ETV Bharat / bharat

દિલ્હીમાં બનશે સ્પોર્ટ્સ હોસ્ટેલ, પેરિસ ઓલિમ્પિક્સ માટે તૈયારીઓ કરી શકશે ખેલાડીઓ

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શન બાદ દિલ્હી સરકાર ઉત્તર દિલ્હીના પીતમપુરામાં સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવવાની તૈયારી કરી રહી છે. આ માટે દિલ્હી સરકારે છાત્રાલયનો નકશો તૈયાર કર્યો છે અને લેઆઉટ પ્લાન ઉત્તર MCD ને સુપરત કર્યો છે.

ટોક્યો ઓલિમ્પિકની અસરઃ રાજધાનીમાં સ્પોર્ટ્સ હોસ્ટેલ બનશે, દિલ્હી સરકારે લેઆઉટ પ્લાન એમસીડીને સોંપી દીધો

author img

By

Published : Aug 12, 2021, 9:16 PM IST

  • ટોક્યો ઓલિમ્પિક્સ પછી ઉત્સાહનું વાતાવરણ
  • દિલ્હી સરકાર શાળા-કોલેજ કક્ષાએ પ્રોત્સાહનનો હેતુ
  • લેઆઉટ પ્લાન પાસ થયા બાદ ટૂંક સમયમાં કામ શરૂ થશે

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સ પ્રદર્શન માટે ભારત માટે અત્યાર સુધીની સૌથી સફળ ઓલિમ્પિક રહી છે. આ વર્ષની ઓલિમ્પિકમાં ભારતે એક ગોલ્ડ સહિત સાત મેડલ જીત્યા છે. ઓલિમ્પિકમાં ભારતનું આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. અગાઉ 2012 લંડન ઓલિમ્પિકમાં ભારતે 6 મેડલ જીત્યા હતાં. હવે ભારતના ખેલાડીઓની નજર 2024ની પેરિસ ઓલિમ્પિક પર છે.

હોસ્ટેલ બિલ્ડિંગ 7 માળની હશે

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી સરકાર ટૂંક સમયમાં ઉત્તર દિલ્હીના પીતમપુરામાં સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવવા જઈ રહી છે. આ માટે દિલ્હી સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઓલિમ્પિકમાં ખેલૈયાઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ શાળા અને કોલેજકક્ષાએ વિદ્યાર્થીઓને રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે આ સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવવામાં આવી રહી છે. સ્પોર્ટ્સ હોસ્ટેલમાં પુરુષ અને મહિલા ખેલાડીઓ માટે અલગ છાત્રાલયો બનાવવામાં આવશે. હોસ્ટેલ બિલ્ડિંગ 7 માળની હશે.

જમીન પણ નક્કી થઈ

અધિકારીઓએ સ્પોર્ટ્સ હોસ્ટેલ માટે જમીન જોઈ છે. આ સાથે, નકશો તૈયાર કરીને લેઆઉટ પ્લાનની મંજૂરી માટે ઉત્તર MCD ને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર લેઆઉટ પ્લાન પર કોર્પોરેશનના અધિકારીઓ નિરીક્ષણ બાદ તેમની પરવાનગી આપશે. આ મામલે ઉત્તર એમસીડી હાઉસના નેતાએ ફોન પર જણાવ્યું હતું કે કોર્પોરેશનની ભૂમિકા માત્ર પીતમપુરામાં સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવવાની બાબતમાં લેઆઉટ પ્લાન પાસ કરવાની છે. જે નિરીક્ષણ બાદ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા પાસ કરવામાં આવશે. કોર્પોરેશનના અધિકારીઓ હાલમાં લેઆઉટ પ્લાનનું નિરીક્ષણ કરી રહ્યાં છે. આને લગતી કાગળ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે, જેથી દિલ્હીના લોકોને વહેલી તકે સ્પોર્ટ્સ હોસ્ટેલની ભેટ મળી શકે.

2.75 એકર વિસ્તારમાં સ્પોર્ટ્સ હોસ્ટેલ તૈયાર કરાશે

નિષ્ણાતોના મતે, ટોક્યો ઓલિમ્પિક્સ દરમિયાન જ સરકારે કોર્પોરેશનને સ્પોર્ટ્સ હોસ્ટેલનો નકશો અને લેઆઉટ પ્લાન આપ્યો હતો. પરંતુ હજુ સુધી તેને પાસ કરવામાં આવ્યો નથી. 11 ઓગસ્ટના રોજ યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગેનો પ્રસ્તાવ પણ મુકવામાં આવ્યો હતો પરંતુ તેને મુલતવી રાખવામાં આવ્યો હતો. લગભગ 2.75 એકર વિસ્તારમાં સ્પોર્ટ્સ હોસ્ટેલ તૈયાર કરવાની છે. લેઆઉટ પ્લાન પાસ થયા બાદ ટૂંક સમયમાં કામ શરૂ થશે.

દિલ્હીમાં બની રહેલી સ્પોર્ટ્સ હોસ્ટેલમાં ખેલાડીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. સ્પોર્ટ્સ હોસ્ટેલમાં ખેલાડીઓની પ્રેક્ટિસ માટે ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવાની પણ જોગવાઈ છે.

આ પણ વાંચોઃ પોરબંદરમાં કાયકિંગ એડવેન્ચર ક્લબની શરૂઆત કરવામાં આવી

આ પણ વાંચોઃ બદલાઈ જશે Indian cricket ટીમ? T-20 World Cup પછી રવિ શાસ્ત્રી અને અન્ય સપોર્ટ સ્ટાફ પડી શકે છે અલગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.