મુંબઈ : ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે જ શેરબજારની નબળી શરુઆત થઈ હતી. ગઈકાલની તેજી બાદ રોકાણકારોમાં સારા નફાની આશા હતી. પરંતુ ટ્રેડિંગ સેશનના અંતે શેરબજારે રોકાણકારોની આશા પર પાણી ફેરવી દિધું હતું. BSE Sensex 68 પોઈન્ટ તુટીને સાથે 66,459 પોઈન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ NSE Nifty પણ લગભગ 20 પોઈન્ટ ઘટીને 19,733 પર બંધ થયો હતો. આજે શેરબજાર શરૂઆતના વેપારમાં સપાટ ખુલ્યું હતું. BSE Sensex શરૂઆતના કારોબારમાં 66,532 પોઈન્ટ પર ખુલ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટીએ પણ 19,784 પોઈન્ટ પર શરુઆત કરી હતી.
BSE સેન્સેક્સ : આજે 1 ઓગસ્ટ, મંગળવારના રોજ BSE Sensex 66,532.98 પોઇન્ટ પર નબળી શરુઆત કરી હતી. ટ્રેડીંગ સેશન દરમિયાન સુસ્ત પ્રદર્શન સેશનના અંતે BSE Sensex 68 પોઈન્ટની ડૂબકી મારી 66,459.31 પોઈન્ટ પર બંધ થયો હતો. આજના ટ્રેડીંગ સેશન દરમિયાન BSE Sensex 65,388.26 ડાઉન જઈને મહત્તમ 66,658.12 ની ઊંચાઈ પર પહોંચ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગતરોજ BSE Sensex 66,527.67 પોઈન્ટ પર બંધ થયો હતો.
NSE Nifty ઈનડેક્સ : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 20 પોઈન્ટ ઘટીને 19,733.55 પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 19,784.00 પોઈન્ટ પર ખુલ્યો હતો. જોકે, દિવસ દરમિયાન બજાર 19,795.60 પોઈન્ટની ઊંચાઈ અને ડાઉન 19,704.60 સુધી જ ગયો હતો. ગતરોજ Nifty ઈનડેક્સ તેજીના વલણમાં 19,753.80 પોઈન્ટ પર બંધ થયો હતો.
કોણ કેટલું પાણીમાં : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં નવીન ફ્લોરિન (6.79 %), હિંદ કોપર (6.59 %), અતુલ (6.09 %), એક્સાઈડ ઇન્ડ (5.41 %) અને કોલ ઈન્ડિયા (4.84 %)નો સમાવેશ થાય છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં પાવર ગ્રીડ કોર્પો (-5.36%), પોલિકેબ (-3.87 %), ડીએલએફ (-3.67 %), હીરો મોટોકોર્પ (-3.17 %) અને ટ્રેન્ટ (-2.82 %)નો સમાવેશ થાય છે.
બજારમાં નબળા સંકેત : વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન શેરબજારો ફ્લેટ ખુલ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી 50 ઇન્ડેક્સમાં હળવી ખરીદી જોવા મળી હતી. પરંતુ શરૂઆતના સેશનમાં માત્ર મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ, ફાઇનાન્સ અને આઈટી શેરોમાં મજબૂત પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. ક્રૂડ ઓઈલ 3 મહિનાની ટોચે પહોંચ્યા છે. જે 84 ડોલરને પાર કરી ગયો છે. રિયલ્ટી અને પીએસયુ બેન્કિંગ શેરો બજારની નબળાઈમાં મોખરે હતા. જોકે, IT સેક્ટરને નીચલા સ્તરેથી ટેકો મળ્યો હતો. અગાઉ સોમવારે ભારતીય બજારો સકારાત્મક બંધ થયા હતા.