ઈરોડ : આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરને લઈ જતું હેલિકોપ્ટર બુધવારે સવારે તમિલનાડુમાં ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. હેલિકોપ્ટરને ઈરોડ જિલ્લામાં સત્યમંગલમ ટાઈગર રિઝર્વ (STR)માં આદિવાસી વસાહત ઉકિનિયમ ખાતે ઉતારવામાં આવ્યું હતું. કહેવાય છે કે ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટરને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. હેલિકોપ્ટરમાં રવિ શંકરની સાથે અન્ય ત્રણ લોકો હતા - બે સહાયક અને એક પાઇલટ, જેઓ સુરક્ષિત છે.
-
Tamil Nadu | A helicopter carrying Art of Living's Sri Sri Ravi Shankar and four others made an emergency landing due to bad weather at Sathyamangalam in Erode today morning. All passengers safe. The helicopter took off after 50 minutes once the weather cleared. pic.twitter.com/KiQJ30irUn
— ANI (@ANI) January 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Tamil Nadu | A helicopter carrying Art of Living's Sri Sri Ravi Shankar and four others made an emergency landing due to bad weather at Sathyamangalam in Erode today morning. All passengers safe. The helicopter took off after 50 minutes once the weather cleared. pic.twitter.com/KiQJ30irUn
— ANI (@ANI) January 25, 2023Tamil Nadu | A helicopter carrying Art of Living's Sri Sri Ravi Shankar and four others made an emergency landing due to bad weather at Sathyamangalam in Erode today morning. All passengers safe. The helicopter took off after 50 minutes once the weather cleared. pic.twitter.com/KiQJ30irUn
— ANI (@ANI) January 25, 2023
રવિશંકરને લઈ જતા હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ : શ્રી શ્રી રવિશંકર એક ખાનગી હેલિકોપ્ટરમાં બેંગલુરુથી તિરુપુર જઈ રહ્યા હતા. કાદમ્બુર પોલીસ ઈન્સ્પેક્ટર સી વાદિવેલ કુમારે જણાવ્યું હતું કે, સવારે 10.15 વાગ્યે જ્યારે હેલિકોપ્ટર STR પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ખરાબ હવામાનને કારણે પાઈલટ આગળ વધી શક્યો નહોતો. તેમણે જણાવ્યું કે, આ કારણોસર પાયલટે હેલિકોપ્ટરનું યુકિનિયમ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. હવામાન સાફ થયાના 50 મિનિટ પછી હેલિકોપ્ટરે ફરીથી ઉડાન ભરી હતી.
50 મિનિટ પછી હેલિકોપ્ટરે ફરીથી ઉડાન ભરી હતી : તમિલનાડુ પઝાંગુડી મક્કલ સંગમના રાજ્ય ખજાનચી કે રામાસ્વામી સીપીઆઈના પૂર્વ ધારાસભ્ય પીએલ સુંદરમની વિનંતી પર ઉકિનિયમ ગામ પહોંચ્યા. તેણે કહ્યું કે, જ્યાં સુધી તે સ્થળ પર પહોંચ્યો ત્યાં સુધીમાં હેલિકોપ્ટરને આગળ વધવાની પરવાનગી મળી ગઈ હતી. હેલિકોપ્ટર તે ગામમાં લગભગ એક કલાક રોકાઈ ગયું અને પછી લગભગ 11.30 વાગ્યે તિરુપુર તરફ ફરી વળ્યું હતું."