ETV Bharat / bharat

Teacher recruitment scam : પાર્થ અને અર્પિતા ડિરેક્ટર તરીકે, બે કંપનીઓના માલિકો - આરોપી પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જી બે કંપનીઓના માલિક

પશ્ચિમ બંગાળમાં SSC ભરતી કૌભાંડમાં(SSC Recruitment Scam in West Bengal) એક નવો ખુલાસો સામે આવ્યો છે. આરોપી પાર્થ ચેટર્જી અને તેની નજીકની સહયોગી અર્પિતા મુખર્જી બે કંપનીઓના માલિક હોવાનું જાણવા મળ્યું(Accused Partha Chatterjee and Arpita Mukherjee own two companies) છે. બંને આ કંપનીઓમાં ડિરેક્ટર તરીકે નોંધાયેલા છે.

Teacher recruitment scam
Teacher recruitment scam
author img

By

Published : Aug 3, 2022, 6:26 PM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ ઉદ્યોગ પ્રધાન પાર્થ ચેટર્જી અને તેમના નજીકના સહયોગી અર્પિતા મુખર્જી શહેરમાં નોંધાયેલા ડિરેક્ટર તરીકે બે કંપનીઓના માલિક(Accused Partha Chatterjee and Arpita Mukherjee own two companies) હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ સપાટી પર આવેલા વિવાદાસ્પદ સ્કૂલ સર્વિસ કમિશન (SSC) ભરતી કૌભાંડમાં(SSC Recruitment Scam in West Bengal) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ દ્વારા પૂછપરછ દરમિયાન આ ખુલાસો થયો હતો.

2 કંપનીઓના માલિક હોવાનું આવ્યું સામે - EDના જણાવ્યા અનુસાર, પ્રાપ્ત દસ્તાવેજો દર્શાવે છે કે કંપનીઓ 2011 અને 2012 વચ્ચે નોંધાયેલી હતી. બંને કંપનીનું સરનામું શહેરની મધ્યમાં છે. આ ઉપરાંત, તપાસકર્તાઓએ પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીની અન્ય ઘણી મિલકતોના ઠેકાણાઓ શોધી કાઢ્યા છે. EDના તપાસકર્તાઓએ પાર્થ ચેટરજીના નાકટલા નિવાસસ્થાને સર્ચ ઓપરેશન દરમિયાન ત્રણ ડાયરીઓ જપ્ત કરી હતી.

EDની સઘન તપાસ શરુ - આ ત્રણેય ડાયરીના દરેક પાનામાં બહુવિધ ખાતાઓ અને નાણાંની લેવડ-દેવડની વિગતો હતી. તપાસકર્તાઓને લાગે છે કે અર્પિતા મુખર્જી અને પાર્થ ચેટરજીની સંયુક્ત કંપની માત્ર કાગળ પર હતી અને એટલી સક્રિય નથી. અગાઉ, EDએ અર્પિતા મુખર્જી, પાર્થ ચેટર્જી અને વિવિધ નકલી કંપનીઓની અનેક બેનામી જમીનો અને મકાનોનો પર્દાફાશ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.