મુંબઈ : આજે 23 ઓગસ્ટ બુધવારના રોજ ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી સુધારો આવ્યો હતો. આજે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 80 અને 43 પોઈન્ટ વધીને પોઝિટિવ ખુલ્યું હતું. પરંતુ પ્રથમ કલાકમાં હળવો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 65,433 અને 19,444 પોઈન્ટ પર બંધ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે થયેલા ધોવાણ બાદ ચાલુ સપ્તાહમાં સતત રિકવરી જોવા મળી રહી છે.
પ્રત્યાઘાતી સુધારો : આગામી સપ્તાહએ ઓગસ્ટ ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટરનો છેલ્લો દિવસ આવે છે. જે અગાઉ આજે મંદી વાળા ઓપરેટરોએ નીચા મથાળે વેચાણ કાપ્યા હતા. તેમજ એશિયાઇ અને યુરોપીયન શેરમાર્કેટની રિકવરી પાછળ ભારતીય બ્યુ ચીપ શેરમા ટેકારુપી બાઈંગ જોવા મળ્યુ હતું. જેના પરિણામે આજે શેરબજારમાં પ્રત્યાઘાતી સુધારો આવ્યો હતો.
BSE Sensex : આજે 23 ઓગસ્ટ બુધવારના રોજ BSE Sensex ગતરોજના 65,220 બંધની સામે 80 પોઈન્ટ વધીને 65,300 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ શરુઆતમાં નજીવો ઘટીને 65,108 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. જોકે ત્યારબાદ સતત લેવાલીના પગલે 65,504 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. આજે સ્થાનિક નાણાં સંસ્થાનો ટેકો મળતા ટ્રેડિંગ સેશનના અંતે લગભગ 213 પોઈન્ટ ઉછળીને 65,433.30 પોઈન્ટ પર બંધ થયો હતો. જે 0.33 ટકાનો વધારો દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે, ગતરોજ BSE Sensex 65,200 પોઈન્ટ પર સપાટ બંધ થયો હતો.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 47 પોઈન્ટ (0.25 %) વધીને 19,444 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 43 પોઈન્ટના વધારે સાથે 19,439 ના મથાળે ખુલ્યો હતો. NSE Nifty માં પણ શરુઆતની કલાકોમાં વિદેશી ફંડના સેલિંગ પ્રેશરના કારણે માર્કેટ 19,366 પોઈન્ટ સુધી ડાઉન ગયું હતું. જોકે ત્યારબાદ DIIનું ટેકારુપી બાઈંગ આવતા 19,472 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. ગતરોજ NSE Nifty ઈનડેક્સ 19,396 ના મથાળે લીલા રંગમાં સપાટ બંધ રહ્યો હતો.
ટોપ સ્ટોકનું પ્રદર્શન : BSE સેન્સેક્સમાં સૌથી વધુ ઊંચકાયેલા ટોપ ગેઈનર શેરમાં એક્સિસ બેંક (2.23 %), SBI (1.51 %), ICICI બેંક (1.49 %), લાર્સન (1.42 %) અને ટાટા સ્ટીલનો (1.15 %) સમાવેશ થાય છે. જ્યારે સૌથી વધુ ગગડેલા ટોપ લુઝર શેરમાં સન ફાર્મા (-1.22 %), ભારતી એરટેલ (-1.16 %), ટાટા મોટર્સ (-1.01 %), ટેક મહિન્દ્રા (-0.90 %) અને આઇટીસીનો (-0.84 %) સમાવેશ થાય છે.
ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝીટીવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1205 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 826 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં એક્સિસ બેંક, HDFC બેંક, ટીસીએસ, ICICI બેંક અને રિલાયન્સના સ્ટોક રહ્યા હતા.