીન ઝોનમાં ઉંચા મથાળે બંધ

આજે સપ્તાહના છેલ્લા દિવસે ફરી શેરબજારમાં તેજીનું વલણ જોવા મળ્યું હતું. છેલ્લા બે અઠવાડિયાથી સતત મજબૂતાઈ સાથે શેરબજારમાં નવી ઉંચાઈ બની રહી છે. જોકે, આજે ભારતીય શેરબજારમાં જોરદાર એક્શન જોવા મળ્યું હતું. સતત ઉતાર ચઢાવ બાદ શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક ગ્રીન ઝોનમાં ઊંચા મથાળે બંધ થયા હતા.

Stock Market Closing Bell
Stock Market Closing Bell
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2023, 4:15 PM IST

મુંબઈ : આજે સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું છે. બજાર ખુલતાની સાથે જ ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty અનુક્રમે 140 અને 53 પોઈન્ટ ઉપર ખુલ્યા હતા. જોકે, દિવસ દરમિયાન બજારમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. જેમાં અંતિમ ક્ષણોમાં બંને સૂચકાંક ઓલટાઈમ હાઈ બનાવી અંતે ગ્રીન ઝોનમાં ઊંચા મથાળે બંધ થયા હતા.

BSE Sensex : આજે 15 સપ્ટેમ્બર શુક્રવારના રોજ BSE Sensex ગતરોજના 67,519 બંધની સામે 67,659 ના મથાળે લગભગ 140 પોઈન્ટ વધીને ખુલ્યો હતો. સવારથી ઉતાર ચઢાવ શરુ થઈ ગયા હતા. જેમાં બપોર બાદ BSE Sensex 67,614 પોઈન્ટ ડાઉન ગયો હતો. જોકે ત્યારબાદ ટ્રેડિંગ સેશનના અંતિમ ક્ષણોમાં 313 પોઈન્ટની રિકવરી નોંધાવીને 67,614 પોઈન્ટની લાઈફ હાઈ બનાવી હતી. અંતે BSE Sensex 319 પોઈન્ટના (0.47 %) ઉછાળા સાથે 67,838 પોઈન્ટ પર બંધ થયો હતો.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 89 પોઈન્ટના (0.44 %) વધારા સાથે 20,192ના મથાળા પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 53 પોઈન્ટ વધીને 20,156 ના મથાળે ખુલ્યો હતો. બપોરના કારોબારમાં વેચવાલીના પગલે NSE Nifty 20,129 સુધી ડાઉન ગયો હતો. જોકે ત્યારબાદ 93 પોઈન્ટની રિકવરી સાથે 20,222 ની ડે હાઈ બનાવી હતી. ઉલ્લેખનિય છે કે, ગતરોજ NSE Nifty ઈનડેક્સ 20,103 પોઈન્ટ પર બંધ થયો હતો.

તેજીના કારણો : સપ્તાહના અંતિમ દિવસે શેરબજારે નવો રેકોર્ડ બનાવ્યો હતો. પ્રથમ વખત નિફ્ટી 20,222 અને સેન્સેક્સ 67,927ના સ્તરને સ્પર્શ્યો હતો. જોકે વૈશ્વિક માર્કેટના પોઝિટિવ સંકેતની અસર ભારતીય બજારના સેન્ટિમેન્ટ પર થઈ છે. ઉપરાંત ભારતીય અર્થવ્યવસ્થાના મજબૂત પરિણામ અને સ્થાનિક બજારના આંકડાઓથી માર્કેટમાં લેવાલી વધી છે. હેવીવેટ અને બ્લૂચીપ સ્ટોકમાં જોરદાર બાઈંગ જોવા મળી રહ્યું છે. FFI અને DII ના બાઈંગ અને સેલીંગ વચ્ચે પણ અંતર ઓછું થતું જોવા મળી રહ્યું છે.

ટોપ ગેઈનર શેર : BSE સેન્સેક્સમાં સૌથી વધુ ઊંચકાયેલા ટોપ ગેઈનર શેરમાં ભારતી એરટેલ (2.37 %), એમ એન્ડ એમ (2.23 %), HCL ટેક (1.66 %), ટાટા મોટર્સ (1.57%) અને ટેક મહિન્દ્રાનો (1.51%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : સૌથી વધુ ગગડેલા ટોપ લુઝર શેરમાં એચયુએલ (-1.34 %), એશિયન પેઇન્ટ્સ (-1.29 %), બજાજ ફિનસર્વ (-0.88 %), એનટીપીસી (-0.84 %) અને લાર્સનનો (-0.56 %) સમાવેશ થાય છે.

નેગેટિવ ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1080 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 955 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં HDFC બેંક, ટાટા મોટર્સ, એચયુએલ અને રિલાયન્સના સ્ટોક રહ્યા હતા.

  1. Apple Watch Ultra 2: Appleએ વોચ અલ્ટ્રા 2 લોન્ચ કરી, જાણો કિંમત અને ફીચર્સ, ક્યારે થશે ડિલિવરી?
  2. Share Market Closing Bell : NSE નિફ્ટીએ ફરી 20,167ની નવી સપાટી બનાવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.