ન્યૂઝ ડેસ્કઃ વિશ્વના અગ્રણી રસી ઉત્પાદક દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. અહીં વિશ્વના લગભગ અડધો ડઝન અગ્રણી રસી ઉત્પાદકો તથા અન્ય કેટલાક નાના ઉત્પાદકો ભારતમાં કાર્યરત છે. તે તમામ પોલિયો, ન્યૂમોનિયા, રોટા વાઇરસ, મેનિન્જાઇટિસ, બીસીજી, મમ્પ્સ, રૂબેલા અને ઓરી સહિતની બિમારીઓ સામેની રસી બનાવવા ક્ષેત્રે સંકળાયેલા છે.
અત્યારે, ભારતની 11 કંપનીઓ કોરોનાની રસી વિકસાવવામાં વ્યસ્ત છે. આમ, તેઓ જીવલેણ વાઇરસ ઇન્ફેક્શનને મ્હાત આપવા માટેનો ઝડપી નિવારણાત્મક ઉપાય શોધવાના વૈશ્વિક પ્રયાસમાં જોડાઇ છે. અને વિશ્વભરમાં ઝડપથી ફેલાઇ રહેલા વાઇરસને અટકાવવા માટે આ કાર્ય ઝડપથી હાથ ધરાય, તે જરૂરી છે.
ભારતમાં વિકસાવાઇ રહેલી કોરોનાની રસીની સ્થિતિ અંગેની માહિતી
કંપની | રસી | ભાગીદાર | સ્થિતિ |
સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા | કોવિશિલ્ડ | યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ/એસ્ટ્રા ઝેનેકા | બીજા/ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ |
કોવોવેક્સ | નોવાવોક્સ, USA | બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ | |
કોવિવેક્સ | ઇનહાઉસ રિસર્ચ | પ્રિ-ક્લિનિકલ | |
કોવી-વેક | કોડેજેનિક્સ, USA | પ્રિ-ક્લિનિકલ | |
SII-કોવેક્સ | યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ, USA | પ્રિ-ક્લિનિકલ | |
ભારત બાયોટેક | કોવેક્સિન | ICMR/NIV-પૂણે | ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ |
ઇન્ટ્રા-નેઝલ કોવિડ વેવક્સિન | વોશિંગ્ટન યુનિવર્સિટી, USA | પ્રિ-ક્લિનિકલ | |
ડિએક્ટિવેટેડ રેબીઝ વેક્સિન | થોમસ જેફરસન યુનિવર્સિટી, USA | પ્રિ-ક્લિનિકલ | |
ઝાયડસ કેડિલા | ZyCov-D | ઇનહાઉસ રિસર્ચ | બીજા /ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ |
રેકોમ્બિનન્ટ મિઝલ્સ વેક્સિન | ઇનહાઉસ રિસર્ચ | પ્રિક્લિનિકલ | |
ડો. રેડ્ડીઝ લેબ | સ્પુટનિક -V | ગામાલિયા સેન્ટર /રશિયન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ | બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ |
બાયોલોજિકલ E | સબયુનિટ વેક્સિન કેન્ડિડેટ | બેલર કોલેજ ઓફ મેડિસિન,USA/ડાયનાવેક્સ કોર્પ,USA | પહેલા/બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ |
ઇન્ડિયન ઇમ્યૂનોલોજિકલ્સ | લાઇવ એટેન્યુએટેડ વાઇરસ વેક્સિન | ગ્રેફિથ યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયા | પ્રિક્લિનિકલ |
ઓરોબિન્દો ફાર્મા | VSV વેસિક્યુલોવેક્સ પ્લેટફોર્મ | ઇનહાઉસ રિસર્ચ | પ્રિક્લિનિકલ |
વિકસાવવા માટેના MoUs | CCMB હૈદરાબાદ, IMTECH ચંદીગઢ અને IICB કોલકાતા | પ્રિક્લિનિકલ | |
જિનોવા ફાર્માસ્યુટિકલ્સ | mRNA બેઝ્ડ વેક્સિન | DBT, ભારત | પ્રિક્લિનિકલ |
રિલાયન્સ લાઇફ સાયન્સિઝ | રિકોમ્બિનન્ટ વેક્સિન | ઇનહાઉસ રિસર્ચ | પ્રિક્લિનિકલ |
હેસ્ટર બાયોસાયન્સ | એવિએન પેરામાઇઝોવાઇરસ પ્લેટફોર્મ | IIT-ગુવાહાટી | પ્રિક્લિનિકલ |
માઇનવેક્સ, બેંગલોર | રિકોમ્બિનન્ટ સબયુનિટ વેક્સિન | ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલોર | પ્રિક્લિનિકલ |
સ્રોત : મીડીયા અહેવાલ