- છાણમાંથી તૈયાર થઇ રહી છે ઇકોફ્રેન્ડલી મૂર્તીઓ
- ગૌશાળાઓ બનશે આત્મનિર્ભર
- ગૌસંરક્ષણ માટે અનોખી પહેલ
જયપુર: ફોટોમાં જે પ્રતિમાઓ દર્શાવવામાં આવી છે તે જોઇને કોઇને પણ એવું થશે કે આ પ્રતિમાઓ માટીમાંથી બનાવવામાં આવી છે પણ આ પ્રતિમાઓ માટી નહીં પણ ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિમાઓ જયપુરના વૈશાલીનગરમાં આવેલા ગૌ-સેન્ટરમાં તૈયાર થાય છે અહીંયા ગાય બનાવે કરોડપતિ મલ્ટી ચેમ્બરમાં ગાયના છાણમાંથી દેવી-દેવતાઓની પ્રતિમાઓ સાથે અન્ય વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. ગાયના છાણમાંથી વસ્તુઓ બનાવવાની આ અનોખી પહેલ છે.
ઇકોફ્રેન્ડલી મૂર્તીઓનું આ રીતે થાય છે નિર્માણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓના નિર્માણનું આહ્વાન કર્યું હતું. જે બાદ ગૌસેવકોએ આ દિશામાં પહેલ કરી છે. ગાયના છાણમાંથી મોટા પ્રમાણમાં ગણેશજી અને લક્ષ્મીજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવે છે. આ પ્રતિમાઓને તૈયાર કરનાર કારીગરે ETV ભારતને જણાવ્યું હતું કે,"ગાયના છાણમાં લાકડાના પાઉડર, ફેલિકોલ અને જોશ પાઉડર નાંખીને તેને મિક્સ કરવામાં આવે છે.પછી નાના નાના ટુકડાઓ મશીનમાં લગાવવામાં આવે છે અને પછી અલગ અલગ ડાઇ અને સાઇઝના હિસાબથી છાણમાંથી પ્રતિમા, દિવા જેવી વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે" પછી રંગબેરંગી કલર કરીને તેનું પેકિંગ કરવામાં આવે છે.
વધુ વાંચો: કર્ણાટકના ખેડૂતો માટે આર્શિવાદ બની આ યોજના
એક મીનિટમાં બને છે 60 દિવા
આ અંગે વધુ વિગતો આપતા કારીગરે ETV ભારતને જણાવ્યું હતું કે," દિવાની ડાઇમાં એક મિનીટમાં ઓછામાં ઓછા 60 દિવા બને છે. લક્ષ્મી અને ગણેશની ડાઇ હોય તો 1 મીનિટમાં ઓછામાં ઓછી 10 જોડી બનીને તૈયાર થાય છે." ગાયના નામે રાજસ્થાનમાં અનેક ગૌશાળાઓ ચાલે છે. જો આવા મશીન દરેક ગૌશાળામાં લગાવવામાં આવે તો ગૌશાળા આત્મનિર્ભર બનશે.
વધુ વાંચો: નયાગઢમાં રહેતી પ્રિયા છે 'સ્પ્રિંગ ગર્લ'
દૂધ ન આપતી ગાયનું પણ વધશે મહત્વ
લોકો ગાયને ત્યારે જ બહાર છોડી મુકે છે જ્યારે તે કોઇ કામની નથી રહેતી. નિરાધાર ગાયને સહારો આપતી આ નવી પહેલથી છાણનો તો સારો ઉપયોગ થાય જ છે સાથે જ ગાયની રક્ષા સાથે સાથે ગૌશાળાને આત્મનિર્ભર બનાવી શકાય છે. આનાથી દૂધ ન આપતી ગાયનું પણ મહત્વ વધશે. આ જૂથનો લક્ષ્ય છે કે જયપુર શહેરના 50,000થી વધારે ઘરમાં છાણના લક્ષ્મી-ગણેશની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે, આ માટે સરકારને પણ પહેલ કરવી પડશે.