- વડાપ્રધાન મોદી પ્રૌદ્યોગિક શિખર બેઠકનું ઉદ્ઘાટન કરશે
- આજે પ્રૌદ્યોગિક શિખર બેઠકનું 23મું સંસ્કરણ
- 25થી વધારે દેશો આ સંમેલનમાં ભાગ લેશે
- સંમેલનમાં 4 હજારથી વધારે પ્રતિનિધિઓ ભાગ લેશે
બેંગ્લુરૂઃ વડાપ્રધાન મોદી આજે (ગુરુવારે) કર્ણાટકના પ્રમુખ વાર્ષિક પ્રૌદ્યોગિકી સંમેલનનું (બેંગ્લુરૂ પ્રૌદ્યોગિકી શિખર બેઠક-2020) ઉદ્ઘાટન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે. આ સંમેલન 19થી 21 તારીખ સુધી આયોજીત કરવામાં આવ્યું છે.
કર્ણાટક સરકારના સહયોગથી બેઠકનું આયોજન
આ શિખર સંમેલનનું આયેજન કર્ણાટક સરકાર દ્વારા કર્ણાટક નવીનતમ અને પ્રૌદ્યોગિકી સોસાયટી તથા સોફ્ટવેર ટેક્નોલોજી પાર્ક્સ ઓફ ઇન્ડિયના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. કર્ણાટક નવીનતમ અને પ્રૌદ્યોગિક સોસાયટી રાજ્ય સરકારની સૂચના પ્રૌદ્યોગિકી, જૈવપ્રૌદ્યોગિકી અને સ્ટાર્ટઅપ વિચારનો સમૂહ છે.
સંપૂર્ણ આયોજન વર્ચ્યુઅલ
BTS 2020ના કેન્દ્રના પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યપ્રધાન તથા આઇટી, બીટી અને અસએનડટી પ્રધાન સી.એન. અશ્વત નારાયણે કહ્યું કે, અમે BTSને સફળ બનાવવા માટે પર્યાપ્ત સુવિધા ઉભી કરવામાં આવી છે. આ આયોજન સંપૂણ રીતે વર્ચ્યુઅલ હશે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન કરશે સંબોધન
આ વર્ચ્યુઅલ આયોજનને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્ટોક મોરિસન તથા સ્વિઝરલેન્ડના ઉપરાષ્ટ્રપતિ ગાય પરમેલિન પણ સંબોધિત કરશે. આ આયોજનના 23માં સંસ્કરણમાં લગભગ 25 દેશો ભાગ લઇ રહ્યા છે.
દેશની 200થી વધુ કંપનીઓ ભાગ લેશે
આ કાર્યક્રમમાં 200થી વધારે ભારતીય કંપની ભાગ લઇ રહી છે. આ સંમેલનમાં 4,000થી વધારે પ્રતિનિધિ અને 270 વક્તાઓ ભાગ લેશે. આ સંમેલન દરમિયાન 75 ચર્ચા સત્રોનું આયોજન થશે. પ્રતિદિન 50,000થી વધુ ભાગીદાર ભાગ લેશે.