નવી દિલ્હીઃ રમત મંત્રાલયે એક મોટો નિર્ણય લેતા રેસલિંગ ફેડરેશનને આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરી દીધું છે. આ મામલે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીના એક સૂત્રએ કહ્યું છે કે અમે WFIને બરતરફ નથી કર્યું, તેમણે સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન તરીકે કામ કરવા માટે પ્રક્રિયા અને નિયમોનું પાલન કરવાની જરૂર છે. રમત મંત્રાલયના આ નિર્ણય બાદ ભારતીય કુસ્તી મહાસંઘની મુશ્કેલીઓ વધી ગઈ છે.
-
Union Sports Ministry suspends the newly elected body of Wrestling Federation of India after the newly elected president Sanjay Singh announced U-15 and U-20 nationals to take place in Nandini Nagar, Gonda (UP) before the end of this year. pic.twitter.com/eMZyNK914Z
— ANI (@ANI) December 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Union Sports Ministry suspends the newly elected body of Wrestling Federation of India after the newly elected president Sanjay Singh announced U-15 and U-20 nationals to take place in Nandini Nagar, Gonda (UP) before the end of this year. pic.twitter.com/eMZyNK914Z
— ANI (@ANI) December 24, 2023Union Sports Ministry suspends the newly elected body of Wrestling Federation of India after the newly elected president Sanjay Singh announced U-15 and U-20 nationals to take place in Nandini Nagar, Gonda (UP) before the end of this year. pic.twitter.com/eMZyNK914Z
— ANI (@ANI) December 24, 2023
સંજય સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા : રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) સામે મોટી કાર્યવાહી કરી છે. નવા એસોસિએશનને રદ કરવાની સાથે મંત્રાલયે તાજેતરમાં ચૂંટાયેલા પ્રમુખ સંજય સિંહને પણ પદ પરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ વર્ષે સંજય સિંહે ઉત્તર પ્રદેશના ગોંડાના નંદિની નગરમાં અંડર-15 અને અંડર-20 નેશનલ્સની જાહેરાત કરી હતી. આ પછી રમત મંત્રાલયે નવા ચૂંટાયેલા ભારતીય રેસલિંગ ફેડરેશનને સસ્પેન્ડ કરી દીધું છે.
સંજયસિંહનો તમામ રેસલરોએ વિરોધ કર્યો હતો : તાજેતરમાં ભારતીય કુસ્તી સંઘની ચૂંટણી યોજાઈ હતી. ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહે જીત મેળવી હતી. તેણે કુસ્તીબાજ અનિતા શિયોરાનને હરાવી હતી. સંજય સિંહ પ્રમુખ બન્યા બાદ દિગ્ગજ રેસલર સાક્ષી મલિકે પત્રકાર પરિષદમાં કુસ્તી છોડવાની જાહેરાત કરી હતી. તેમના પછી બજરંગ પુનિયાએ પદ્મશ્રી પરત કર્યો. તેમના સિવાય હરિયાણાના પેરા એથ્લીટ વીરેન્દ્ર સિંહે પદ્મશ્રી પરત કરવાની જાહેરાત કરી હતી.
બ્રિજભૂષણના નજીકના ગણવામાં આવે છે : ભારતીય રેસલિંગ ફેડરેશનની ચૂંટણી 21 ડિસેમ્બરે યોજાઈ હતી. તેના પરિણામો અનુસાર, સંયજ સિંહ WFI ના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. સંજય સિંહ બીજેપી સાંસદ અને ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના છે. તેના પ્રમુખ તરીકે ચૂંટાયા પછી પણ ભારતીય કુસ્તીબાજોએ એક પછી એક મોટા નિર્ણયો લઈને બધાને ચોંકાવી દીધા.
ખેલાડીઓ દ્વારા પદ્મશ્રી પરત કરવામાં આવ્યા : 21 ડિસેમ્બરના રોજ, સાક્ષી મલિકે મીડિયાની સામે રોતા રોતા કુસ્તી છોડવાના નિર્ણયની જાહેરાત કરી હતી. સંજય સિંહ પ્રમુખ બન્યા બાદ કુશ્તીમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે આ વાત કહી હતી. આ પછી, 22 ડિસેમ્બરે, ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા બજરંગ પુનિયાએ પોતાનું પદ્મશ્રી પરત કરવાની વાત કરી અને રાત્રે દિલ્હી પોલીસ પાસે પોતાનું પદ્મશ્રી મુકી દિધું હતું.
બ્રિજભૂષણ પર જાતિય સતામણીનો આરોપ છે : આ પછી ગૂંગા રેસલર ઉર્ફે વીરેન્દ્ર સિંહ યાદવે પણ આ ખેલાડીઓના સમર્થનમાં પોતાનું પદ્મશ્રી પરત કરવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં, ભારતીય મહિલા રેસલર્સે બ્રિજ ભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો, જેના પછી હોબાળો થયો હતો.